Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝસુરત :- ધોધમાર વરસાદે તંત્રની ઊંઘ બગાડી, રાતભર દોડતા રહ્યા

સુરત :- ધોધમાર વરસાદે તંત્રની ઊંઘ બગાડી, રાતભર દોડતા રહ્યા

Surat rains
Share Now

સુરત(Surat) શહેરમાં મોડી રાત્રીએ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ બોલાવી હતી. રાત્રીના સમયે સુરત(Surat) શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઈ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા.જેથી મોડી રાત્રે તંત્રની ટીમ દોડતી થઇ ગયી હતી. આ ઉપરાંત સુરત(Surat) શહેરમાં પડેલા ધોધમાર વરસાદને પગલે ૧૫ જેટલા વૃક્ષો(Tree) ધરાશાહી થવાની ઘટનાઓ પણ સામે આવી હતી.

Surat Mayor

ધોધમાર વરસાદથી મોડી રાત્રે સુરતમાં મેયર સહિત મનપા અધિકારી થયા દોડતા

હવામાન વિભાગની આગાહીને પગલે સુરતના(Surat) વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. રવિવારની વહેલી સવારથી જ સુરત(Surat) શહેરમાં અંધાર પટ વાતાવરણ વચ્ચે ઝરમર અમવા વરસાદી ઝાપટા સાથે વરસાદી માહોલ શરુ થયો હતો. દરમ્યાન મોડી રાત્રીના સમયે સુરત(Surat) શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઈને સુરતના(Surat) અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.સુરતના(Surat) નાનપુરા , લીંબયાત ,પર્વત પાટિયા , વરાછા અને સ્ટેશન ગરનાળા સહિત વિસ્તારોમાં પાણી ભરાય જતા તંત્રની મોન્સૂન કામગીરી સામે અનેક પ્રશ્નો સર્જાયા જતા.ત્યારે સુરતમાં(Surat) પ્રથમ જ ધોધમાર વરસાદના કારણે પાણી  ભરાઈ જતા મેયર સહીત ફાયર વિભાગ(Fire Department) અને મનપાના(SMC) અધિકારીઓ આખી રાત દોડીને કામગીરી કરી હતી. આ ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ(Rain) વરસતા સુરત(Surat) શહેરમાં અનેક વિસ્તારોમાં ઝાડ( Tree) પડવાની ઘટનાઓ પણ સામે આવી હતી. સુરતમાં(Surat) મોડી રાત્રી થી સવાર સુધીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ અને ગાજવીજ સાથે સુરતમાં(Surat) અંદાજે જુદા જુદા વિસ્તારો મળી 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો.

આ પણ વાંચો : યુપીમાં બ્રાહ્મણો પર થઈ રહેલા અત્યાચાર મુદ્દે માયાવતીએ યોગી સરકાર પર કર્યા પ્રહાર

 

Water flooded by heavy rainsસુરતના નીચાણવાળા વિસ્તારોમાં સર્જાઈ કેવી સ્થિતિ ?

ચોમાસાની શરૂઆત થવા છતાં અત્યાર સુધી વરસાદ સુરતમાં(Surat) સંતાકૂકડી રમી રહ્યો હતો.ત્યારે ઋતુનો પ્રથમ જ કહી શકાય તેમ સુરતમાં(Surat) રવિવારે મોડી રાત્રે એકાએક લંબોસમય ધોધમાર વરસાદ વરસ્યો હતો. મોડી રાત્રીએ સુરતમાં(Surat) વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસયો હતો.જેને લઈને સુરતના(Surat) નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી હતી. સુરતમાં છેલ્લા ૨૪ કલાકમાં અંદાજે ૭ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.જ્યારે  મોડી રાત્રિથી સવાર સુધીમાં 4 ઇંચ વરસાદ વરસ્યો હોવાનું સામે આવ્યું છે.જેમાં લીંબાયત મીઠી ખાડી, હોડી બગલા, પર્વત પાટિયા ,માગોબ ,લીંબાયત ગરનાળા, સહિતના વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા.જેથી વહેલી સવારે અનેક લોકોને સ્થળાંતર કરવા પડયા હતા.

શહેરમાં ધોધમાર વરસાદથી અનેક વૃક્ષ ધરાસાઇ 

સુરતમાં ધોધમાર વરસાદ ગાજવીજ સાથે વરસ્યો હતો. જેને લઇને સુરતમાં એક તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી .તો બીજી તરફ સુરતમાં ઝાડ(Tree) પડવાની ઘટનાઓ પણ સામે આવી હતી.સુરતમાં મોડી રાત્રીએ અલગ અલગ જગ્યાએ ૧૫ જેટલા વૃક્ષો(Tree) ધરાશાઇ થયા હતા. જેને લઈને ફાયર વિભાગ( Fire Department) સતત દોડત્તું થયું હતું. ભારે વરસાદ વરસતા સોસાયટીમાં, જાહેર રોડ પર વૃક્ષો ધરાશાઇ થવાની ઘટનાઓ સામે આવી હતી.ફાયર વિભાગે(Fire Department) જણાવ્યું હતું કે વૃક્ષો ધરાશાહી થવાના કોલ મળતા જ આખી રાત અને દિવસ ફાયર વિભાગની(Fire Department) ટીમ દોડતી રહી હતી. જ્યાં જ્યાં વૃક્ષો(Tree) ધરાશાહી થયા છે ત્યાં કામગીરી હાથ ધરવામાં આવી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની ક્યાય પણ નોંધાઈ નથી.
Migration of people

કુંભારીયા બાદલ ફળિયામાં પરિવારોનું સ્થળાંતર કરાયું

સુરત(Surat) શહેર અને જિલ્લામાં મેઘારાજા નમમૂકીને વરસસ્યા હતા.જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં જનજીવનને માઠી અસર પહોંચી હતી. પર્વત પાટિયા વિસ્તારમાંથી પસાર થતી ખાડી સુરત(Surat) જિલ્લામાં અને શહેરમાં પડેલા વરસાદને પગલે ઓવરફ્લો થઈ ગઈ હતી અને આસપાસના વિસ્તારોમાં ખાડીના પાણી ફરી વળ્યાં હતા.ખાડી ઓવરફ્લો થતા પરવત ગામના પાદર ફળિયામાં મોડી રાત્રીએ પાણી ભરાઈ ગયાં હતાં.જેથી કેટલાક લોકોને મોડી રાત્રીએ જ સ્થળાંતર કરાવું પડ્યું હતું. લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી જતાં 15 પરિવારનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું હતું. સ્લમ ઈમ્પ્રુવમેન્ટ સમિતિના ચેરમેન દિનેશભાઈ રાજપૂરોહિતને ઘટનાની જાણ થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેઓએ તમામ પરિવારોનું સ્થળાંતર કર્યું હતું. તેમજ તમામ પરિવારને મનપાની સરકારી શાળામાં ખસેડવામાં આવ્યા હતા અને તેઓને ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરી હતી.ત્યાં બીજી તરફ મનપાના(SMC) વિરોધ પક્ષના આપ પાર્ટીના નેતા ધર્મેશ ભંડેરી દ્વારા આક્ષેપ કરાયા હતા કે દરવર્ષે સામાન્ય વરસાદ વરસતા ખાડી ઓવરફ્લો થઈ જાય છે.જેને લઈ સ્થાનિક લોકોએ પુર જેવી સ્થિતિ નો સામનો કરવો પડે છે.પ્રસાશન આ સમસ્યાનો કોઈ નિરાકરણ લાવતી નથી.સત્તા પક્ષ ભાજપના પાપના કારણે વારંવાર આ સમસ્યાનો ભોગ અહીંની જનતાઓએ બનવું પડી રહ્યું છે.હજુ તો આ સામાન્ય વરસાદ હતો 5 દિવસની આગાહીમાં વધુ વરસાદ પડશે તો આ વિસ્તારની હાલત વધુ ગંભીર બની શકે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment