Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / October 18.
Homeન્યૂઝરાજ્યના આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી

રાજ્યના આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી

Heavy rainfall
Share Now

રાજ્યમાં ગત્ત બે દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે. ગત્ત સોમવારે પણ રાજ્યના અનેક શહેરમાં વરસાદ વરસ્યો હતો. જેના પગલે ડેમમાં નવા નીરની આવક સર્જાઇ છે. આ તમામ વચ્ચે હવામાન વિભાગની અપડેટ અનુસાર આગામી પાંચ દિવસ ભારે વરસાદ (Heavy rainfall)ની આગાહી પણ કરવામાં આવી છે. તો રાજ્યના 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.  ચક્રવાતીના  આજે સવારથી અમદાવાદ શહેરમાં પણ ભારે પવન ફુંકાવવાનો શરૂ થયો હતો. હાલમાં ચક્રવાતને પગલે તમામ વહીવટી તંત્રને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.

ચક્રવાતના પગલે ભારે વરસાદ (Heavy rainfall)ની આગાહી 

ચક્રવાતી વાવાઝોડું ‘ગુલાબ’ ઓડિશાના સાગરકાંઠે બે દિવસ પહેલાં ટકરાયા બાદ નબળું પડ્યું હતું. ચક્રવાતની અસર હેઠળ મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

190 તાલુકાઓમાં વરસાદ નોંધાયો

રાજ્યમાં 190 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં પોરબંદર, અમદાવાદ, જૂનાગઢ, સાબકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જ્યારે આજે મંગળવારે સવારે 6 વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં 30 તાલુકાઓમાં મેઘો મહેરબાન થયો છે. રાજ્યમાં સૌથી વધુ ડાંગ, સોજિત્રા, વડોદરા, તારાપુર, આંકલાવ અને ધોળકામાં 10 મિમી કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. જેના પગલે હવે રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 28.24 ઈંચ વરસાદ થયો છે. આ તમામમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત (South Gujarat)માં થયો છે. જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાત (North Gujarat)ના કેટલાક વિસ્તારો હજુ રણ કોરા કટ છે

આ પણ વાંચો: રાજ્યમાં આગામી આટલા દિવસ ભારે વરસાદની આગાહી, 25 થી વધુ જિલ્લામાં એલર્ટ જાહેર

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ (Heavy rainfall)પડી શકે છે

આજે બુધવારે દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. તો આવતીકાલે ગુરૂવારે દક્ષિણ ગુજરાતના ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ, ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં આણંદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરુચ અને તાપીમાં મધ્યમથી ભારે વરસાદ (Heavy rain)ની શક્યતા છે.

તાપી નદી બે કાંઠે જુઓ વીડિયો:

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment