રાજ્યમાં ગત્ત બે દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે. ગઇકાલે સોમવારે પણ રાજ્યના અનેક શહરમાં વરસાદ વરસ્યો હતો. જેના પગલે ડેમમાં નવા નીરની આવક સર્જાઇ છે. આ તમામ વચ્ચે આજે મંગળવારે રાજ્યના 6 જિલ્લામાં ઓરેન્જ અને 20 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે. ઉપરાંત હવામાન વિભાગની અપડેટ અનુસાર આગામી પાંચ દિવસ ભારે વરસાદ થવાની પણ શક્યતા છે. ભારેથી અતિભારે વરસાદ (Rain)ની આગાહી વચ્ચે અમદાવાદમાં આજે વહેલી સવારે 6 વાગ્યાથી ઠંડા પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો.
આગામી દિવસોમાં ભારે વરસાદ (RAIN)ની આગાહી
રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે (Department of Meteorology) આજે મંગળવારે અને આવતીકાલ બુધવારના રોજ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર આજે મંગળવારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તો બીજી બાજુ સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ નોંધાઇ શકે છે. જ્યારે આવતીકાલે બુધવારના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં 190 તાલુકાઓમાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 190 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં પોરબંદર, અમદાવાદ, જૂનાગઢ, સાબકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જ્યારે આજે મંગળવારે સવારે 6 વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં 30 તાલુકાઓમાં મેઘો મહેરબાન થયો છે. રાજ્યમાં સૌથી વધુ ડાંગ, સોજિત્રા, વડોદરા, તારાપુર, આંકલાવ અને ધોળકામાં 10 મિમી કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. જેના પગલે હવે રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 28.24 ઈંચ વરસાદ થયો છે. આ તમામમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત (South Gujarat)માં થયો છે. જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાત (North Gujarat)ના કેટલાક વિસ્તારો હજુ રણ કોરા કટ છે
આ પણ વાંચો: ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ભાદર-1 ડેમ ઓવરફ્લો, 22 ગામને કરાયા એલર્ટ
ભાદર ડેમમાં નવા નીરની આવક
રાજ્યમાં સર્જાયેલા સાર્વત્રિક વરસાદના પગલે ગોંડલ (Gondal)નો ભાદર 1 ડેમ 100 ટકા ભરાયો છે. હાલમાં ભાદર ડેમની સપાટી 3.95 ફૂટ પર પહોંચી છે. ભાદર ડેમમાં 544 ક્યુસેક નવા નીરની આવક થતા આસપાસના 22 જેટલા ગામને એલર્ટ જાહેર કરાયા છે. તો મહિસાગરના કડાણા ડેમમાં પણ 41 હજાર ક્યુસેક પાણીની આવક થઇ છે. ભારે વરસાદથી પાણીની આવક થતા જળસપાટી 417.2 એટલે કે રૂલ લેવલને પાર પહોંચી છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 80 ટકાથી વધુ નોંધાયો છે વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 147 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુર, બનાસકાંઠા અને વડોદરામાં નોંધાયો છે. તો અન્ય શહેરોમાં ક્વાંટ, ડિસા અને ડભોઈમાં પણ વરસાદ નોંધાયો છે. જ્યારે આજે સવારે 6 કલાકથી 8 સુધીમાં 14 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં સુરેન્દ્રનગર, મહેસાણા અને પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ થયો છે તો દસાડામાં 18 મિમી, ખેરાલુમાં 15 મિમી, ખેરાલુ, વડનગર અને ઉંઝામાં 1 ઇંચ, જોટાણામાં 6 મિમી, બેચરાજીમાં 18 એમએમ, વિજાપુરમાં 15 મિમી વિસનગરમાં 14 મિમી અને સતલાસણામાં 19 મિમી વરસાદ થયો છે. આ સાથે જ રાજ્યમાં સિઝનનો કુલ 27 ઈંચ સાથે 83 ટકા વરસાદ નોંધાયો છે.
રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ (Rain)પડી શકે છે
રાજ્યમાં આજે મંગળવારે આણંદ, દાહોદ, મહિસાગર, નર્મદા, બનાસકાંઠા, છોટાઉદેપુર તેમજ આવતીકાલે બુધવારે દ.ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. તો 30 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ, ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં આણંદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરુચ અને તાપીમાં મધ્યમથી ભારે વરસાદ (Heavy rain)ની શક્યતા છે.
વાવાઝોડું સક્રિય : મેઘમહેર તો કહેર જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4