Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 15.
Homeન્યૂઝ હિન્દુસ્તાન કોપર પર વેદાંતાની નજર

 હિન્દુસ્તાન કોપર પર વેદાંતાની નજર

HCL Acquisition : Vedanta's gaze on Hindustan Copper
Share Now

 

નવી દિલ્હી : ખાણ-ખનીજ ક્ષેત્રની દિગ્ગજ કંપની વેદાંતા (Vedanta) જાહેર ક્ષેત્રની હિન્દુસ્તાન કોપર લીમીટેડ (HCL)નું અધિગ્રહણ (Hindustan Copper Vedanta Acquisition) કરવાનો વિચાર કરી રહી છે. વેદાંતા ગ્રુપના સંસ્થાપક અનીલ અગ્રવાલે કહ્યું છે કે સરકાર જયારે પણ જાહેર ક્ષેત્રની કંપનીનું ખાનગીકરણ કરશે ત્યારે અમે તેમાં હિસ્સેદારી ખરીદવા (Stake Purchase) પર વિચારણા કરીશું.

 

HCL Acquisition : Vedanta's gaze on Hindustan Copper

Hindustan Copper Vedanata Acquisition

તેમણે કહ્યું હતું કે હા અમારી હિન્દુસ્તાન કોપર પર નજર છે. હાલતો અધિગ્રહણ(Hindustan Copper Vedanta Acquisition) માટે વિવિધ પાસાઓ પર ચર્ચા કરી રહ્યા છીએ. હાલ હજુ તેની તારીખ જાહેર થઇ નથી. ઝામ્બીયામાં કોન્કોલા તાંબાની ખાણમાં થયેલ પ્રગતિ અંગે અગ્રવાલે કહ્યું હતું કે આફ્રિકી દેશની સરકાર કંપની સાથે આ મામલે કામ કરવાની પ્રક્રિયામાં છે.

આ પણ વાંચો : ટાટા-મિસ્ત્રી વિવાદમાં નવો વળાંક : SP ગૃપે ટાટા સન્સના શેર ગીરવે મુકવા કાઢ્યાં

વેદાંતા રોકાણ-રોજગારીની વિચારણામાં

એક ઈન્ટરવ્યુંમાં અગ્રવાલે કહ્યું હતું કે ઝામ્બીયાની પાછલી સરકારે અમારી સંપતિઓ લઇ લીધી હતી. હવે તેમણે પહેલાથી જ જાહેર કરી દીઘું છે કે તે અમારી સાથે કામ કરવાની પ્રક્રિયામાં છે કારણ કે ભારત સરકાર સાથે તે સારા સબંધ ઈચ્છે છે. મને આશા છે કે થોડા સમયમાં જ અમને અમારી સંપત્તિ પરત મળી જશે. અમે તેના આધુનિકીકરણ માટે મોટું રોકાણ (Investment) કરીશું અને સાથે જ ત્યાં રોજગારી (Employment) પણ ઉભી કરીશું.

Vedanta Ltd

અધિગ્રહણ અંગે શું કહે છે વેદાંતા?

ન્યુયોર્ક શેર બજારમાં અમેરિકન ડીપોઝીટરી શેર (American Depository Share) હટાવવા અંગે અગ્રવાલે કહ્યું હતું કે અમે તેના માટે પહેલાથી જ અરજી કરી હતી. અમે તેમના તરફથી પુષ્ટિની રાહ જોઈ રહ્યાં છીએ. તેમણે કહ્યું હતું કે હવે એડીઆર (ADR)માં કોઈ ઉતાર-ચડાવ નથી. લિસ્ટેડ કંપની હોવાના કારણે વધુ ખર્ચ કરવો પડે છે. પ્રતિ વર્ષ ઘણાં દસ્તાવેજ જમા (Document Submission) કરાવવા પડે છે. જેથી એડીઆરને યથાવત રાખવાનો કોઈ લાભ નથી.

HCL Acquisition

 

અગ્રવાલે કહ્યું હતું કે જયારે બીજીબાજુ ભારતીય શેર બજાર (Indian Share Market) મજબૂત છે. જેથી બિનજરૂરી ખર્ચ બચાવવા માટે ADR હટાવવાનો નિર્ણય કર્યો હતો.

 

આ પણ વાંચો : Cruise Rave Party માં ઘરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી કેટલી માત્રામાં ડ્રગ્સ જપ્ત થયુ!

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment