Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / July 5.
Homeન્યૂઝHealth Tips: શું તમે ગોળની ચા ક્યારેય પિધી છે ? જાણો તેના ફાયદાઓ

Health Tips: શું તમે ગોળની ચા ક્યારેય પિધી છે ? જાણો તેના ફાયદાઓ

Jaggery tea
Share Now

નાનાથી માંડી અને વૃદ્ધો સુધી દરેકનું ગળપણ પ્રત્યેનું ખેંચાણ અનોખું જ રહ્યું છે. લોકોને આ સમયમાં મિઠું વધારે ખાવાનું પંસદ કરતા હોય છે.અને  આપણે ત્યાં સરેરાશ કેટલી ખાંડનો વપરાશ થાય છે તે તો કદાચ કહેવું અઘરું છે, પરંતુ જે પ્રમાણે મીઠાઇની દુકાનો ખુલતાની સાથે  ત્યાં જે ભીડ હોય છે .તે જોઇને આપણે લોકોનો ગળપણ પ્રત્યેનો પ્રેમ જાણી શકીએ છીએ. તે ઉપરાંત ચોકલેટ અને કેકનું પણ ધૂમ વેચાણ થાય છે. આઇસક્રીમ માટે તો એમ કહેવાય છે કે કોઇ આઇસક્રીમ દુનિયામાં ત્યારે જ ચાલે જ્યારે તેને ગુજરાતીઓ પાસ કર્યો હોય. કોઇ પણ નવા આઇસક્રીમ સૌથી પહેલાં ગુજરાતમાં મૂકાય છે.

ચા ગુજરાતમાં વધુ પિવામાં આવે છે

ચાની(TEA) વાત કરવામાં આવે તો ચા ગુજરાતમાં  વધુ પિવામાં આવે છે અને ચા માં વધુ પ્રમાણમાં ખાંડ જોવા મળે છે અને તે શરીર પર વધુ અસર કરે છે. અને આજે તમને વાત કરીશું કે ગોળની ચા કેવી રીતે બનાવામાં આવે છે.અને આ ચા તમારા શરીરને નુકસાન નહી થાય અને તમને થશે માત્ર ફાયદાઓ જ. આથી તમે રોજના જીવનમાં ગોળ વાળી ચા(Jaggery tea) પીવો અને તમારા શરીરને નુકસાનથી બચાવો.તો આજે અમે તમને જણાવીશું કે ગોળની ચા કેવી રીતે બને છે.

ગોળની ચા(Jaggery tea) પીવાના ફાયદાઓ

ગોળમાં વિટામિન, આયર્ન, કેલ્શિયમ, એન્ટી ઓક્સિડેન્ટ, એન્ટી વાઈરલ ગુણ હોય છે. આમાંથી તૈયાર કરેલી ચાનું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારવામાં  ફાયદો કરે છે. અને રોગોથી બચાવવામાં મદદ કરે છે.અને તેની સાથે જ  તમને વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસ સામે લડવાની શક્તિ મળશે. તો આજે અમે તમને તેનાથી થતા ફાયદાઓ વિશે જણાવીએ છીએ.અને ગોળનો ઉપયોગએ દાદા અને પરદાદાના સમયથી આવી રહ્યો છે.જો તમે મેદસ્વીપણાની સમસ્યાથી પરેશાન છો અને વજન ઓછું કરવા માંગતા હો તો ખાંડને બદલે ગોળની ચા લેવાનું શરુ કરી દો. ગોળ ગરમ હોય છે, તેમજ તેની ચાના અનેક ફાયદા છે.રોજીદા જીવનમાં તમે ખાંડ લો છો એ તમારા શરીર માટે ફાયદાકારક નથી.જેના કારણે તમારે ખાંડ ઓછું અને વધારે ગોળ ખાવાનું રાખવું જોઇએ.તો સાથે જ ગોળનું રોજ સેવન કરવાથી તમને અનેક ફાયદાઓ થઇ શકે છે.

ગોળ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક 

ગોળમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોલિક એસિડ અને આયર્ન જેવા તત્વો જોવા મળે છે. જે શરીરને અનેક રોગોથી બચાવવામાં મદદ કરી શકે છે. ગોળ માત્ર ખાવામાં સ્વાદિષ્ટ જ નથી, પરંતુ તે ઘણા ઔષધિય ગુણથી પણ ભરપુર છે. જો તમે મેદસ્વીપણાની સમસ્યાથી પરેશાન છો અને વજન ઓછું કરવા માંગતા હો, તો પછી ખાંડને બદલે ગોળની ચા લો. તે વજન ઘટાડવામાં અને શરીરને ઘણા ફાયદા  પહોંચાડવામાં મદદ કરી શકે છે. તો ચાલો આજે તમને ગોળની ચા(Jaggery tea) પીવાના ફાયદાઓ આજે જણાવીએ.

Jaggery tea

આ પણ વાંચો :એક એવું ગામ જ્યાં 40 વર્ષથી નથી સંભળાયો ભુલકાઓનો કલરવ..શું છે રોચક ઇતિહાસ ?

ગોળની ચા(Jaggery tea)પીવાના ફાયદાઓ

જો તમે પણ મેદસ્વીપણાની સમસ્યાથી પરેશાન છો. તો રોજ ગોળનો ઉપયોગ કરો અને ચા બનાવો ગોળ નાખીને. અને વજન ઓછું કરવા માંગતા હો તો ખાંડને બદલે ગોળની ચા પીવો. પરંતુ એ પણ ધ્યાનમાં રાખજો કે ઉનાળામાં ગોળનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ હોઈ શકે છે.અને શિયાળામાં ચા ગોળ નાંખીને પીવાથી તમને થશે અનેક ફાયદાઓ.પાચનમાં ગોળ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

ગોળમાં કુદરતી મીઠાશ 

ખાંડની તુલનામાં ઘણા વિટામિન અને ખનિજો જોવા મળે છે. જે પેટની બળતરા ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.જેના કારણે તમને ગોળએ ફાયદામાં રહશે.ગોળમાંથી બનાવેલી ચાનું(Jaggery tea)સેવન કરવાથી આધાશીશીની સમસ્યામાંથી રાહત મળે છે. આધાશીશી અથવા માથાના દુખાવાની સમસ્યાથી રાહત મેળવવા માટે ખાંડમાંથી બનેલી ચાને બદલે ગોળમાંથી બનાવેલી ચાનું (Jaggery tea)સેવન કરી શકાય છે.ત્વચામાં ખીલની સમસ્યા માટેનું એક મોટું કારણ ખાંડનો વધારે ઉપયોગ કરવો પણ હોઈ શકે છે. પરંતુ તમે ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરીને પિમ્પલ્સ અને ત્વચાની બીજી સમસ્યાથી રાહત મેળવી શકો છો.તો સાથે જ  તમારા હાડકાઓ મજબૂત કરવામાં મદદ કરી શકે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment