બાજરાના ઘણા ખરા ફાયદાઓ છે, બાજરો એક એવું અનાજ છે કે જેની ખેતી વધુ પ્રમાણમાં થઇ છે, ભારતએ ખેતીપ્રધાન દેશ છે જેમાં વધુ ઘઉં, બાજરી, મકાઈની ખેતી વધુ કરે છે….આમ તો ગુજરાતી લોકો ઘઉંની રોટી વધુ ખાતા હોઈ છે પરંતુ બાજરાના રોટલા પણ જયારે વધુ ઠંડી હોઈ ત્યારે ખાતા હોઈ છે… કાઠિયાવાડી લોકો બાજરાના રોટલા સાથે લસણની ચટણી ખાતા કારણ કે સ્વાસ્થ્યને સારુ રાખવા માટે જુદા-જુદા લોટ એટલે કે મલ્ટીગ્રેન ખાવાનું ચલણ અત્યારે વધુ છે. ઘઉંની રોટલી તો બધા ખાતા હોઈ છે ડેઇલી પરંતુ બાજરીના રોટલા ખાવાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના ફાયદા મળી શકે. બાજરી ઠંડી સામે જરૂરી ગરમાવો આપે છે. બાજરીમાંથી કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ, વિટામિન બી, એન્ટીઓક્સીડેન્ટ્સ જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. બાજરીના રોટલા ન માત્ર પાચનતંત્ર સારું રાખે છે પણ બીપી અને હાર્ટની ગંભીર બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે.
Archanas kitechen
જનરલી બાજરો ભારતમાં શહેરો કરતા ગામડામાં વધારે ખવાય છે. બાજરાની રોટી પંજાબ, હરિયાણા તથા બિહાર જેવા રાજ્યોમાં વધારે ખવાય છે. ગુજરાતની વાત કરીએ તો અહીં બાજરીના રોટલા બનાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે બાજરાની રોટલી ખાવાના અનેક ફાયદા છે? રોજ ઘઉંને બદલે બાજરાની રોટલી ખાવાની શરુ કરી દેશો તો તમારા શરીરને અનેક ફાયદા થશે. એવો જાણીયે ફાયદાઓ ….
૧) હાર્ટ સંબંધી બીમારીથી આપે રાહત :
બાજરીના રોટલા શિયાળામાં હાર્ટના દર્દીઓને રાહત અને શક્તિ આપે છે. તેમાં રહેલું નિયાસિન નામનું વિટામિન કોલેસ્ટ્રોલ ઓછુ કરવામાં મદદ કરે છે. જેનાથી હાર્ટ સંબંધિત બિમારીઓ થવાનો ખતરો ઘટે છે. તેમાં રહેલુ પોટેશિયમ અને મેગ્નેશિયમ બીપીને કંટ્રોલમાં રાખવામાં પણ મદદ કરે છે.
આ પણ વાંચો : જાનવરોના સરંક્ષણ માટે કામ કરતું સંગઠન PETA અને AMUL નું વેગન મિલ્ક ટ્વિટર વિવાદ !!!!
૨) બજરથી હાડકાઓ રહે હેલ્ધી :
હાડકાઓને મજબૂત રાખવા માટે બાજરી સાથે ઓપ્શન છે. તેમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. જેથી બાજરીના સેવનથી હાડકાંઓને હેલ્ધી રાખે છે. શિયાળામાં દરરોજ બાજરી ખાવાથી તે બોડીમાં કેલ્શિયમની ઉણપ થવા દેતું નથી જેથી ઓસ્ટિયોપોરોસિસ થવાનો ખતરો ઘટે છે.
yogita recipe
૩) શરીર રહેશે ઉર્જાવાન :
શિયાળામાં એનર્જી લેવલ ઓછું થઇ જાય છે. એવામાં બાજરીના રોટલા ખાવાથી બોડીને એનર્જી અને તાકાત મળે છે. બાજરીમાં મુખ્ય રીતે સ્ટાર્ચ હોય છે. જેને ખાવાથી બોડીને ભરપૂર એનર્જી મળે છે અને શરીર અંદર અને બહારથી ઊર્જાવાન રહે છે.
૪) બજરથી પેટની સમસ્યા થશે દૂર :
બાજરીમાં ભરપૂર ફાયબર હોય છે જેથી તે સરળતાથી પચી જાય છે અને પાચનને દુરસ્ત રાખવામાં મદદ કરે છે. કબજિયાત અને ગેસથી પરેશાન રહેતા હોવ તો પેટની સમસ્યાઓને બાજરી ખતમ કરી શકે.
૫) રોટલાથી વજન પણ ઘટશે :
કેટલાયે રિસર્ચમાં આ વાત સામે આવી છે કે બાજરીના રોટલાનું નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસનો ખતરો ઘટે છે. બાજરીમાં રહેલાં ગુણ ડાયાબિટીસ ટાઈપ-1ના પ્રભાવને રોકે છે. આ સિવાય વજન ઘટાડવામાં પણ બાજરીના રોટલા મદદ કરે છે. તેને ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે.બાજરો પોષકતત્વથી ભરપૂર હોય છે. તેમાં કેલેરી ઘણી ઓછી હોવાથી બાજરાની રોટલી ખાવાથી વજન કંટ્રોલમાં રહે છે.
અત્યારે વાત કરીએ તો સૌથી વધુ લોકો ફાસ્ટફૂડ ખાતા હોઈ છે અને અને જ કારણે જે દેશી ખાણું છે જે કાઠિયાવાડી ગુજરાતી થાળી લોકો ભૂલી રહ્યા છે જંકફૂડમાં ના તો પોશક્તત્વો રહેલા છે ના સ્વાસ્થ્ય માટે સારું એની જગ્યાએ જો બાજરાના રોટલા, ઘઉંની રોટી, મકાઈ ના રોટલા ખાઉં તો વજન તો મેઈન્ટેઈન રહેશે પરંતુ કેલેરી પણ વધુ ગેઇન નહિ થાય… અનેક રોગો સામે પણ બાજરોનો રોટલો એ અકસીર છે…..જો બાજરાના રોટલા હજી પણ ના ખાતા હોઈ તો આજથી જ ખાવાના ચાલુ કરી દો કારણકે બાજરાના રોટલામાં ભરપૂર પોશક્તત્વો રહેલા છે.
વધારે માહિતી માટે ડાઉનલોડ કરો:
Android : http://bit.ly/3ajxBk4
iOS : http://apple.co/2ZeQjTt