Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / May 16.
Homeન્યૂઝઉભા પાકમાં આવ્યો મુંડાનો રોગ

ઉભા પાકમાં આવ્યો મુંડાનો રોગ

Share Now

રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં મગફળીના ઉભા પાકમાં મુંડાનો રોગ મોટા પ્રમાણમાં આવી ગયો છે જેથી ખેડૂતો ચિંતિત બની ગયા છે. ભીમ અગિયારસના દિવસે સારો વરસાદ થતા ખેડૂતોએ વાવણી કરી નાખી હતી. ત્યારબાદ ખેડૂતોને સારો પાક થવાની અને તેના સારા ભાવ મળવાની આશા હતી પણ કુદરત જાણે ખેડૂતોથી રુઠ્યો હોય તેમ વરસાદ ખેંચાયો અને હવે તેમા મુંડાનો રોગ આવી ગયો છે.

dhoraji photo

ગુજરાતમાં બધે જ વરસાદનો અભાવ છે. જો કે, છેલ્લા 2 – 3 દિવસથી ક્યાંક ક્યાંક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે શ્રાવણી પર્વ પર સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની મહેર થાય તે તેવી આશા લોકોમાં સેવાઈ રહી છે. તો હવામાન વિભાગ દ્વારા પણ આગાહી તો કરવામાં આવી છે પરંતુ બપોર બાદ વરસાદી માહોલ બંધાય છે અને મેઘરાજા હાથતાળી આપીને જતા રહે છે. ત્યારે ખેડૂતો ફરી નિરાશ થઇ જાય છે. પહેલા વાવાઝોડાથી થયેલું નુકસાન, બાદમાં વરસાદ ખેંચાતા ફરીથી લેવા પડેલા બિયારણો અને મોંઘા ખાતર અને હવે પાકમાં આવી ગયેલા રોગ અને ઈયળોથી જગતનો તાત ચિંતામાં ડૂબ્યો છે. ખેડૂતો પાયમાલી તરફ ઢસડાઇ રહ્યા છે. ત્યારે ધોરાજી પંથકમાં ખેડૂતો પરેશાન થઇ ગયા છે. 

dhoraji photo

ખેડૂતો ભવિષ્યને લઇ ખુબ મોટી ચિંતામાં દેખાઈ રહ્યા છે, અને મોલ પણ સુકાઈ રહ્યો છે. પાંદડા પીળા પડી રહ્યા છે. અને વાતાવરણમાં આવી રહેલા ફેરપલટાને કારણે મગફળીના પાકમાં ફૂગ જન્ય રોગ આવી ગયા છે જેના કારણે મગફળીનો પાક વૃદ્ધિ કરતો અટકી ગયો છે અને ખેડૂતોની ચિંતામાં ફરી એક વાર વધારો થયો છે. લીલી ઈયળનો આંતક પણ અહી એટલો જ છે જેના કારણે આ વર્ષ મગફળીના પાકમાં ભારે નુકસાની જવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષ વાવેતરથી લઈ અને અત્યાર સુધી એક વીઘા દીઠ પાંચથી છ હજારનો ખર્ચ કર્યો પરંતુ વાવેતર સમયે કરેલ ખર્ચ પણ નહિ નીકળે અને ખેડૂતો દેવાના ડુંગરમાં દબાઈ જશે.

dhoraji photo

કૃષિ નિષ્ણાંતોનું કહેવું છે કે, આ વર્ષ વરસાદ ખેંચાયો છે અને મગફળીનું વાવેતર કરતા સમયે ખેડ કર્યા બાદ જમીનમાં છાણીયું ખાતર ભરવું જોઈ અને યોગ્ય સમયે કૃષિ નિષ્ણાંતની સલાહ અનુસાર દવાનો છંટકાવ કરવો જોઈએ જેથી પાકને રોગ થી બચાવી શકાય. જો કે, મોંઘવારી પણ એટલી હદે વધી રહી છે કે મોંઘવારીથી પણ વધુ ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

જુઓ આ વિડીયો : પાકમાં આવ્યો મુંડાનો રોગ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment