દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર યથાવત છે. આ દરમિયાન શનિવારે સુપ્રીમ કોર્ટમાં પ્રદૂષણ મુદ્દે સુનાવણી થઈ રહી છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે પ્રદૂષણના વધતા સ્તર પર ચિંતા વ્યક્ત કરતા કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટે સરકારને પ્રદૂષણનો સામનો કરવા માટે તાત્કાલિક પગલાં તરીકે બે દિવસનું લોકડાઉન લાગુ કરવાની સલાહ પણ આપી હતી.
શક્ય હોય તો લોકડાઉન કરો
ચીફ જસ્ટિસ એનવી રમન્નાએ કહ્યું કે, હું એ જણાવવા માંગતો નથી કે પ્રદુષણ પર પરાળ સળગાવવાથી કેટલી અસર થાય છે અને ફટાકડા, વાહનો, ધૂળથી કેટલું પ્રદૂષણ ફેલાય છે. તમે અમને કહો કે પ્રદૂષણને નિયંત્રિત કરવા માટેના તાત્કાલિક ઉપાય શું છે. CJIએ કહ્યું, જો શક્ય હોય તો બે દિવસનું લોકડાઉન લગાવો.
Air pollution in Delhi | Supreme Court tells Centre that air quality in Delhi is in the 'severe' category and in another 2 to 3 days it will dip further. Take an emergency decision. We will look at a long term solution later, SC adds. pic.twitter.com/dpdn1P3R7Q
— ANI (@ANI) November 13, 2021
આ પણ વાંચો:કોરોનાકાળ પહેલાંની જેમ સામાન્ય રીતે દોડશે તમામ સ્પેશિયલ ટ્રેન
સુનાવણી શરૂ થયા બાદ દિલ્હી સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ રાહુલ મહેરાએ સોગંદનામામાં વિલંબ માટે બેન્ચ સમક્ષ માફી માંગી હતી. આના પર CJIએ કહ્યું, “કોઈ વાંધો નહીં. તે જ સમયે, કેન્દ્ર સરકાર વતી એસજી તુષાર મહેતાએ જણાવ્યું હતું કે અમે વિગતવાર એફિડેવિટ પણ ફાઇલ કરી છે.
‘પ્રદૂષણનું સ્તર ખૂબ જ ખરાબ, લોકો ઘરોમાં માસ્ક પહેરીને બેઠા છે’
સુપ્રીમ કોર્ટે પ્રદૂષણના વધતા સ્તર પર ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના વકીલ તુષાર મહેતાને કહ્યું કે પ્રદૂષણનું સ્તર ખૂબ જ ખરાબ થઈ ગયું છે. લોકો માસ્ક પહેરીને ઘરોમાં બેઠા છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રદૂષણને રોકવા માટે અત્યાર સુધી શું પગલાં લેવામાં આવ્યા છે? CJIએ કેન્દ્ર સરકારને પૂછ્યું કે પરાળીને લઈને શું પગલાં ભરવામાં આવ્યા છે?
તેના પર કેન્દ્ર વતી કોર્ટમાં ચાર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રદૂષણને લઈને લેવાયેલા પગલાઓની માહિતી સુપ્રીમ કોર્ટને આપવામાં આવી હતી. કોર્ટે સોલિસિટર જનરલ પાસેથી સ્ટબલ અને સબસિડી દૂર કરવા અંગે માહિતી માંગી હતી.
હું પણ ખેડૂત છું – જસ્ટિસ સૂર્યકાન્ત
CJI રમન્નાએ કેન્દ્રને કહ્યું, તમે જાણો છો કે સ્થિતિ કેટલી ખરાબ છે. પરાળી સળગાવવાને કારણે સ્થિતિ વધુ વણસી છે. આને રોકવા માટે સરકાર શું પગલાં લઈ રહી છે? આ અંગે તુષાર મહેતાએ કહ્યું કે કેન્દ્ર સરકાર સબસિડી પર મશીનો આપી રહ્યું છે. જસ્ટિસ સૂર્યકાંતે પૂછ્યું કે તેમનો દર શું છે. હું ખેડૂત છું, CJI પણ ખેડૂત છે. શું આપણે જાણીએ છીએ કે શું થાય છે? આ અંગે તુષાર મહેતાએ કહ્યું કે, 80 ટકા સબસિડી આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર યથાવત છે. આ દરમિયાન શનિવારે સુપ્રીમ કોર્ટમાં પ્રદૂષણ મુદ્દે સુનાવણી થઈ રહી છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે પ્રદૂષણના વધતા સ્તર પર ચિંતા વ્યક્ત કરતા કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટે સરકારને પ્રદૂષણનો સામનો કરવા માટે તાત્કાલિક પગલાં તરીકે બે દિવસનું લોકડાઉન લાગુ કરવાની સલાહ પણ આપી હતી.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4