Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝરાજકોટની ફૂડ બજારમાં આરોગ્ય વિભાગના દરોડા

રાજકોટની ફૂડ બજારમાં આરોગ્ય વિભાગના દરોડા

Food samples
Share Now

શ્રાવણ માસમાં મનપાનો આરોગ્ય વિભાગ એલર્ટ 

હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ખાસ શ્રાવણ માસમાં લોકો વ્રત-તપ કરતા હોય છે. ત્યારે ફરાળી વસ્તુઓ બહારથી પણ લેતા હોય છે. તો ક્યારેક કમાઈ લેવાની લાલચમાં આવી વેપારીઓ ભેળસેળ વાળા ખાદ્યપદાર્થો વેચી નાખતા હોય છે. જેમાં ક્યારેક ન ખાય શકાય કે બિન આરોગ્યક અને ભેળસેળ વાળી વસ્તોનું પણ વેચાણ કરી નાખતા હોય છે. 

Food samples

ખાધચીઝોના લેવાયા નમુના 

શ્રાવણ માસ આવતા લોકોના સ્વાસ્થ્ય ખરાબ ન થાય અને ખાસ કરીને કોરોનાકાળમાં લોકોનું આરોગ્ય ખરાબ ન થાય તે માટે આરોગ્ય વિભાગ એલર્ટ બની ગયું છે. અને ખાણીપીણીની દુકાનો, રેકડીઓમાં જઈ ફૂડ સેમ્પલ લીધા હતા. FSSA – 2006 અન્વયે શ્રાવણ માસમાં ફરાળી ખાદ્યચીજના કુલ ૪ નમુના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ફૂડ સેફ્ટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એક્ટ – 2006 અંતર્ગત શ્રાવણ માસમાં કેળાની વખારમાં તેમજ ફરાળી ખાદ્યચીજના વિક્રેતાઓને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. 

Food samples

શ્રાવણ માસ દરમ્યાન ફરાળી ખાદ્યચીજનો વિશેષ ઉપયોગ થતો હોય, ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નમૂના લેવામાં આવ્યા હતા. 

નમુના લેવાયેલી દુકાનો 

1. ફરાળી નાનખટાઇ (લુઝ)
સ્થળ : રામેશ્વર બેકર્સ એન્ડ કેક શોપ એન્ડ નમકીન, ભક્તિનગર સ્ટેશન પ્લોટ

2. ફરાળી પેટીસ (પ્રિપેર્ડ,લુઝ)
સ્થળ : અક્ષર ગાંઠીયા, ગાયત્રીનગર મે. રોડ, અલકનંદા કોમ્પલેક્ષ, દુકાન નં ૩

3. ફરાળી પેટીસ (પ્રિપેર્ડ,લુઝ)
સ્થળ : શ્રી રામ ડેરી ફાર્મ, ગોવિંદબાગ શાક માર્કેટ સામે, બ્રાહ્મણીયાપરા – ૧ કોર્નર, સંતકબીર રોડ

4. ફરાળી ખિચડી (પ્રિપેર્ડ,લુઝ)
સ્થળ : જય ભેરૂનાથ નમકીન સેન્ટર, બાલક હનુમાનજી ચોક, પેડક રોડ, પાણીના ઘોડા સામે

20 જેટલી કેળાની વખારોમાં ચકાસણી 

શ્રાવણ માસમાં કેળાની વેફર્સ, બટાકાની વેફર્સ સહિતના ફરાળી ખાદ્યવસ્તુઓની વધુ પ્રમાણમાં ખરીદી થતી હોય છે. ત્યારે આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા કેળાના વખારમાં પણ ચકાસણી કરવામાં આવી હતી. શ્રાવણ માસ દરમ્યાન ફ્રુટ્સ (કેળા) તથા ફરાળી ખાદ્યચીજનો (પ્રિપેર્ડ ફુડ) નો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય 20 જેટલી કેળાની વખારો તથા પ્રિપેર્ડ ખાદ્યચીજ નમુના ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવી હતી. 

Food samples

ચકાસણી કરવામાં આવેલી કેળાની વખારો 

1. વિશ્વાસ કેળા દૂધસાગર રોડ
2. વિશ્વાસ ફ્રુટ્સ દૂધસાગર રોડ
3. રોયલ કેળા કોલ્ડ રામનગર -૨, કોઠારીયા રોડ
4. જનતા કેળા ભંડાર મોરબી રોડ
5. ગોલ્ડ કેળા કોલ્ડ રૈયાધાર રોડ
6. પટેલ કેળા જામનગર રોડ
7. હનીફ સુલેમાનભાઇ જામનગર રોડ
8. ગોલ્ડ કેળા કોલ્ડ જામનગર રોડ
9. યુસુફ સુલેમાનભાઇ જામનગર રોડ
10. મહાદેવ ફરાળી પેટીસ કોઠારીયા રોડ ખુલ્લી વાસી પેટીસ ૩ કી.ગ્રા.
11. જલારામ ફરાળી પેટીસ કોઠારીયા રોડ ખુલ્લી વાસી પેટીસ ૨ કી.ગ્રા.
12. સિતારામ પેટીસ કોઠારીયા રોડ
13. જલારામ પેટીસ કોઠારીયા રોડ
14. રસિકભાઇ ચેવડા વાળા પંચનાથ મંદિર સામે
15. પંચનાથ ફરશાણ સદર બજાર
16. બાલાજી ફરસાણ રૈયા રોડ
17. પ્રણામી ફરસાણ રૈયા રોડ
18. ભગવતી ફરસાણ રૈયા રોડ
19. જલારામ ફરસાણ રૈયા રોડ
20. હરી નમકીન નિર્મળા રોડ

Food samples

વેપારીઓમાં ફફડાટ

મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી બાદ વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. તો આરોગ્ય વિભાગે ફરાળી ખાદ્યપદાર્થના નમુના લઇ તેની ચકાસણી કરવા મોકલી આપ્યા છે. તો જે નમુનામાં ગેરકાયદેસર ખાદ્યપદાર્થ મળશે તે દુકાન અને વેપારી સામે કાયદાકીય પગલા લેવામાં આવશે. 

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment