Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeહેલ્થસ્વાસ્થ્યવર્ધક જાંબુના છે અનેક ગુણો

સ્વાસ્થ્યવર્ધક જાંબુના છે અનેક ગુણો

Share Now

મે મહિનાથી જ બજારમાં જાંબુ મળવાના શરૂ થઈ જાય છે. તેના ઘેરા કાળા રંગને કારણે તે દૂરથી પણ ઓળખાઈ જાય છે. જાંબુ સ્થાનિક ફળ છે પણ તેના ફાયદા અનેક છે. જાંબુ મોટા અને નાના બે પ્રકારના મળે છે જેમાં મોટા જાંબુનો પલ્પ સફેદ રંગનો જ્યારે નાના દેશી જાંબુનો પલ્પ એકદમ જાંબલી રંગનો હોય છે. માણસોની જેમ જ પશુઓ અને પ્રાણીઓ પણ જાંબુ મન ભરીને આરોગે છે. જાંબુ સ્વાસ્થ્ય માટે કેટલા ગુણકારી છે તે તમને જણાવી દઈએ.

જાંબુના ગુણો

જાંબુનું વૃક્ષ 30 થી 40 ફુટ સુધીની ઉંચાઇ ધરાવતું હોય છે. તેના ફળ લીલા રંગના હોય છે અને જેમ-જેમ પાકે છે તેમ તેમ તે ઘેરા કાળા રંગના થઈ જાય છે. પાકેલા ફળો નીચે પડી જાય છે. જાંબુની તાસીર આમ જોવા જઈએ તો ઠંડી હોય છે. જાંબુ ખાવાથી ભૂખ વધે છે તેમ જ શરીરની પાચનક્રિયા પણ હળવી થાય છે. જંબુમાંથી ઘણા પ્રકારના મિનરલ્સ મળે છે. કેલ્શિયમ, આયરન, વિટામિન સી, ફોસ્ફરસ જેવા તત્વ ભરપૂર માત્રામાં હોય છે. જાંબુમાં ફોલિક એસિડ પણ હોય છે. 

image : google

 જાંબુ હાડકા માટે ખૂબ જ ઉત્તમ ઔષધ છે. તેમજ રક્તની શુદ્ધિ માટે પણ તેનો ઉપયોગ થાય છે. જાંબુના પાનનો પણ ઉપયોગ મોઢાની સમસ્યા માટે ઘણો થાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુના ફળ અમૃત સમાન છે. જાંબુના ઠળિયા, છાલ, ગર્ભ તમામ વસ્તુઓ ડાયાબિટીસમાં કામ આવે છે. ડાયાબિટીસના દર્દીઓએ દિવસમાં 150 ગ્રામ જાંબુ ખાવા જોઈએ જેથી શરીરમાં ગ્લુકોઝની માત્રા નિયંત્રણમાં રહે. ઘણાં વૈધો જાંબુના ઠળિયામાંથી ચૂર્ણ બનાવતા હોય છે જાંબુના ઠળિયાનું ચુર્ણ શરીરની સ્ટાર્સ શર્કરાની માત્રાને પણ જાળવે છે. જાંબુના ઠળિયાનો પાઉડર ખૂબ જ ઓછી માત્રામાં લેવાનો હોય છે વધુ માત્રામાં લેવાથી નુકસાન પણ કરે છે.

આ પણ વાંચો : ગરમીમાં કરો આ ફળનું સેવન, ઘણી ગંભીર બીમારીઓથી રહેશો દુર

 હૃદયરોગમાં જાંબુના ફળ એક અકસીર ઈલાજ છે તેમજ જાંબુના ઠળિયાને ઘસી અને જ્યાં પણ ઘા પડ્યો હોય તેના પર લગાવવાથી થોડા સમયમાં રાહત મળી જાય છે. જાંબુમાં રહેલા ઍસિડ પથરી ઓગાળવા માટે ખૂબ જ સક્ષમ હોય છે ગમે એવી પથરી હોય તો જાંબુના સેવનથી તે ધીરે ધીરે ઓછી થવાની શક્યતા ખૂબ જ રહેલી છે.  જાંબુનો જ્યુસ પીવાથી પેટના રોગો જેવાકે અપચો કે એસીડીટીમાં ખૂબ જ રાહત આપે છે. આગથી બળેલા અથવા દાઝેલા ભાગ ઉપર જાંબુના પાનનો લેપ લગાવવાથી થોડા સમયમાં એ ડાઘ દૂર થઈ જાય છે.  ભૂખ ઓછી લાગતી હોય અને ભૂખ વધારવી હોય તો જાંબુનો રસ કાઢી તેનું સેવન કરવાથી ભૂખ માં પણ વધારો થાય છે.

image : google

 

 દાંતનો દુખાવો હોય, પેઢામાં સોજો આવી ગયો હોય, મોંની દુર્ગંધ હોય તો એના માટે જાંબુ એક ખૂબ જ સારો ઉપાય છે. 50 ગ્રામ જાંબુના પાનમાં થોડા મરી નાખી તેને બરાબર પાણીમાં ઉકાળી અને તે પાણીને ઠંડું પડી પછી કોગળા કરવાથી આ તમામ સમસ્યાઓ દૂર થાય છે.  ઊલટીમાં પણ જાંબુનો રસ રાહત આપે છે. તેમજ રક્ત શુદ્ધિ ના કારણે સૌંદર્યમાં પણ વધારો કરે છે.

જાંબુ એન્ટી ઓક્સિડન્ટ્સ હોવાથી કેન્સર સામે પણ રક્ષણ આપે છે. કેન્સરમાં જાંબુ ખાવાથી કિમોથેરાપી અને રેડિએશનથી આપણને મુક્તિ મળે છે. આમ જાંબુ અનેક રીતે ફાયદાકારક છે. માટે સિઝનમાં જ્યારે પણ જાંબુ મળે ત્યારે ખાઈ લેવા જોઈએ. તેનાથી ઈમ્યુનિટીમાં પણ વધારો થાય છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment