Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeન્યૂઝઓમિક્રોન વેરિએન્ટને લઈને રાહતના સમાચાર, આરોગ્ય મંત્રીએ કહ્યું-ભારતમાં નથી નોંધાયો કોઈ કેસ

ઓમિક્રોન વેરિએન્ટને લઈને રાહતના સમાચાર, આરોગ્ય મંત્રીએ કહ્યું-ભારતમાં નથી નોંધાયો કોઈ કેસ

mansukh mandaviya
Share Now

કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટને  લઈને સમગ્ર વિશ્વ ચિંતામાં મુકાયું છે. ઘણા દેશોએ આફ્રિકન પ્રવાસ પર પરીબંધો પણ મૂક્યા છે. ભારત પણ કોરોનાના આ નવા વેરીએન્ટને લઈને એલર્ટ થઈ ગયું છે. ત્યારે આ બધા વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું છે કે ભારતમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરીએન્ટનો એક પણ કેસ નોંધાયો નથી. હાલ સંસદનું છોકમસુ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે રાજ્યસભામાં પ્રશ્નોતરી કાળ દરમ્યાન એક સવાલના જવાબમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ભારતમાં ઓમિક્રોન વેરીએન્ટનો એક પણ કેસ નોંધાયો નથી. 

ઓમિક્રોન વેરીએન્ટને લઈને ભારત સરકાર એલર્ટ 

કોરોના વાયરસના ઓમિક્રોન વેરીએન્ટને લઈને સમગ્ર વિશ્વ ચિંતામાં મુકાયુ છે. ત્યારે ભારત સરકાર પણ કોરોનાના ઓમિક્રોન વેરીએન્ટને લઈને એલર્ટ મોડ પર આવી ગઈ છે. કોરોનાના આ નવા વેરીએન્ટને લઈને થોડા દિવસ પહેલા પીએમ મોદીએ હાઇ લેવલ બેઠક યોજી હતી. ત્યારબાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે વિદેશથી ભારત આવતા પ્રવાસીઓ ( foreign travelers)માટે નવી ગાઇડલાઇન જારી કરી હતી. આ નવી ગાઈડલાઈન્સ અનુસાર ભારત આવનારા પ્રવાસીઓએ છેલ્લા 14 દિવસની ટ્રાવેલ હિસ્ટ્રી વિશે માહિતી આપવી પડશે. આ ઉપરાંત, મુસાફરી પહેલા, મુસાફરોએ તેમના નેગેટિવ RT-PCR રિપોર્ટ એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવના રહેશે.

આ પણ વાંચો:સાંસદોના સસ્પેન્શનને લઈને ભારે હોબાળો, લોકસભા સ્થગિત અને રાજ્યસભામાંથી વિપક્ષનું વોકઆઉટ

કેન્દ્ર સરકારે 12 દેશોની યાદી બહાર પાડી

કેન્દ્ર સરકારે 12 દેશોની યાદી પણ બહાર પાડી છે જેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે, જ્યાંથી ભારત આવતા પ્રવાસીઓ માટે વધારાના પગલાં લેવામાં આવ્યા છે. તેમાં યુકે, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સ્વાના, ચીન, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપોર, હોંગકોંગ અને ઇઝરાયેલ સહિત યુરોપિયન યુનિયનના તમામ દેશોનો સમાવેશ થાય છે. આ દેશોમાંથી ભારત આવનારાઓએ એરપોર્ટ પર કોરોના ટેસ્ટ પણ કરાવવો પડશે અને એરપોર્ટ પર જ રિપોર્ટની રાહ જોવી પડશે. જો આ મુસાફરોનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવે છે, તો તેમને આગામી સાત દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. આ સિવાય આઠમા દિવસે ફરીથી કોરોના ટેસ્ટ કરાવવો પડશે, જો નેગેટિવ રિપોર્ટ આવશે તો આગામી સાત દિવસ સુધી સેલ્ફ મોનિટરિંગ કરવું પડશે. આ 14 દેશો સિવાયના દેશમાંથી આવતા મુસાફરોએ RT PCR ટેસ્ટ કરાવવાની જરૂર રહેશે નહિ. જો કે , તે લોકોએ 14 દિવસ સુધી સેલ્ફ મોનીટરીંગ કરવું પડશે. 

નવા વેરીએન્ટે ચિંતા વધારી

કોરોનાનું આ નવું વેરિઅન્ટ દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યું છે. જેના કારણે દુનિયાભરના લોકોની મુશ્કેલી વધી છે. આથી ભારત સરકાર પણ એલર્ટના મૂડમાં આવી ગઈ છે. જેથી કરીને પરિસ્થિતિ કોઈપણ રીતે બગડે નહીં. તમને જણાવી દઈએ કે કોરોનાના આ નવા વેરિઅન્ટને ડેલ્ટા વેરિઅન્ટ કરતા વધુ ખતરનાક માનવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વાયરસનું નવું સ્વરૂપ મલ્ટિપલ મ્યુટેશન વાળું છે. નવા વેરીએન્ટને કારણે, દક્ષિણ આફ્રિકામાં કોવિડના નવા કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે.

આ નવું વેરિઅન્ટ શું છે

WHOએ આ નવા વેરિઅન્ટને ઓમિક્રોન નામ આપ્યું છે. કોરોનાનું આ નવું સ્વરૂપ ઘણું ખતરનાક માનવામાં આવે છે. તેને WHO દ્વારા ખૂબ જ ચેપી અને ચિંતાજનક સ્વરૂપ તરીકે ઓળખવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ વાયરસમાં લગભગ 200 ટકાનો વધારો નોંધાયો છે. દક્ષિણ આફ્રિકાથી ઉદ્ભવતા, વાયરસનો આ પ્રકાર હોંગકોંગ, ઇઝરાયેલ અને બોત્સ્વાના સુધી પહોંચી ગયો છે. જ્યારે અમેરિકા, કેનેડા સહિતના ઘણા દેશોએ આફ્રિકન દેશોની મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment