Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / September 30.
Homeહેલ્થસ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિ વધારતા દાડમ

સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિ વધારતા દાડમ

Share Now

એકદમ લાલ કે ઘાટ્ટા ગુલાબી રંગનું ફળ દાડમ દેખાવમાં જેટલુ આકર્ષક લાગે છે તેના ફાયદા તેનાથી પણ વધારે છે. દાડમડીના ઝાડને શરૂઆતમાં ફૂલો આવે છે તેનું પણ સુંદર નામ છે ‘ગુલનાર’. આ ફૂલો કસુંબી રંગના હોય છે. 
દાડમના ગુણ જેટલા સુંદર છે તેટલા જ તેનાં વૃક્ષો અને ફૂલો પણ સુંદર હોય છે. દાડમ ભલે મીઠાં ન હોય તેના ખાટા કે મીઠા દાણા ગુણકારી છે. તેમાં વિટામિન સી 30 ટકા હોય છે. અને બીજાં ઘણાં કીમતી ખનિજો હોય છે. અંગ્રેજીમાં દાડમને પોમગ્રેનેટ કહે છે(pomegranate). દાડમની દાદાગીરી છે કે તે અનેક સુંદર નામે ઓળખાય છે. દાડિમ, અનાર, મસ્કતી દાડમ વગેરે. માર્ચ મહિનાથી જ દાડમ મળવાની શરૂઆત થઈ જાય છે અને દેશના અમુક હિસ્સાઓમાં તો બારેમાસ દાડમ મળી રહે છે. હવે દાડમ કેટલુ સ્વાસ્થ્યપ્રદ છે તે પણ જાણી લઈએ.

image: google

સારા સ્વાસ્થ્ય માટે દાડમનો ઉપયોગ

ફક્ત દાડમના દાણા અને રસ જ નહી પણ તેના પાન અને છાલ પણ એટલી જ ગુણકારી છે. સૌથી પહેલા દાડમડીના પાનનો ઉપયોગ જાણી લઈએ. શારીરિક ગરમીને કારણે મોમાં ચાંદા પડતા હોય છે. અડધા લીટર પાણીમાં 10 ગ્રામ દાડમના પાંદડા ઉમેરીને તેને ઉકાળો. આ પાણી ઉકળીને અડધું રહી જાય એટલે ઠંડુ પાડવા દો. ત્યાર બાદ એ પાણીથી કોગળા કરવામાં આવે તો મોંના ચાંદાઓમાં તરત રાહત મળે છે.

હવે દાડમના રસના ફાયદા વિશે વાત કરીએ તો, રોજ દાડમનું જ્યુસ પીવાથી શરીરમાં લોહીનું પરભ્રમણ સારી રીતે થાય છે. જેને કારણે હાર્ટ એટેક અને લકવા(paralysis) જેવી બીમારીનો ખતરો પણ ઓછો થઈ જાય છે. દાડમમાં રહેલું ફોલિક એસિડ લોહીમાં રહેતી આર્યનની ખામી દૂર કરે છે. અને એનિમિયા જેવી બીમારીઓથી છુટકારો અપાવે છે.

દાડમના રસના બીજા ફાયદાની વાત કરીએ તો દાડમનો રસ એન્ટીઓક્સીડેન્ટસથી ભરપૂર હોય છે. જે શરીરમાંથી ટોક્સિન્સ બહાર કાઢે છે. દાડમના નિયમિત સેવનથી શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. જેથી નિયમિત રીતે દાડમ ખાવાથી સ્તન કેન્સર, પ્રોસ્ટેટ કેન્સ અને ફેફસાનું કેન્સર જેવી જીવલેણ બીમારી થવાની સંભાવના ઘટી જાય છે.

જે પણ પુરુષને પેશાબ વાટે સ્પર્મ નીકળવાની સમસ્યા રહેતી હોય એમણે દાડમનો રસ પીવો જોઈએ. 50 ગ્રામ દાડમના રસમાં 1 ગ્રામ એલચીનો ભૂકો અને અડધો ગ્રામ સૂંઠનો પાઉડર મિક્સ કરીને પીવાથી આ સમસ્યા દૂર થાય છે. મોટી ઉંમરના માણસોમાં જોવા મળતી અલ્ઝાઈમર(Alzheimer) નામની બીમારીથી પણ દાડમના સેવનથી છુટકારો મળે છે.

image: google

રોજ દાડમનો રસ(Pomegranate Juice)  પીવાથી ત્વચામાં નિખાર આવે છે. દાડમનો રસ ત્વચાના મૃત કોષોને દૂર કરે છે અને ત્વચાને ચમકીલી બનાવે છે. દાડમના દાણાને દહીં નાખીને ક્રશ કરેલી પેસ્ટ ત્વચા પર લગાવવામાં આવે તો ગરમી ના કારણે કાળી પડી ગયેલી ત્વચામાં નિખાર આવે છે.

આ પણ વાંચો સ્લિપ ડિસોર્ડરના શું છે સંકેત!

ગરમીની સીઝનમા દાડમને સલાડ રૂપે આહારમાં ઉમેરી લેવાથી પાચન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. આપણે વર્ષોથી જાણીએ છીએ કે ઝાડા થઇ ગયા હોય તો પણ દાડમનું સેવન કરીને તકલીફથી છુટકારો મેળવી શક્ય છે. દાડમ ખાવાથી દાંતની સમસ્યામાંથી પણ છુટકારો મળે છે. શરીરમાં રહેતી લોહીને કમીને ઝડપથી દૂર કરવા માટે દાડમ નો ઉપયોગ કરી શકાય છે. દાડમનો રસ શરીરમાં નેચરલી લોહીને વધારવામાં મદદ કાર છે.

લાલ દાડમમાં લોહતત્વ વધારે પ્રમાણમાં હોય છે. વૈજ્ઞાનિકોના મત અનુસાર દાડમમાં ૧૫ ટકા સુધીની શર્કરા હોય છે. દાડમ બળ અને બુદ્ધિ વધારનાર ફળ છે. અવાજ બેસી ગયો હોય તો, પાકું દાડમ ખાવાથી અવાજ ઉઘાડે છે. દાડમના દાણામાંથી બનાવેલું સરબત પિત્તનાશક અને રુચિકર હોય છે. દાડમ ખાવાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે.

Share

No comments

leave a comment