Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeન્યૂઝ‘શાહિન’ વાવાઝોડું ક્યાં ટકરાશે? રાજ્યમાં અહીં ભારે વરસાદની આગાહી

‘શાહિન’ વાવાઝોડું ક્યાં ટકરાશે? રાજ્યમાં અહીં ભારે વરસાદની આગાહી

Heavy Rains
Share Now

રાજ્યમાં ભારે વરસાદ (Heavy Rains)વરસ્યા વચ્ચે ગુલાબ (Gulab)વાવાઝોડાનો ખતરો મંડરાયેલો હતો. જેની ઘાત હવે ટળી છે. પરંતુ આ વાવાઝોડુ (Hurricane)બદલાઇને શાહીનમાં પરીવર્તીત થયુ છે જે આજે શનિવારે વધારે શક્તિશાળી બની શકે છે. વાવાઝોડું પાકિસ્તાનના કાંઠા વિસ્તારો તરફ ટકરાશે. તે સમયે તે સૌથી શક્તિશાળી હશે.

અહીં વરસી શકે છે ભારે વરસાદ (Heavy rain)

પાકિસ્તાન (Pakistan)ના કાંઠા વિસ્તારો તરફ ટકરાવા સાથે વાવાઝોડુ (Hurricane)શક્તિશાળી થઇ જશે. આ સાથે 100 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન પણ ફૂંકાય તેવી શક્યતા સેવાઇ રહી છે. જોકે, વાવાઝોડું ભારતના કાંઠા વિસ્તારોથી થોડે દૂર રહેવાનું હોવાથી વધુ નુકસાન થાય તેવી શક્યતા નથી, છતાં ભારતીય હવામાન વિભાગે (Department of Meteorology)એલર્ટ જારી કરીને કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને અને માછીમારોને ચેતવણી આપી છે. ગુજરાતમાં, સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જણાવી દઇએ કે આગામી 36 કલાક સુધી આ વાવાઝોડું સક્રિય રહેશે.

આ પણ વાંચો: શાહીન વાવાઝોડા ફંટાયું, આગામી બે દિવસ રાજ્યના આ વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા

ઉલ્લેખનિય છે કે, ચક્રવાતી તોફાન ગુલાબની જો વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારમાં ટકરાવ થતા રાજ્ય સહિત જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ, જામનગર સહિતના શહેરોમાં સવારથી સતત વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે રાજ્યભરમાં અનેક માર્ગોને પણ બંધ કરવાની ફરજ પડી હતી. જેનાથી ખાસ કરીને ઓફીસ અને કામ અર્થે અવર જવર કરતા લોકો પ્રભાવિત થયા હતા. ગુલાબ વાવાઝોડા (Cyclone)ની તીવ્રતામાં વધારો થતા કંડલા બંદરે 3 નંબરનું સિગ્નલ અપાયું હતું. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં 60થી 150 કિમીની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી કરી હતી. દરમિયાન સપ્ટેમ્બરમાં ભારે વરસાદને પગલે એક માત્ર રાજકોટ જિલ્લામાં 27માંથી 21 જળાશયો ઓવરફ્લો થયા છે.

ભાદર-1 (BHADAR)ડેમ ફરી ઓવરફ્લો થયો

સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર-1 ડેમ વર્ષમાં બીજીવાર ઓવરફ્લો (overflows)થઈ ગયો છે. ડેમ સાઈટ પર સાયરન વગાડીને ડેમ ઓવરફલો થવાનો મેસેજ આપ્યો હતો. ગઈ રાત્રી દરમિયાન ઉપરવાસમાં ગોંડલ, જસદણના ગામોમાં ભારે વરસાદના કારણે આજે બુધવારે વહેલી સવારે ડેમના ઈજનેર દ્વારા ડેમના 29 દરવાજા 6 ફૂટે ખોલવામાં આવ્યા હતા. ડેમ ઓવરફ્લો (Dem Overflow)થતા જેતપુર, ગોંડલ, જામકંડોરણા તાલુકાના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજકોટ, જેતપુર અને ગોંડલના ગામોની ૨૨ લાખની વસ્તી પીવાના પાણીની અને 46 ગામોના ખેડૂતો (Farmer)ને સિંચાઇ માટેની પાણીની સમસ્યા આજે દૂર થઈ ગઈ છે.

100 થી વધુ તાલુકામાં વરસાદ પડ્યો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 100 થી વધુ તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ દ્વારકાના ખંભાળિયામાં થયો છે. રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં પડેલા વરસાદને કારણે વરસાદની ઘટ હવે પુરી થઇ ગઇ છે. જ્યારે બીજી તરફ એક મહિનામાં થયેલા વરસાદને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં તારાજી જેવા દ્રશ્યો જોવા મળ્યાં છે. ઉત્તર ગુજરાતમાં આ વખતે 70 ટકા વરસાદ થયો છે. પરંતુ કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદની ઘટ રહેતા જળાશયોમાં પાણીની આવક હજુ વધી નથી. રાજ્યમાં સિઝનનો કુલ 31 ઈંચ વરસાદ થયો છે. જેમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર (Saurashtra)માં થયો છે.

આટલા જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ

રાજ્યમાં સપ્ટેમ્બરમાં મેઘરાજા મન મૂકીને વરસતાં 31.04 ઈંચ સાથે મોસમનો સરેરાશ 94 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જૂનથી ઓગસ્ટ દરમિયાન માત્ર 14.31 ઈંચ વરસાદ નોંધાતા વરસાદની ઘટની ભીતિ સર્જાઇ હતી. સપ્ટેમ્બરના પ્રારંભે વરસાદ (Rain)ની 45 ટકાથી વધારે ઘટ હતી. પરંતુ સપ્ટેમ્બરમાં 16.77 ઈંચ સાથે જ રાજ્યમાંથી વરસાદની હવે ઘટ પણ રહી નથી. રાજ્યના 33માંથી 14 જિલ્લામાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. તેમાં પણ જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, આણંદ, ભરૃચ, કચ્છ, ભાવનગર, બોટાદ, વલસાડ, છોટા ઉદેપુર, નર્મદાનો સમાવેશ થાય છે. જેમાં જામનગર જિલ્લામાં સિઝનનો સૌથી વધુ સરેરાશ 138 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે.

આ જિલ્લાઓમાં 35 ટકાથી ઓછી ઘટ

બીજી તરફ કેટલાક જિલ્લાઓ એવા છે જ્યાં 35 ટકાથી ઓછી ઘટ છે. જેમાં 33 ટકા સાથે દાહોદ-તાપી-અરવલ્લી સૌથી વધારે ઘટ ધરાવે છે. આ સિવાય સુરેન્દ્રનગર, તાપી, વડોદરા, સાબરકાંઠા, પાટણ, નવસારી, મહેસાણા, મહીસાગર, ખેડા, ગાંધીનગર, ડાંગ, બનાસકાંઠા, અમદાવાદ એવા જિલ્લા છે જ્યાં હજુ વરસાદની ઘટ છે. રાજ્યના 251માંથી 59 તાલુકામાં 40 ઈંચથી વધુ, 129 તાલુકામાં 19.72થી 39.37, 61 તાલુકામાં 9.88થી 19.68 ઈંચ વરસાદ નોંધાયો છે. માત્ર બે તાલુકા એવા છે જ્યાં વરસાદ 4.69 ઈંચથી 9.84 ઈંચ વચ્ચે છે. સૌથી વધુ વરસાદ નોંધાયો હોય તેવા જિલ્લામાં 90 ઈંચ સાથે વલસાડ મોખરે, 61.18 ઈંચ સાથે નવસારી બીજા અને 55.19 ઈંચ સાથે સુરત ત્રીજા સ્થાને છે.

રાજ્યમાં સૌથી વધુ અને ભારે વરસાદ (Heavy Rain)ક્યા પડ્યો?

રાજ્યમાં સૌથી વધુ વરસાદ (Rain)છોટા ઉદેપુર, બનાસકાંઠા અને વડોદરામાં નોંધાયો છે. તો અન્ય શહેરોમાં ક્વાંટ, ડિસા અને ડભોઈમાં પણ વરસાદ નોંધાયો છે. જેમાં સુરેન્દ્રનગર, મહેસાણા અને પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ થયો છે તો દસાડામાં 18 મિમી, ખેરાલુમાં 15 મિમી, ખેરાલુ, વડનગર અને ઉંઝામાં 1 ઇંચ, જોટાણામાં 6 મિમી, બેચરાજીમાં 18 એમએમ, વિજાપુરમાં 15 મિમી વિસનગરમાં 14 મિમી અને સતલાસણામાં 19 મિમી વરસાદ થયો છે. આ સાથે જ રાજ્યમાં સિઝનનો કુલ 27 ઈંચ સાથે 83 ટકા વરસાદ નોંધાયો છે.

તાત પર વરસી આફત જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment