Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / October 16.
Homeન્યૂઝબનાસકાંઠામાં ધોધમાર વરસાદ, 5 ઈંચથી વધુ વરસાદ થતા દુકાન-મકાનોમાં પાણી ઘુસ્યા

બનાસકાંઠામાં ધોધમાર વરસાદ, 5 ઈંચથી વધુ વરસાદ થતા દુકાન-મકાનોમાં પાણી ઘુસ્યા

banaskantha
Share Now

(banaskantha) બનાસકાંઠામાં ધોધમાર વરસાદ, ડીસામાં પાંચ ઇંચથી વધુ ખાબકતાં દુકાનો અને ઘરોમાં પાણી ફરી વળ્યા. (banaskantha)  બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ડિસા અને દાંતીવાડામાં વરસાદ વરસ્યા બાદ 100 જેટલી દુકાનોમાં 5 ફૂટ પાણી ભરાયુ છે. ડીસામાં આખોલ ચાર રસ્તા પાસે પાણી ભરાયા છે. બનાસકાંઠા જિલ્લાની આ દુકાનમાં પાણૂ ભરાતા લાખ્ખો રૂપિયાનું નુકસાન થયું છે. માત્ર 5 ઈંચ જેટલા વરસાદમાં ડીસા જળબંબાકાર થઈ ગયું છે.

 

ડીસાના આખોલ ચાર રસ્તા પર આવેલી દુકાનોમાં પાણી ભરાઈ જતા વેપારીઓની મુશ્કેલીઓમાં પારાવાર વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં ડીસામાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી બાદ બનાસકાંઠા જિલ્લામાં શનિવારથી જ વરસાદ ચાલુ થયો હતો. જેમાં દિવસ દરમિયાન સંપૂર્ણ રીતે વાતાવરણ પેક થઈ ગયું હતું. ભારે ઉકળાટ અને બફારા બાદ શનિવારે મોડી સાંજે વરસાદ ખાબક્યો. આ વરસાદની હેલી શરૂ થતા જ લોકોની મુશ્કેલીઓમાં વધારો થવા લાગ્યો હતો.

છેલ્લા 24 કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ

બનાસકાંઠા (banaskantha) જિલ્લામાં મેઘરાજાએ આખી રાત ધીમી ધારે અમી વરસાવ્યા બાદ આજે વહેલી સવારથી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ડીસા પંથકમાં છેલ્લા 24 કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડતા રોડ રસ્તા પર પાણી જ પાણી જોવા મળ્યા હતા. ભારે વરસાદ થતા અનેક નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું હતું.

આ પણ વાંચો : સુરતમાં ન્હાવા પડેલો યુવક પાણીમાં ગરક, 22 વર્ષના યુવકના મોતથી પરિવારમાં શોક

ભારે વરસાદના પગલે ડીસાની સિંધી કોલોની, લાલચાલી, તેરમિનાળા અને સંતઅન્ના હાઇસ્કુલ પાસેના વિસ્તારોમાં બે ફૂટથી વધુ પાણી ભરાયા છે. જેથી વાહનચાલકો અને રાહદારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સંતઅન્ના હાઇસ્કુલ પાસે  લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જ્યારે ડીસાના આખોલ ચાર રસ્તા પાસે આવેલા શોપિંગ સેન્ટરોમાં પાણી ઘૂસી જતાં દુકાનદારોને મોટું નુકસાન પણ વેઠવાનો વારો આવ્યો છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment