Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeભક્તિHartalika Teej ના દિવસે ઉપવાસ રાખવાથી મનોકામના પૂર્ણ થાય છે….

Hartalika Teej ના દિવસે ઉપવાસ રાખવાથી મનોકામના પૂર્ણ થાય છે….

Hartalika Teej
Share Now

ગુજરાતી પંચાગ પ્રમાણે, ભાદરવા મહિનાની શુક્લ પક્ષની તૃતિયા તિથિને હરતાલિકા ત્રીજ (Hartalika Teej) તરીકે ઓળખવામાં આવે છે. તે દિવસે નકરડો ઉપવાસ કરવામાં આવે છે.  અખંડ સૌભાગ્ય અને સુખી દામ્પત્ય જીવન માટે મહિલાઓ હરતાલિકા ત્રીજનો ઉપવાસ રાખે છે. આ ઉપવાસને બધા જ ઉપવાસો પૈકી કઠિન ગણવામાં આવે છે. કારણ કે, આ ઉપવાસ નિર્જળા રાખવામાં આવે છે આથી તેમાં પાણી પણ ગ્રહણ કરવાનું રહેતુ નથી.

લગ્ન કરવા લાયક યુવતિઓ સુયોગ્ય વરની ઈચ્છા માટે પણ આ હરતાલિકા ત્રીજનો ઉપવાસ રાખે છે. હરતાલિકા ત્રીજના ઉપવાસના દિવસે પાર્વતી, ભગવાન શિવ અને ગણેશ ભગવાનની આરાધના કરવામાં આવે છે. હરતાલિકા ત્રીજનો ઉપવાસ ઉત્તર ભારતના ઘણા સ્થાનો પર રાખવામાં  આવે છે. હરતાલિકા ત્રીજ ઉપવાસ નિમિતે ખાસકરીને પિયરથી મહિલાઓ માટે નવા કપડાં, ફળો, મિઠાઈઓ, લગ્નેતરનો શણગાર વગેરે દીકરીના સાસરે મોકલવામાં આવે છે. આવો તમને જણાવીએ આ વખતે હરતાલિકા ત્રીજ (Hartalika Teej) ક્યારે આવે છે?

Hartalika Teej 2021 

Hartalika Teej

Image Credit: GOOGLE

ભાદરવા મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિની શરૂઆત 8 સપ્ટેમ્બરના રોજ થાય છે. તે દિવસે બુધવાર આવી રહ્યો છે. બુધવારની મોડી રાત્રે 2:33 એ શરૂઆત થશે. આ તિથિ 9 સપ્ટેમ્બરે રાત્રે 12:18 એ પૂર્ણ થશે. એવામાં ઉદયા તિથિ 9 સપ્ટેમ્બરે છે. આથી, હરતાલિકા ત્રીજનો ઉપવાસ 9 સપ્ટેમ્બરે ગુરુવારે રાખવામાં આવશે.

હરતાલિકા ત્રીજ 2021 પૂજા મહૂર્ત

આ વખતે હરતાલિકા ત્રીજની પૂજાના બે મહૂર્ત છે. પ્રથમ મહૂર્તનું આયોજન સવારનું છે.

બીજા મહૂર્તનું આયોજન પ્રદોષ કાળમાં એટલે કે સૂર્યાસ્ત પછીનું આવ્યું છે. 

સવારની પૂજા માટેનો મહૂર્ત

હરતાલિકા ત્રીજની સવારની પૂજા માટે તમારે 2:30 કલાકનો સમય મળશે. તમે આજના દિવસે સવારે 6:03 થી 8:33 ની વચ્ચે પૂજા કરવી હિતાવહ છે.

પ્રદોષ કાળની પૂજા માટેના મહૂર્ત

હરતાલિકા ત્રીજની પ્રદોષ પૂજા માટે સાંજે 6:33 મિનીટથી 8:51 મિનીટ સુધીનો મહૂર્ત છે.

Hartalika Teej નું મહત્વ

હરતાલિકા ત્રીજનો ઉપવાસ રાખવાથી પતિનું આયુષ્ય વધે છે. કુંવારી છોકરીઓને તેમની ઈચ્છા પ્રમાણેના વરની પ્રાપ્તિ થાય છે તેથી કુંવારી છોકરીઓ  પણ આ વ્રત રાખે છે. આ વ્રતના પુણ્યથી સંતાન વૃદ્ધિ પણ થાય છે.

 

આ પણ વાંચોઃ- Pithori Amavasaya ઉજવીને પિત્તૃદોષમાંથી મુક્તિ મેળવો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment