Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / October 25.
Homeન્યૂઝઉપલેટા તાલુકાના મજેઠી ગામમાં વરસાદે તારાજી સર્જી, ખેડૂતની મહેનત પર પાણી

ઉપલેટા તાલુકાના મજેઠી ગામમાં વરસાદે તારાજી સર્જી, ખેડૂતની મહેનત પર પાણી

Heavy Rain
Share Now

વરસાદનું આગમન થાય એટલે ધરતીપુત્રોના મુખે સ્મિત છલકાતું હોય છે, પરંતુ સૌરાષ્ટ્રમાં સતત વરસી રહેલા મેઘરાજાએ જગતના તાતની ઊંઘ હરામ કરી દીધી છે. અવિરત ભારે વરસાદ (Heavy rains)થી ખેડૂતોની મહામહેનતે તૈયાર થયેલો પાક લાંબા સમયથી પાણીમાં રહી બગડવા લાગ્યો છે. મોંઘા ખર્ચે તૈયાર થયેલો પાક ઘરે પહોંચે તે પહેલા વરસાદી તારાજીએ છીનવી લીધો છે. મગફળી પાણીમાં રહી બગડવા લાગી છે. કપાસનો પાક પણ લાલ થવા લાગ્યો છે.

ભારે વરસાદ (Heavy rains)ના પગલે ઉપલેટામાં ખેડૂતોને નુકસાન

ભારે વરસાદને  પગલે સૌથી વધુ નુકસાન ઉપલેટા પંથકના મજેઠી ગામના ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો છે. અહીં જ્યાં જુઓ ત્યાં પાણી હોવાથી સ્થિતિ એટલી હદે વિકટ બની છે કે, ખેતર પહોંચવું પણ મુશ્કેલ બન્યું છે. તેની વચ્ચે વરસાદી આગાહી હજુ પણ યથાવત્ હોવાથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ત્યારે ખેડૂતો હવે મેઘરાજાને ખમૈયા કરવા પ્રાર્થના કરી રહ્યાં છે અને સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી અવિરત વરસતા વરસાદના કારણે ખેતીના પાકને ભારે નુકસાન થયું છે. હવે મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થના ખેડૂતો કરી રહ્યા છે.

ખેડૂતની મહેનત પર પાણી જુઓ વીડિયો:

ઉપેલટા તાલુકાના મજેઠી ગામની ઉપરવાસમાં ભાદર 2, મોજ, વેણુ નદીના ડેમ ઉપરવાસમાં હોવાથી ડેમનું પાણી છોડવામાં આવતા ગામ સુધી પાણી પહોંચી ગયા હતા. આ ઉપરાંત વાડી વિસ્તારના પણ પાણી ભરાતા પાકનો નાશ થયો છે. ત્યારે હવે થોડો ઘણો ખેતરમાં જે પાક બચ્યો છે તેના માટે મોટર દ્વારા ખેતરોમાંથી પાણી બહાર કાઢી રહ્યા છે. કારણ કે મોંઘા ભાવના ખાતર તેમજ બિયારણ લીધેલા હોય ખેડૂતોને તાતને માથે બોજો હોય જેના હિસાબે વધ્યા ઘટયા પાકને બચાવવા માટે ખેડૂતો મોટર મુકી પાણી બહાર કાઢી રહ્યા છે.

આ પણ વાંચો: શાહીન વાવાઝોડા ફંટાયું, આગામી બે દિવસ રાજ્યના આ વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા

ભારે વરસાદ (Heavy rains)થી ખેડૂતોના પાકનો થયો સફાયો

આ વિસ્તારના ખેડૂતો એ પહેલા વરસાદની ખેંચથી પાક બરબાદ થવાની ભીતિ હતી, પરંતુ એ વરસાદ જ પાકનો સફાયો કરશે તેવું વિચાર્યું પણ નહોતું. લાંબી ખેંચ બાદ વરસાદ થતાં ઉત્પાદન ઊંચું આવવાની આશા હતી. પરંતુ વધુ પડતા પાણીએ આ આશા પર પાણી ફેરવી નાખ્યું છે. જોકે મેઘરાજાએ વિરામ ન લેતા પાણીના વહેણમાં ખેતરોનો ઉભો પાક તણાઈ તણાય ગયો હતો. ચોમાસું પાક જ આખા વર્ષનો આધાર હોય છે, શિયાળુ પિયત થાય તો પણ આ નુકસાનની ભરપાઈ નહીં થઈ શકે. આવી સ્થિતિ વચ્ચે સરકારે તાત્કાલિક સહાય ચૂકવવે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

Share

No comments

leave a comment