Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝફરાળી ખાનાર ચેતી જજો, રાજકોટમાં ફરાળી લોટમાં મિક્સ કરે છે મકાઈનો લોટ !!

ફરાળી ખાનાર ચેતી જજો, રાજકોટમાં ફરાળી લોટમાં મિક્સ કરે છે મકાઈનો લોટ !!

rajkot raid
Share Now

તહેવારો નજીક આવતા રાજકોટ આરોગ્ય વિભાગએ દરોડા પાડી હાથ ધર્યું ચેકીંગ અને મળી આવ્યું અખાદ્ય જથ્થો. તહેવારો નજીક આવી રહ્યા છે એમાં પણ હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે લોકો ફરાળી ખોરાક વધુ લેતા હોઈ છે. ત્યારે પારસ સ્વીટ માર્ટ સહિત 10 ફરસાણની દુકાનો પર આરોગ્ય વિભાગે ચેકિંગ કર્યું હતું. ચકાસણી દરમ્યાન મકાઇના લોટમાંથી બનાવેલ કુલ ૩૩ કિ.ગ્રા. ફરાળી પેટીશનો સ્થળ પર નાશ. લોકોની શ્રદ્ધા સાથે ચેડાં થઇ રહ્યા છે તો જો ઉપવાસ હોઈ તો ખાતા પહેલા ચેતી જજો. જેમાં 33 કિ.ગ્રા. વાસી ફરાળી પેટીસ,18 કિ.ગ્રા. મકાઇનો લોટ અને 7 કિ.ગ્રા મોળા માવાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. શહેરમાં પ્રખ્યાત શ્રી ક્રિષ્ના ડેરી ફાર્મ સહિત દૂધની આઈટમ બનાવતા 5 ધંધાર્થીને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. તેમજ પેંડા તથા ચોકલેટના નમૂના પણ લેવામાં આવ્યા છે. શ્રાવણ માસ દરમિયાન ખાદ્યચીજનોબહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય પ્રિપેર્ડ ખાદ્યચીજમાં વપરાતા ખાદ્યતેલની TPC વેલ્યુ ચકાસવામાં આવી હતી.

fast food raid

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નમૂના લેવામાં આવ્યા

 

1. ચોકલેટ પેડા
સ્થળ: શ્રી ગુરુકૃપા પેંડવાલા, પંચનાથ મંદિર સામે, લીમડા ચોક, ગ્રાઉન્ડ ફ્લોર
2.My Fruit Celebrations Mix Flavoured Chocolates (280 gm pkd)
સ્થળ: જનક બેકરી, મોચી બજાર મે.રોડ
3.”Day Milk” Sugar Boiled Confectionery (432 gm pkd Jar)
સ્થળ:- બાલાજી ટ્રેડીંગ કંપની, મોચી બજાર
4.કેસર પેંડા (લુઝ)
સ્થળ:- શ્રી ક્રિષ્ના ડેરી ફાર્મ, ભાવનગર રો, બેડીપરા

નાપાસ થયેલ નમુનાની વિગત:-
            

૧. Meena Naturelite Table Margarnine (from 500 gm pkd)
શ્યામ ડેરી ફાર્મ
૪૦’ રોડ,
કોઠારીયા મેઇન રોડ રાજકોટ
સબસ્ટાન્ડર્ડ
ફૂડ સેફ્ટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એક્ટ અન્વયે ટેબલ માર્ગેરીનના ધારાધોરણ મુજબ ન હોય.

 

આ પણ જુઓ : વેગડી ગામ સજ્જડ બંધ

 ફરાળી ખાદ્યચીજમાં કરેલ ચકાસણીની વિગત :-

murlidhar farsan તા.૨૩/૦૮/૨૦૨૧ ના રોજ શ્રાવણ માસ દરમ્યાન ફરાળી ખાદ્યચીજનો (પ્રિપેર્ડ ફુડ) નો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય કુલ ૧૦ પેઢીમાં ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન મકાઇના લોટમાંથી બનાવેલ કુલ ૩૩ કિ.ગ્રા. ફરાળી પેટીશનો સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ ૧૮ કિ.ગ્રા મકાઇનો લોટ અને ૭ કિ.ગ્રા મોળો માવો નાશ કરાયેલ છે.
 
FBOનું નામ
સરનામું
રીમાર્ક્સ
૧. સ્નેક્સ બાઇટ
મોટી ટાંકી ચોક
 પેટીશ ૩ કિ.ગ્રા નાશ

૨. મુરલીધર ફરસાણ
હનુમાનમઢી ચોક
મકાઇના લોટવાળી ફરાળી પેટીશ – ૩૦ કિ.ગ્રા.
મકાઇ લોટ ૩ કિ.ગ્રા.

૩. પારસ સ્વીટ માર્ટ
હનુમાનમઢી ચોક
મકાઇનો લોટ ૧૫ કિ.ગ્રા.

૪. દાસ ડીપાર્ટમેન્ટલ સ્ટોર
હનુમાનમઢી ચોક
મોળો માવો – ૭ કિ.ગ્રા.

૫. સાગર ફાસ્ટફુડ
રૈયા રોડ

૬. હર ભોલે ડેરી
હનુમાનમઢી ચોક

૭. જલારામ ફરસાણ
રૈયા રોડ

૮. ઠક્કર ફરસાણ
રૈયા રોડ

૯. પટેલ સ્વીટ એન્ડ ડેરી
ઇન્દિરા સર્કલ

૧૦. જલારામ પેટીશ
યુનિવર્સિટી રોડ

કેળાની વખારમાં કરેલ ચકાસણીની વિગત :-
 

FBOનું નામ
સરનામું
રીમાર્ક્સ
૧. ભારત ફ્રુટ
સદર બજાર
કેળા તથા અન્ય ફ્રુટ ઇથીલીન ચેમ્બરમાં ફૂડ સેફ્ટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એક્ટની માન્ય પધ્ધતિથી પકવે છે.

૨. એચ.આર.પાઇનેપલવાલા
સદર બજાર
કેળા તથા અન્ય ફ્રુટ ઇથીલીન ચેમ્બરમાં ફૂડ સેફ્ટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એક્ટની માન્ય પધ્ધતિથી પકવે છે.

૩. સુલેમાન હાજી એન્ડ સન્સ
માધાપર
કેળા ઇથીલીન ચેમ્બરમાં ફૂડ સેફ્ટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એક્ટની માન્ય પધ્ધતિથી પકવે છે.

૪. એચ.એસ.કેળાવાળા
માધાપર
કેળા ઇથીલીન ચેમ્બરમાં ફૂડ સેફ્ટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એક્ટની માન્ય પધ્ધતિથી પકવે છે.

૫. ગોલ્ડ કોલા કોલ્ડ
માધાપર
કેળા ઇથીલીન ચેમ્બરમાં ફૂડ સેફ્ટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એક્ટની માન્ય પધ્ધતિથી પકવે છે.

૬. ફેમસ કેલા કોલ્ડ
માધાપર
કેળા ઇથીલીન ચેમ્બરમાં ફૂડ સેફ્ટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એક્ટની માન્ય પધ્ધતિથી પકવે છે.

૭. પટેલ કેળા
શિતલ પાર્ક
કેળા ઇથીલીન ચેમ્બરમાં ફૂડ સેફ્ટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એક્ટની માન્ય પધ્ધતિથી પકવે છે.

૮. ગોલ્ડ કેલા કોલ્ડ
રામાપીર ચોકડી
કેળા ઇથીલીન ચેમ્બરમાં ફૂડ સેફ્ટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એક્ટની માન્ય પધ્ધતિથી પકવે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment