Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / June 25.
Homeન્યૂઝરાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, ગુલાબ વાવાઝોડું છેલ્લા 24 કલાકમાં શાહીન બને તેવી આગાહી

રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, ગુલાબ વાવાઝોડું છેલ્લા 24 કલાકમાં શાહીન બને તેવી આગાહી

Rain
Share Now

બંગાળમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન ગુલાબની તીવ્રતા ગુજરાતના દરિયાકાંઠા સુધી પહોંચતા વધી હતી. જેના પગલે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ (Rain)થયો હતો. રાજ્યના 196 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ બન્યો હતો. ગીરનાર જંગલમાં પણ 12 ઇંચ વરસાદ પડતા જૂનાગઢની સોનરખ નદીમાં ભારે પૂર આવ્યું હતું. ભરૂચ શહેરમાં પણ ભારે વરસાદને પગલે શેરીઓમાં પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી.

અહીં ભારે વરસાદ (Rain)વરસ્યો

ચક્રવાતી તોફાન ગુલાબની જો વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારમાં ટકરાવ થતા રાજ્ય સહિત જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ, જામનગર સહિતના શહેરોમાં સવારથી સતત વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે રાજ્યભરમાં અનેક માર્ગોને પણ બંધ કરવાની ફરજ પડી હતી. જેનાથી ખાસ કરીને ઓફીસ અને કામ અર્થે અવર જવર કરતા લોકો પ્રભાવિત થયા હતા. ગુલાબ વાવાઝોડા (Cyclone)ની તીવ્રતામાં વધારો થતા કંડલા બંદરે 3 નંબરનું સિગ્નલ અપાયું હતું. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં 60થી 150 કિમીની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી કરી હતી. દરમિયાન સપ્ટેમ્બરમાં ભારે વરસાદને પગલે એક માત્ર રાજકોટ જિલ્લામાં 27માંથી 21 જળાશયો ઓવરફ્લો થયા છે.

 

ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમો તહેનાત

ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યમાં એનડીઆરએફ (NDRF)ની ટીમ તૈનાત કરવામાં આવી છે. NDRFની ટીમ સુરત, વલસાડ, નવસારી, રાજકોટ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, જામનગર, પાટણ, મોરબી, દ્વારકા, પોરબંદર, ખેડા તથા ગાંધીનગર ખાતે તહેનાત કરવામાં આવ્યા છે. જ્યારે એસડીઆરએફ (SDRF)ની ટુકડીઓ રાજકોટ, જૂનાગઢ, જામનગર અને ખેડા ખાતે મોકલવામાં આવી છે.

ગુલાબ 24 કલાકમાં શાહીન ફેરવાશે?

દક્ષિણ ગુજરાત અને ખંભાતના અખાત વચ્ચે ગઇકાલે બુધવારે સવારે ગુલાબ વાવાઝોડા (Cyclone)નો એક ભાગ ઘાતક બન્યો હતો, 1 ઓક્ટોબર સુધીમાં આ સિસ્ટમ શાહીન (Shaheen)વાવાઝોડામાં બદલવાની આગાહી કરવામાં આવી છે. હાલમાં તો શાહીન વાવાઝોડું જો કે ગુજરાત કાંઠા નજીકથી પસાર થઈને ઓમાન તરફ આગળ ધપશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સમય દરમિયાન દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ (Meteorological Department)દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો: Bharuch માં પૂર જેવી સ્થિતિ, ઘરો અને ઝુંપડપટ્ટી વિસ્તાર પાણીમાં ગરકાવ

ભાદર-1 (BHADAR)ડેમ ફરી ઓવરફ્લો થયો

સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર-1 ડેમ વર્ષમાં બીજીવાર ઓવરફ્લો (overflows)થઈ ગયો છે. ડેમ સાઈટ પર સાયરન વગાડીને ડેમ ઓવરફલો થવાનો મેસેજ આપ્યો હતો. ગઈ રાત્રી દરમિયાન ઉપરવાસમાં ગોંડલ, જસદણના ગામોમાં ભારે વરસાદના કારણે આજે બુધવારે વહેલી સવારે ડેમના ઈજનેર દ્વારા ડેમના 29 દરવાજા 6 ફૂટે ખોલવામાં આવ્યા હતા. ડેમ ઓવરફ્લો (Dem Overflow)થતા જેતપુર, ગોંડલ, જામકંડોરણા તાલુકાના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજકોટ, જેતપુર અને ગોંડલના ગામોની ૨૨ લાખની વસ્તી પીવાના પાણીની અને 46 ગામોના ખેડૂતો (Farmer)ને સિંચાઇ માટેની પાણીની સમસ્યા આજે દૂર થઈ ગઈ છે.

190 તાલુકાઓમાં વરસાદ નોંધાયો

રાજ્યમાં 190 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં પોરબંદર, અમદાવાદ, જૂનાગઢ, સાબકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જ્યારે આજે મંગળવારે સવારે 6 વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં 30 તાલુકાઓમાં મેઘો મહેરબાન થયો છે. રાજ્યમાં સૌથી વધુ ડાંગ, સોજિત્રા, વડોદરા, તારાપુર, આંકલાવ અને ધોળકામાં 10 મિમી કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. જેના પગલે હવે રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 28.24 ઈંચ વરસાદ થયો છે. આ તમામમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત (South Gujarat)માં થયો છે. જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાત (North Gujarat)ના કેટલાક વિસ્તારો હજુ રણ કોરા કટ છે.

રાજ્યમાં સૌથી વધુ વરસાદ ક્યા પડ્યો?

રાજ્યમાં સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુર, બનાસકાંઠા અને વડોદરામાં નોંધાયો છે. તો અન્ય શહેરોમાં ક્વાંટ, ડિસા અને ડભોઈમાં પણ વરસાદ નોંધાયો છે. જેમાં સુરેન્દ્રનગર, મહેસાણા અને પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ થયો છે તો દસાડામાં 18 મિમી, ખેરાલુમાં 15 મિમી, ખેરાલુ, વડનગર અને ઉંઝામાં 1 ઇંચ, જોટાણામાં 6 મિમી, બેચરાજીમાં 18 એમએમ, વિજાપુરમાં 15 મિમી વિસનગરમાં 14 મિમી અને સતલાસણામાં 19 મિમી વરસાદ થયો છે. આ સાથે જ રાજ્યમાં સિઝનનો કુલ 27 ઈંચ સાથે 83 ટકા વરસાદ નોંધાયો છે.

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ (rain)પડી શકે છે

આજે ગુરૂવારે દક્ષિણ ગુજરાતના ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ, ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં આણંદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરુચ અને તાપીમાં મધ્યમથી ભારે વરસાદ (Heavy rain)ની શક્યતા છે.

તાપી નદી બે કાંઠે જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment