Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / November 26.
Homeન્યૂઝરાજ્યમાં નવા વર્ષથી શરૂ થશે હજીરા-દીવ-હજીરાની ક્રૂઝ સર્વિસ

રાજ્યમાં નવા વર્ષથી શરૂ થશે હજીરા-દીવ-હજીરાની ક્રૂઝ સર્વિસ

cruise
Share Now

રાજ્યના ફરવાના શોખીન લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના નાગરિકોને હવે મજા માણવા માટે ગોવા લાંબુ નહીં થવુ પડે. આ વ્યવસ્થા હવે ઘર આંગણે પણ મળી રહેશે! ગુજરાતમાં ક્રૂઝ (Cruise)સેવા શરૂ થશે. જી હા એ સાચુ છે. હજીરા-ઘોઘા રો રો પેક્સ શરૂ થયા બાદ 7 મહિના પછી મુંબઇ મેડેન 5 નવેમ્બરથી હજીરા-દીવ-હજીરાની ક્રૂઝ શરૂ કરી રહી છે. આ ક્રૂઝમાં બિયર, વ્હિસ્કી, વાઇન અને વોડકા સહિતના લિકર પણ મળશે. ઉપરાંત ક્રૂઝમાં કસિનો, નાઇટ ક્લબ , રેસ્ટોરન્ટ અને હોટલ જેવી પણ સુવિધા હશે.

Cruise નું ભાડુ શું હશે?

મુંબઇ મેડેનના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, 31 માર્ચ, 2020થી આ ક્રૂઝ શરૂ થઈ હતી. પણ એપ્રિલથી કોરોના વધતા બંધ કરાઈ હતી. સુરત-દીવના VIP લોન્જના 3000, પ્રિમિયન સિંગલ-કેબિનના 5000 પ્રિમિયમ ડબલ કેબિનના 7000 છે. હજીરા-દીવ-હજીરાનું વિઆઇપી લોન્ચનું 6000, પ્રિમિયમ સિંગલનું 8500, ડબલનું 12,000 છે.

આ પણ વાંચો: દિવાળીના તહેવારને લઇને ખાનગી બસ સંચાલકોની ઉઘાડી લૂંટ, ભાડામાં તોતીંગ વધારો

ક્રૂઝ હજીરા (Hazira)થી 18ઃ30 કલાકે ઉપડી છઠ્ઠીએ 8ઃ30 કલાકે દીવ પહોંચશે. 7મીએ 12ઃ00 કલાકે ઉપડી 8મીએ હજીરા 2ઃ00 કલાકે પહોંચાડશે. 14 કલાકની મુસાફરી હશે. ક્રૂઝ સુરતના હજીરા એસ્સાર પોર્ટથી ઉપડશે. હજીરા-હાઇ સી-હજીરા રાતે 22ઃ00 કલાકે ઉપડીને હાઇ સીમાં જશે અને બીજા દિવસે સવારે 6ઃ00 કલાકે પરત થશે. આ સાથે દીવ- હાઇ સી-દીવની દીવથી 21ઃ00 કલાકે ઉપડીને હાઇ સીમાં જઇને બીજા દિવસે 6ઃ00 કલાકે ફરી દીવ આવશે.

Cruise ડ્રગ્સ સાથે પકડાશે તો પોલીસને હવાલે

મુંબઈમાં એનસીબી (NCB)ની ક્રૂઝ પર રેઇડ (Raid)બાદ મુંબઇ મેડેને સૂચના જાહેર કરી છે કે, ડ્રગ્સ જેવા પદાર્થ સાથે કોઇ પકડાશે તો ક્રૂઝની સિક્યુરિટી તેને પકડીને પોલીસને હવાલે કરશે.

ક્રૂઝ પહોંચ્યું દીવમાં જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment