હિમાલય અને ગુજરાતના ગિરનારની વાત સાંભળી હશે,,પરંતુ શું તમે શ્રીફળના પહાડ વિશે ક્યારેય સાંભળ્યું છે ખરા…જીહા શ્રીફળનો પહાડ…અહી આવેલું છે હનુમાન દાદાનુ્ં મંદિર…તમને અહિંયા આવી ને આંનદનો અનુભવ તો થાશે. પરંતું અહિંયાનું વાતાવરણ તમને આનંદમય બનાવી દેશે.તો આ મદિંર સાથે એક અનોખો પહાડ પણ જોવા મળશે.દુરથી તેમને લાગશે કે નાનો એવો પર્વત છે. જો કે પર્વત તો છે..પરંતુ તે માટી કે પથ્થરનો નહી…શ્રીફળનો છે.જી હા આ પર્વત છે શ્રીફળનો.તો બનાસકાંઠા જિલ્લામાં આવેલ ગેળા હનુમાન મંદિરની..જ્યાં માટી કે પથ્થરનો નહી પરંતુ શ્રીફળનો પર્વત છે. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાથી માત્ર છ કિલોમીટરના અંતરે આવેલું ગેળા ગામ…જ્યાં આવેલું છે હનુમાનદાદાનું પૌરાણિક મંદિર…પરંતુ અહી બનેલો શ્રીફળનો પર્વત ભક્તોમાં સૌથી મોટું આકર્ષણનો કેન્દ્ર છે.
શું છે આ હનુમાનજીનો(hanumanji) ઇતિહાસ
શ્રીફળના પર્વત પાછળ આખરે કઈ રહસ્યમયી કહાની છૂપાયેલી છે…પર્વત પાછળની કહાની જાણીએ તે પહેલા હનુમાન દાદાના પ્રગટ થવાની કહાની જાણવી એટલી જરુરી છે… મંદિરના પુજારી પાસેથી જાણવા મળ્યું કે આ કહાની 700 વર્ષ જૂની છે…એક દંતકથા પ્રમાણે અહી ખીજડાના વૃક્ષનીચે સ્વયંભૂ હનુમાન દાદાની શીલા પ્રગટ થઈ હતી…તે સમયે કેટલાક ગોવાળ ગાયો ચરાવી અહી ખીજડાના વૃક્ષનીચે આરામ કરવા આવ્યા..જ્યાં હનુમાન દાદાની મૂર્તિ નજરે પડતાં જ તેઓ પુજા કરી..તો કેટલાક અધર્મીઓએ મૂર્તિને સામાન્ય પથ્થર ગણી ખોદકામ કર્યું..પરંતુ શીલાનો અંતના આવ્યા…પાડાને દોરડા બાંધી શીલાને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો..પરંતુ પાડાના મોત થયા…બસ ત્યારથી શીલા સ્વરુપે હનુમાનજી ત્યાં બિરાજમાન થયા…
આ પણ વાંચો :એક એવું ગામ જ્યાં 40 વર્ષથી નથી સંભળાયો ભુલકાઓનો કલરવ..શું છે રોચક ઇતિહાસ ?
શ્રીફળનો પર્વત બન્યો કેવી રીતે ?
શ્રીફળના પર્વત પાછળ અન્ય કહાની છે…વર્ષો પહેલા અહી એક સંત વિચરણ કરતા આવી પહોંચ્યા.,.અને તેઓ મંદિરમાં પડેલા શ્રીફળ વધેરીને બાળકોને પ્રસાદ આપ્યો…સંત અચાનક બિમાર પડ્યા…પેટમાં જોરદાર દુખાવો ઉપડ્યો…તે સમયે સંતે હનુમાન દાદાને પ્રાર્થના કરી કે શ્રીફળની પ્રસાદી વહેંચવાથી બીમાર હોઉતો જેટલા શ્રીફળ મે વધેર્યા છે..તેનાથી ડબલ શ્રીફળ ચઢાવીશ..બાદમાં દુખાવો શાંત થાય છે..સંતે શ્રીફળ ચઢાવ્યા…સાથે હનુમાન દાદાને મીઠો ઠપકો પણ આપ્યો કે મારા જેવા સંત પાસેથી ડબલ શ્રીફળ લીધા છે..હવે શ્રીફળનો પહાડ કરી બતાવજો..બસ ત્યારથી જ અહી શ્રીફળનો પહાડ બન્યો..અહી આવતા શ્રદ્ધાળું શ્રીફળ વધેરવાની સાથે સાથે શ્રીફળ રમતુ મુકવા લાગ્યા…જેનો ધીરેધીરે પહાડ રચાયો…શ્રીફળના પહાડમાંથી કોઈ શ્રીફળ લઈ જઈ શક્તું નથી…અને વર્ષોથી પડેલા શ્રીફળ બગડતા પણ નથી…કે નથી તેમાંથી કોઈ દૂર્ગંધ આવતી..આખરે મંદિરનું નામ પણ શ્રીફળ મંદિર રાખવામાં આવ્યુ્ં .દર શનિવારે અહી દુર દુરથી ભક્તો હનુમાન દાદાના દર્શન કરવા આવે છે…કોઈ પગપાળા તો કોઈ વાહનો લઈને દર્શન કરવા પહોંચે છે…શનિવારે અહી મેળા જેવો માહોલ છે..ભક્તોનું માનવું છે કે સાચી શ્રદ્ધાથી પૂજન અર્ચન કરવાથી મનોકામના પૂર્ણ થાય છે..એક દાવો તો એવો પણ છે કે મૂર્ત પર મંદિર નિર્માણની હનુમાન દાદા પરવાનગી નથી આપી રહ્યા…અને શ્રીફળનો પહાડ એજ પોતાનું મંદિર ગણાવે છે..હાલ મૂર્તિ પર એક નાનો સેડ બાંધવામાં આવ્યો છે..હનુમાન દાદાના મંદિરના કારણે ગામ લોકોને પણ સારી રોજગાળી મળી રહી છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4