Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeએન્ટરટેઈન્મેન્ટ‘હસીન દિલરુબા’: પ્રેમના રંગો અને ફુલ સસ્પેન્સથી ભરપુર છે ફિલ્મનું ટ્રેલર

‘હસીન દિલરુબા’: પ્રેમના રંગો અને ફુલ સસ્પેન્સથી ભરપુર છે ફિલ્મનું ટ્રેલર

Haseen Dillruba
Share Now

ફિલ્મ : હસીન દિલરુબા ( Haseen Dillruba)

ડાયરેક્ટર: વિનિલ મૈથ્યુ

કલાકાર: તાપસી પન્નુ, વિક્રાંત મૈસી, હર્ષવર્ધન રાણે

રિલિઝ ડેટ: 2 જુલાઇ

એકવાર ફરી નેટફ્લિક્સ લઇને આવી રહ્યું છે, ખુન ખરાબા અને રોમાંચથી ભરપુર ફિલ્મ જેમા એક મર્ડર મિસ્ટ્રી દર્શાવાઇ છે. તાપસી પન્નુ અને વિક્રાંત મૈસીને ચમકાવતી ફિલ્મ હસીન દિલકુબા( Haseen Dillruba)નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે.

ફિલ્મ ( Haseen Dillruba ) હસીન દિલરુબાના ટ્રેલરમાં તાપસી પન્નુ(Taapsee Pannu), વિક્રાંત મૈસી (Vikrant Massey)અને હર્ષવર્ધન રાણે( Harshvardhan Rane ) ખતરનાક રોલમાં જોવા મળી રહ્યાં છે, આ સાથે ફિલ્મ ઓટીટી પર રિલીઝ થવાની છે. દર્શકો આ ટ્રેલરને ખુબ પસંદ કરી રહ્યાં છે, તાપસી અને વિક્રાંત તેમજ હર્ષ આ ફિલ્મમાં લોકોને ભરપુર મનોરંજન આપી રહ્યાં છે, આ સાથે ફિલ્મમાં લવ ટ્રાયએન્ગલ જોવા મળી રહ્યું છે.

FC-Trailer

PC: Imdb

કેવું છે ટ્રેલર?

ફિલ્મ હસીના દિલરુબાના ટ્રેલરની શરુઆતમાં જ બતાવી દીધી છે, ફિલ્મમાં હસીન દિલરુબા( Haseen Dillruba )નો રોલ તાપસી પન્નુએ નિભાવ્યો છે, જે દિનેશ પંડિતના ઉપન્યાસોની દિવાની છે. આ ફિલ્મામાં તાપસી પન્નુ એટલે કે હસીના દિલરુબા દિનેશ પંડિતના ઉપન્યાસના પાત્રોની જેમ જીવવા માંગે છે, રોમેન્ટીક, ડ્રામા, ફાઇટીંગ, મર્ડર અને લવ ટ્રાયએન્ગલ આ બધુ જ દર્શકોને એક જ ફિલ્મમાં જોવા મળી જશે.

ફિલ્મના ટ્રેલરમાં જ્યારે તાપસી પન્નુ અચાનક તેના પતિની હત્યા કરી દે છે, ત્યાંથી તેનું જીવન બદલાય છે, અને તેની ધરપકડ કરવામાં આવે છે. અહીંથી જ ફિલ્મની સ્ટોરી રસપ્રદ બને છે. અને રિઅલમાં ઉપન્યાસ અને રિઅલ લાઇફનો કોકલેટ જોવા મળે છે.

થ્રિલરથી ભરપુર ટ્રેલર

આ પણ વાચો: સુશાંતના રૂમમેટ સિદ્ધાર્થ પીઠાણીની જમાનત પર જલ્દી થશે સુનાવણી

આ ફિલ્મ માટે લાસ્ટ ઓપ્શન હતી તાપસી પન્નુ

તાપસી પન્નુ પાસે આ ફિલ્મ અચાનક નહોતી મળી, તેનુ કહેવુ છે કે, આ ફિલ્મ માટે તે લાસ્ટ ઓપ્સન હતી. કહેવાય છે ને કે જે વસ્તુ તમારા માટે બની હોય તે તમારા પાસે આવીને જ રહે છે. આ ફિલ્મમાં તાપસી પન્નુનો રોલ અને કામ તેમજ લુક બધુ જ ડિફરન્ટ છે.

Haseen Dillruba 01

PC:Imdb

જો વાત કરીએ વિક્રાંત મૈસીને તો ફિલ્મમાં તે એકદમ સિમ્પલ બોય છે, તેની સ્માઇલમાં જ અલગ જાદુ છે, દર્શકો પણ ખેંચી આવે છે, વિક્રાંત મૈસી દિપિકા પાદુકોણ સાથે પણ કામ કરી ચુક્યાં છે. ફિલ્મનું ટ્રેલર જબરદસ્ત થ્રિલરથી ભરેલી છે, બસ હવે 2 જુલાઇનો વેઇટ દર્શકો કરી રહ્યાં છે ત્યારે જોવા મળશે કે ફિલ્મના ટ્રેલરમાં દર્શાવવામાં આવેલી મસાલેદાર, થ્રિલર સ્ટોરી કેટલી દર્શકોના મનને જીતી શકે છે. આ ફિલ્મ (Netflix) પર રિલીઝ થવાની છે.  

આજ રીતે બોલિવુડ, એન્ટરટેન્મેન્ટ, ફિલ્મ, રિવ્યુ, ટ્રેલર માટે અપડેટ રહેવા તેમજ દેશ વિદેશના સમાચારો જાણવા માટે જોતા રહો Ottindia… 

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment