Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 27.
Homeન્યૂઝરાજ્યમાં ફરી વરસાદી માહોલ, આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં ફરી વરસાદી માહોલ, આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

Rain
Share Now

રાજ્યના અનેક જિલ્લાઓમાં ફરી આજે સોમવારે વરસાદી (Rain)માહોલ જામ્યો છે. મહત્વનું છે કે હવામાન વિભાગ તરફથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ બની રહેશે. આગામી 3 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.

આગામી દિવસોમાં ભારે વરસાદ (Rain)ની આગાહી

રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે વરસાદ (Rain)વરસ્યો છે. આ તમામ વચ્ચે હવામાન વિભાગે (Department of Meteorology)આગામી 28 અને 29 ના રોજ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર ગઇકાલે મંગળવારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તો બીજી બાજુ સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ નોંધાઇ શકે છે. જ્યારે 29 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ સહિતના આ શહેરમાં વરસાદી માહોલ

આ તમામ વચ્ચે રાજ્યના અનેક વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. અમદાવાદ (Ahmadabad)માં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. શહેરના ઈસ્કોન ચાર રસ્તા, શિવરંજની, આંબાવાડી, બોપલ, વસ્ત્રાપુર, જજીસ બંગલો, એસજી હાઇવે સહિતના પશ્ચિમ વિસ્તારમાં ભારે માત્રામાં વરસાદ પડ્યો છે. સતત ભારે વરસાદના પગલે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ જતા વાહન ચાલકોની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો આ ઉપરાંત મહીસાગર, મહેસાણા, ગોંડલ પંથકમાં પણ વરસાદી વાતાવરણ સર્જાયુ છે.

ભાદર ડેમમાં નવા નીરની આવક

રાજ્યમાં સર્જાયેલા સાર્વત્રિક વરસાદના પગલે ગોંડલ (Gondal)નો ભાદર 1 ડેમ 100 ટકા ભરાયો છે. હાલમાં ભાદર ડેમની સપાટી 3.95 ફૂટ પર પહોંચી છે. ભાદર ડેમમાં 544 ક્યુસેક નવા નીરની આવક થતા આસપાસના 22 જેટલા ગામને એલર્ટ જાહેર કરાયા છે. તો મહિસાગરના કડાણા ડેમમાં પણ 41 હજાર ક્યુસેક પાણીની આવક થઇ છે. ભારે વરસાદથી પાણીની આવક થતા જળસપાટી 417.2 એટલે કે રૂલ લેવલને પાર પહોંચી છે.

આ પણ વાંચો: રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી

રાજ્યમાં અત્યાર સુધીમાં 80 ટકાથી વધુ નોંધાયો છે વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 147 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુર, બનાસકાંઠા અને વડોદરામાં નોંધાયો છે. તો અન્ય શહેરોમાં ક્વાંટ, ડિસા અને ડભોઈમાં પણ વરસાદ નોંધાયો છે. જ્યારે આજે સવારે 6 કલાકથી 8 સુધીમાં 14 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં સુરેન્દ્રનગર, મહેસાણા અને પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ થયો છે તો દસાડામાં 18 મિમી, ખેરાલુમાં 15 મિમી, ખેરાલુ, વડનગર અને ઉંઝામાં 1 ઇંચ, જોટાણામાં 6 મિમી, બેચરાજીમાં 18 એમએમ, વિજાપુરમાં 15 મિમી વિસનગરમાં 14 મિમી અને સતલાસણામાં 19 મિમી વરસાદ થયો છે. આ સાથે જ રાજ્યમાં સિઝનનો કુલ 27 ઈંચ સાથે 83 ટકા વરસાદ નોંધાયો છે.

રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ (Rain)પડી શકે છે

રાજ્યમાં ગઇકાલે મંગળવારે આણંદ, દાહોદ, મહિસાગર, નર્મદા, બનાસકાંઠા, છોટાઉદેપુર તેમજ 29 સપ્ટેમ્બરે દ.ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. તો 30 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ, ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં આણંદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરુચ અને તાપીમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.

રાજ્યમાં મેઘાની જમાવટ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment