Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝસૌરાષ્ટ્રમાં સાંબેલાધાર – મેઘરાજાનો પ્રકોપ કે પ્રેમ ?

સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર – મેઘરાજાનો પ્રકોપ કે પ્રેમ ?

Ramnath temple
Share Now

હાલ સમગ્ર સૌરાષ્ટ્રને મેઘરાજાએ ઘમરોળી લીધું છે. ગઈ રાતથી સતત ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર આખું જાણે દરિયો બની ગયું છે. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. તો જામનગર સહીત અનેક વિસ્તારોમાં મેઘતાંડવ સર્જાયું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરતા લોકો પાણીમાં ફસાયા છે ત્યારે એરફોર્સ, SDRF અને ફાયરબ્રિગેડની ટીમ બચાવ કામગીરીમાં લાગી છે. તો જુનાગઢના વિસાવદર પંથકમાં ચાર કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો છે. જંગલમાં ભારે વરસાદથી જૂનાગઢ જળબંબાકાર બન્યું છે. શહેરમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ગીરનાર પર્વત પર 10 અને જૂનાગઢમાં 6 ઇંચ વરસાદ વરસી ગયો છે. વરસાદના પગલે પર્વતમાંથી ધોધ વહી રહ્યા છે. પરવત પર હાલ ફિલ્મી અને અલ્કલ્પનીય દ્રશ્યો કુદરતે સર્જ્યા છે. તો ગીરના જટાશંકર આસપાસના વિસ્તારોમાં મેઘો ગાંડોતુર બન્યો હોય તેવા પૂર્ણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. મધ્યમાંથી પસાર થતી સોનરખ અને કાળવા નદીમાં ઘોડાપુર આવ્યું છે અને નરસી મહેતા સરોવર ઓવરફ્લો થતાં આસપાસના વિસ્‍તારો-રસ્‍તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. ગીરનારમાં થયેલા વરસાદથી જૂનાગઢ શહેરની જીવાદોરી સમાન વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે.

Rain

રાજકોટમાં વરસાદનો ફ્લો થોડીવાર માટે ધીમો થયો હતો પરંતુ ફરી ધોધમાર વરસાદ શરુ થયો છે જેથી સર્વત્ર પાણી પાણી થઇ ગયું છે. ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે…. રાજકોટના છાપરા નજીક એક કાર તણાઇ હોવાના દ્રશ્યો મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ, આ કાર પેલીકન ગ્રુપનાં માલિકની છે. આ તણાઈ રહેલી i-20 કારમાં ત્રણ લોકો સવાર હતા. કાર તણાતા NDRFની ટીમની મદદ લેવામાં આવી છે. NDRFની ટીમ દ્વારા ત્રણમાંથી એકનો હાલ બચાવ થઇ ગયો છે તો બાકીના બે વ્યક્તિની શોધખોળ હજુ ચાલી રહી છે. તો રાજકોટ રણુજા મંદિર પાસે પાર્ક કરેલ ટ્રેકટર પણ ડૂબી ગયા છે.

ગીર સોમનાથ જીલ્લાના ઉમેજ ગામે રાવલ નદીમા ઘોડાપુર આવતા ગામ બે ભાગમાં વહેચાઈ ગયું છે. લોકો જીવના જોખમે નદી પાર કરી રહ્યા છે. ઉમેજ ગામ વચ્ચે આવેલ રાવલ નદી પર પુલ બાધવા ગ્રામજનોએ વહિવટીતંત્રને અનેક વાર રજૂઆત કરી હતી તેમ છતાં હજુ સુધી રાવલ નદી પર પુલ નથી બન્યો. ત્યારે લોકોએ હવે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો : ભારે વરસાદથી છલકાયું સૌરાષ્ટ્ર, અનેક ગામ સંપર્ક વિહોણા

Rain

રાજકોટમાં ન્યારી-૧ ડેમના ૭ દરવાજા ૪ ફૂટ ખોલવામાં આવ્યા છે. આથી ન્યારી-૧ ડેમના હેઠવાસમાં આવેલા રાજકોટ તાલુકાના વાજડી-વીરડા, વેજાગા, ગઢવાળી વાજડી તથા લોધીકા તાલુકાના વડવાળી વાજડી, હરીપાર (પાળ) અને પડધરી તાલુકાના ખંભાળા, ન્યારા, રંગપર, તરઘડી, મોટા રંગપર ગામના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.જામનગર જીલ્લાનું આલિયા ગામ સૌથી વધુ પ્રભાવિત બન્યું છે ત્યારે SDRF ની ટીમ દ્વારા પાણીમાં ફસાયેલા લોકોનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે.

No comments

leave a comment