Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeહેલ્થઅનેક રોગોમાં જાયફળના પ્રયોગો છે અસરકારક

અનેક રોગોમાં જાયફળના પ્રયોગો છે અસરકારક

Share Now

જાયફળનો ઉપયોગ ભારતમાં મસાલાઓમાં અને વ્યંજનમાં મોટા પ્રમાણમાં થાય છે. જાયફળનો ઉપયોગ અનેક રોગોમાં પણ કરવામાં આવે છે. ઇગ્લિંશમાં તેને Nutmug કહેવાય છે. પણ શું તમે જાણો છો જાયફળનું વૃક્ષ કેવુ હોય છે ? તેની કેટલી જાતિઓ હોય છે ? જાયફળ સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક હોય છે ? તો ચાલો જાણીએ જાયફળ વિશેની રસપ્રદ વાતો..

સૌથી પહેલા વાત કરીએ જાયફળના વૃક્ષની. જાયફળનું વૃક્ષ ખુબ જ મોટું હોય છે. તેની 80 અલગ અલગ પ્રજાતિ માનવામાં આવે છે. ભારત અને માલદ્વીપમાં કુલ 30 જાતિઓ મળી આવે છે. જાયફળના વૃક્ષ મૂળ રૂપે એશિયા મહાદ્વીપના પૂર્વમાં સ્થિત મલાકા દ્વીપમાં જોવા મળે છે. તેમાં નર અને માદા એમ બે પ્રકાર હોય છે. જેમાં માદા જાતિના જાયફળના ફૂલ નાની નાની મંજરીઓ પર આવે છે અને પાંદડા ભાલા જેવા પહોળા હોય છે. નર જાતિના જાયફળ વૃક્ષના પાંદડા મોટા હોય છે અને તેને અંગ્રેજીમાં મીરીસ્ટિકા મેક્રોફીલા કહે છે. આ પાંદડાને મસળતા થોડી સુગંધ આવે છે. આ વૃક્ષ પર ફૂલ આવે છે પણ પુષ્પકોષ હોતા નથી.

image : flickr

જાયફળનાં સ્વાસ્થ્યવર્ધક પ્રયોગો

  • ઝાડામાં જાયફળ અક્સિર છે. નાના બાળકોને શરદીને કારણે ઝાડા થતા હોય તો તેને પાણીમાં ઘસીને પીવડાવવાથી ઝાડા મટે છે. અપચાને કારણે ઝાડા થતા હોય તો જાયફળને ગોળમાં ભેળવીને તેની નાની ગોળીઓ બનાવી 1-1 ગોળી 2-2 કલાકે ખાવાથી રાહત થાય છે. જાયફળને પાણીમાં ઘસીને વાટેલી વરિયાળી સાથે પણ બાળકોને આપી શકાય છે જેથી તેમને ઝાડામાં રાહત થાય. 1 ગ્રામ જાયફળના ચૂર્ણને અડધા કપ પાણી સાથે દિવસમાં સવારે અને સાંજે પીવું. તેનાથી પેટ ફુલાવું, પેટમાં દર્દ થવું અને પાતળા ઝાડા બંધ થઈ જાય છે.
  • અનિંદ્રાની સમસ્યા હોય તો ગાયના ઘીમાં જાયફળ ઘસીને પગના તળીએ અને આંખોની પાંપણો પર લગાવવું, તેનાથી ઊંઘ સારી આવે છે. જાયફળને પાણી કે ઘીમાં ઘસીને પાંપણો પર લેપની જેમ લગાવવાથી ઊંઘ સારી આવે છે. એક ચપટી જાયફળનો પાવડર રાત્રે સુતા પહેલા દૂધમાં નાખીને પીવાથી પણ રાત્રે ઉંઘ સારી આવે છે.

આ પણ વાંચો : સ્વાસ્થ્યવર્ધક જાંબુના છે અનેક ગુણો

  • શરદી અને કફમાં જાયફળને પાણીમાં ઘસીને લેપ બનાવી લેવો. આ લેપને નાક પર, નખ પર અને છાતી પર ઘસવાથી જલ્દી આરામ મળે છે. સાથે જાયફળનું ચૂર્ણ સુંઠના ચૂર્ણ સાથે બરાબર માત્રામાં ભેળવીને તેના ચોથા ભાગનું ચમચી 2 વખત ખવરાવવું. તેનાથી શરદી અને કફની તકલીફ દુર થઈ જશે. જાયફળ વાટેલું એક ચપટીની માત્રામાં લઈને દૂધમાં ભેળવીને આપવાથી શરદીની અસર ઠીક થઈ જાય છે. તેને શરદીમાં સેવન કરવાથી શરદી લાગતી નથી.

image : omax

  • દમની સમસ્યા હોય તો લગભગ 1 ગ્રામની માત્રામાં જાયફળના ચૂર્ણને એક ગ્રામ પાણી સાથે સવારે અને સાંજે લેવાથી દમનો રોગ ઠીક થઈ જાય છે. એક ગ્રામ જાયફળ અને એક ગ્રામ લવિંગના ચૂર્ણમાં ૩ ગ્રામ મધ અને 182 મીલીગ્રામ બંગ ભસ્મ ભેળવીને ખાવાથી શ્વાસના રોગમાં લાભ મળે છે.
  • કફની પ્રકૃતિ વધારે હોય તો જાયફળ, સુંઠ અને જાવિત્રીને એક સાથે વાટીને કોઈ કપડામાં બાંધીને સુંઘવાથી કફમાં આરામ મળે છે. જાયફળને પાણી સાથે વાટીને મધમાં ભેળવીને સવારે અને સાંજે બાળકોને ચટાડવાથી બાળકોને વારંવાર થનારો કફ ઠીક થઈ જાય છે. જાયફળ અને સુંઠને ગાયના ઘીમાં ઘસીને ચટાડવાથી બાળકોનો કફના કારણે થનારા ઝાડા બંધ થઇ જાય છે.
  • હરસમસાની તકલીફ હોય તો 10 જાયફળને દેશી ઘીમાં એટલું શેકો કે જેથી તે સુકાઈ જાય. તેને વાટી કે ગાળીને તેમાં બે કપ ઘઉંનો લોટ ઘીમાં શેકો અને સાકર ભેળવીને રાખી લો. તેને 1 ચમચી દરરોજ સવારે ખાલી પેટ ખાઓ. તેનાથી હરસમસા મટે છે. જાયફળના બીજોનો ગર્ભ 25 ગ્રામ તથા વરીયાળી 25 ગ્રામ ખાંડીને તેમાં 50 ગ્રામ ખાંડ ભેળવી દો. આ મિશ્રણને ૩-૩ ગ્રામની માત્રામાં દરરોજ સવારે અને સાંજે પાણી સાથે લેવાથી લોહીવાળા હરસમસા મટે છે.
  • મોઢાની દુર્ગંધની સમસ્યા હોય તો જાયફળના નાના નાના ટુકડાને દિવસમાં 2 થી ૩ વખત ચૂસતા રહેવાથી મોઢાની દુર્ગંધ અને ફીકાપણું દુર થઈ જાય છે. જાયફળના ટુકડા 240 થી 360 મીલીગ્રામની માત્રામાં ચાવવાથી મોઢાની દુર્ગંધ દુર થઈ જાય છે. તેના સેવનથી ચક્કર આવવા અને મૂર્છા લાગવી વગેરે મટે છે.
  • કમર દર્દ રહેતો હોય તો પાનમાં જાયફળનો ટુકડો નાખીને ખાવાથી અને જાયફળને પાણીમાં ઘસીને બનેલા લેપને ગરમ ગરમ કમરમાં લગાવીને માલીશ કરવી. તેનાથી કમરનું દર્દ મટે છે. જાયફળને પાણી સાથે ઘસી લો પછી તેને 200 મિલીલીટર તલના તેલમાં સારી રીતે ગરમ કરી લેવું. ઠંડુ થયા બાદ કમર પર માલીશ કરવાથી કમરના દર્દથી છુટકારો મળે છે.
  • બાળકોને દૂધ ન પચવું હોય તો આવા બાળકો માટે પણ જાયફળ ઉપયોગી છે. માનું દૂધ છોડીને બાળકને બીજું દૂધ પીવરાવવાથી તે બાળકને બરાબર પચતું નથી. આ સમસ્યાના ઈલાજ માટે દુધમાં એક જાયફળ નાખીને ખુબ ઉકાળવું. આ પછી ઠંડું પડ્યા બાદ બાળકને પીવા આપવું જેનાથી દૂધ આસાનીથી હજમ થશે.
  • ખીલનાં ડાઘ રહી જતા હોય તો કાચા દુધમાં જાયફળ ઘસીને દરરોજ સવારે અને રાત્રે આખા ચહેરા પર લગાવવાથી ખીલમાં પડેલા ડાઘ દુર થઈ જાય છે અને ચહેરાની સુંદરતા ઉઘડે છે. લીંબુના રસમાં જાયફળ ઘસીને 2 ચમચીની માત્રામાં સવારે અને સાંજે ભોજન પછી સેવન કરવાથી ગેસ, કબજિયાતની તકલીફ દુર થાય છે. રૂના પૂમડાથી જાયફળનું તેલ દાંતના મૂળમાં લગાવવાથી દર્દમાં આરામ મળે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment