Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeન્યૂઝગુજરાત પર મેઘરાજા મહેરબાન, રાજ્યના 31 તાલુકાઓમાં વરસ્યો વરસાદ

ગુજરાત પર મેઘરાજા મહેરબાન, રાજ્યના 31 તાલુકાઓમાં વરસ્યો વરસાદ

Gujarat Rain
Share Now

ગાંધીનગર: દેશમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું હોવા છતાં ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી હાથતાળી આપી રહેલા મહારાજા એક વખત ફરીથી ગુજરાત પર મહેરબાન થયા હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 31 તાલુકાઓમાં વરસાદ (Gujarat Rain) વરસ્યો છે.

4 દિવસમાં વરસાદી માહોલ જામશે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 4 દિવસમાં સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામી શકે છે. જ્યારે આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાઓમાં ભારે વરસાદ (Gujarat Rain) વરસી શકે છે. આ સિવાય મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 4 દિવસમાં વરસાદ થવાની શક્યતા છે.

24 કલાકમાં 31 તાલુકાઓમાં વરસાદ

જો છેલ્લા 24 કલાકમાં વરસાદના (Gujarat Rain) આંકડા પર નજર નાંખીએ તો, ગુજરાતના 31 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં પારડી અને અમરેલી તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે વાપી, ઉમરગામ, સાવરકુંડલા અને ચોટિલામાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી સિઝનને 14.84 ટકા વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો:  ભારત-શ્રીલંકા વન-ડે સિરીઝની તારીખ ફાઈનલ, 18 જુલાઈએ પ્રથમ મેચ રમાશે

હાલ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ (Gujarat Rain) પડી રહ્યો છે, તો કેટલાક ઠેકાંણે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો, અહીં પણ છેલ્લા કેટલાક દિવસોથી બફારાના કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જો કે છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ આજે બાવળામાં વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગ દ્વારા બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ રવિવારથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને અનેક ઠેકાંણે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહીના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment