ટોક્યો પેરાલિમ્પિક્સ (Tokyo Paralympics) 2020 માં ભારતીય ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. આ વચ્ચે હવે તીરંદાજી (Archery)માં ભારતને પ્રથમ મેડલ (Medal)પણ મળી ગયો છે. ટોક્યો પેરાલિમ્પિક્સ 2020 માં ભારતીય તીરંદાજ (Archery)હરવિંદર સિંહે પેરા-તીરંદાજીમાં કોરિયાના કિમ મીન સુને 6-5થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
BRONZE MEDAL ALERT 🚨
Indian star @ArcherHarvinder wins 🥉Medal in recurve Archery
✨Wins India first Ever #archery Medal
✨Wins Three Shoot-off in the process
✨Wins India’s 13th Medal
✨And Yes beats #Kor for MedalChaa Gaye Sirji 🙏🙏#ParaArchery pic.twitter.com/v5jNk4yfmN
— IndiaSportsHub (@IndiaSportsHub) September 3, 2021
ટોક્યો પેરાલિમ્પિક્સ (Tokyo Paralympics) માં હરવિંદરની ટક્કર કોની સામે?
મેન્સ સિંગલ્સ રિકર્વ ઓપનની સેમિફાઇનલમાં હરવિંદર સિંહે જર્મનીના મેક સ્ર્ઝાર્સજેવ્સ્કીને 6-2થી હરાવીને સ્થાન મેળવ્યું હતું. મેડલ માટે તેની મેચ કોરિયાના કિમ મીન સુ સાથે હતી. બંને ખેલાડીઓ વચ્ચેની આ શાનદાર મેચનું પરિણામ શૂટ-ઓફમાં નીકળ્યું.
મેચમાં શું થયું?
આ પહેલા મેચમાં બંને ખેલાડીઓ વચ્ચે સારી ટક્કર જોવા મળી હતી. હરવિંદરે પહેલો સેટ જીત્યો તો બીજામાં કિમ મિન સુ પરત ફર્યો હતો, ત્રીજો સેટ ડ્રો રહ્યો, બાદમાં સેટ ચોથો હરવિંદર સિંહે જીત્યો. પાંચમા સેટમાં કોરિયન તીરંદાજ કિમ મીન સુએ વાપસી કરી અને મેચ ડ્રોમાં સમાપ્ત થઈ. ત્યારબાદ પરિણામ માટે શૂટ-ઓફનો સહારો લેવો પડ્યો હતો. શૂટ-ઓફમાં ભારતીય તીરંદાજે કોરિયન તીરંદાજને 10-8થી હરાવીને બ્રોન્ઝ મેડલ સુનિશ્ચિત કર્યું હતુ.
Outstanding performance by @ArcherHarvinder. He displayed great skill and determination, resulting in his medal victory. Congratulations to him for winning a historic Bronze medal. Proud of him. Wishing him the very best for the times ahead. #Paralympics #Praise4Para pic.twitter.com/qiwgMfitVz
— Narendra Modi (@narendramodi) September 3, 2021
વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા
તીરંદાજીમાં મેડલ જીતતતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરવિંદર સિંહને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ ટ્વિટ કરી લખ્યુ કે, હરવિંદરનું અદભૂત પ્રદર્શન. તેણે મહાન કુશળતા અને દ્રઢ સંકલ્પનું પ્રદર્શન કર્યુ, જેના પરિણામે તેને મેડલ મળ્યુ. ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીતવા બદલ તેમને અભિનંદન. મને તેમના પર ખૂબ ગર્વ છે. આવનારા સમય માટે તેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ટોક્યો પેરાલિમ્પિક્સ (Tokyo Paralympics) 2020 માં ભારતના નામે 13 મેડલ
તમને જણાવી દઈએ કે પેરાલિમ્પિક્સ 2021 ભારત માટે શાનદાર રહ્યું છે. ભારતે આ વર્ષે 13 મેડલ જીત્યા છે. જેમાં ભારતે શુક્રવારે જ ત્રણ મેડલ જીત્યા હતા. ભારતની શૂટર અવની લેખરા (Avni lakhera)એ શાનદાર પ્રદર્શન દાખવતા 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં પ્રથમ ગોલ્ડ મેડલ નામે કરી ચુકેલી અવનીએ 50 મીટર એર રાઇફલમાં પણ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. ક્વોલીફાયરમાં અવનીએ બીજા નંબર પર રહેતા ફાઇનલમાં સ્થાન બનાવ્યું હતુ. ભારત તરફથી અવની લેખરા ટોક્યો પેરાલિમ્પિક (Tokyo Paralympics)માં ગોલ્ડ મેડલ (Gold Medal)જીતનારી પ્રથમ મહિલા ખેલાડી છે. ભારતનો આ પેલાલિમ્પિક (Paralympics)માં 12 મો મેડલ હતો. આ પહેલા હાઇ જમ્પમાં પ્રવીણ કુમારે (Pravin Kumar)દેશને સિલ્વર મેડલ અપાવ્યો હતો. અવની ફાઇનલ મેચમાં શરૂઆતમાં થાપ ખાઇ ગઇ હતી, પરંતુ ત્યારબાદ તેને એલિમિનેશન રાઉન્ડમાં શાનદાર રમત દાખવી પરત ફરી અને ત્રીજા નંબર પર રહેતા બ્રોન્ઝ મેડલ (Bonze medal)નામે કર્યો છે. આ પહેલા અવની લેખરાએ 10 મીટર એર રાઇફલમાં ગોલ્ડ મેડલ નામે કર્યો હતો. આ મેડલ સાથે ભારતે ટોક્યો પેરાલિમ્પિક (Tokyo Paralympics)માં 12 મો મેડલ હાંસિલ કર્યો હતો.
આ પણ વાંચો: Tokyo Paralympics: અવની લેખરાનું શાનદાર પ્રદર્શન યથાવત, વધુ એક મેડલ નામે કર્યો
મહત્વનું છે કે, ટોક્યો પેરાલિમ્પિક્સ (Paralympics)માં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન યથાવત છે. પ્રવીણે હાઇ જમ્પ ઇવેન્ટમાં દેશને છઠ્ઠો સિલ્વર મેડલ અપાવ્યો છે. પ્રવીણે 2.07 મીટર લાંબા કૂદકા સાથે સિલ્વર મેડલ મેળવ્યો છે. આ જમ્પ સાથે પ્રવીણે એક નવો એશિયન રેકોર્ડ પણ પોતાને નામ કર્યો છે. પ્રવીણ મેચ દરમિયાન શાનદાર ફોર્મમાં હતો, પરંતુ છેલ્લી ક્ષણોમાં પોલેન્ડના ખેલાડી જોનાથન તેના પર ભારે પડ્યો અને 2.10 મીટરના જમ્પ સાથે ગોલ્ડ જીત્યો હતો. પેરાલિમ્પિક્સ (Paralympics)માં ભારતનો આ 11 મો મેડલ (Medal)હતો.
પ્રવીણે ફાઇનલ મેચ (Final match)માં પોલેન્ડના જોનાથન સામે કડી ટક્કરનો સામનો કર્યો હતો અને ગોલ્ડ માટે બંને વચ્ચે શાનદાર મેચ રમાઇ હતી. પ્રવીણ પોલિન્ડના ખેલાડી સામે સારી ટક્કર આપી રહ્યો હતો, પરંતુ તે જોનાથન દ્વારા 2.10 મીટરના લાંબી જમ્પની બરાબરી કરી શક્યો નહીં અને તેને સિલ્વર મેડલથી જ સંતોષ માનવો પડ્યો હતો. હાઇ જમ્પમાં આ ભારતનો ત્રીજો મેડ઼લ છે. આ પહેલા મરિયપ્પન થંગાવેલુ અને શરદ કુમારે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.. ભારતે અત્યાર સુધીમાં ટોક્યો પેરાલિમ્પિક્સ (Paralympics)માં 2 ગોલ્ડ, 6 સિલ્વર અને 3 બ્રોન્ઝ સાથે 11 મેડલ પોતાના નામે કર્યા છે.
ભારતની અવની લખેરાએ રચ્યો હતો ઈતિહાસ
જયપુરની અવની (Avni)એ ફાઇનલમાં 249.6 સ્કોર કરી અને વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી અને પ્રથમ સ્થાન મેળવ્યું હતુ. તેણીએ ચીનની ઝાંગ કુઇપીંગ (248.9 પોઇન્ટ) ને પાછળ છોડી હતી. યુક્રેન(Ukraine)ની ઇરિયાના શેતનિક (227.5) સાથે બ્રોન્ઝ મેડલ નામે કર્યો છે.
અવની પેરાલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે. આ રમતની શૂટિંગ સ્પર્ધામાં ભારતનો આ પ્રથમ મેડલ પણ છે. આ ઉપરાંત મહત્વની વાત તો એ છે કે ટોક્યો પેરાલિમ્પિક્સમાં આ દેશનો પ્રથમ ગોલ્ડ મેડલ (Gold Medal)પણ છે. પેરાલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતનાર તે ત્રીજી ભારતીય મહિલા છે.
આ પહેલા રવિવારે મહિલા ટેબલ ટેનિસ (Table tennis)ખેલાડી ભાવિના પટેલ અને હાઇ જમ્પર નિષાદ કુમારે સિલ્વર મેડલ જીત્યો હતો, પરંતુ ડિસ્કસ થ્રો F52 ઇવેન્ટમાં વિનોદ કુમારનો બ્રોન્ઝ મેડલ તેમના ક્વોલિફિકેશનને લઇને વિરોધ થયો જેવા પગલે તેના મેડલ પર રોક લગાવવામાં આવી છે.
ભારતીય પેરાલિમ્પિક સમિતિના પ્રમુખ દીપા મલિકે રિયો પેરાલિમ્પિક્સ 2016 માં ગોળા ફેંકમાં સિલ્વર મેડલ (Silver Medal)જીતીને આ ગેમ્સમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની હતી.
અવની પહેલા મુરલીકાંત પેટકર (મેન્સ સ્વિમિંગ, 1972), દેવેન્દ્ર ઝાઝરિયા (મેન્સ જવેલિન થ્રો, 2004 અને 2016) અને મરિયપ્પન થંગાવેલુ (મેન્સ હાઇ જમ્પ, 2016) એ ભારત તરફથી પેરાલિમ્પિક ગેમ્સ (Games)માં ગોલ્ડ મેડલ જીત્યા હતા.
અવની (Avni)એ આ પહેલા ક્વોલિફિકેશન રાઉન્ડમાં 21 શૂટરો વચ્ચે સાતમા સ્થાને રહીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેણે 60 સીરીઝમાં છ શોટ બાદ 621.7 નો સ્કોર કર્યો હતો, જે ટોચના આઠ નિશાનેબાજોમાં સ્થાન મેળવવા માટે પૂરતો હતો.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4