રાજ્યમાં ગત્ત કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આ તમામ વચ્ચે ભરૂચ (Bharuch)જિલ્લામાં પણ ગુલાબ વાવાઝોડાની અસરના પગલે ભારે માત્રામાં વરસાદ પડ્યો છે. જિલ્લામાં ગણતરીની કલાકોમાં જ વરસાદ (Rain)પડતાં હાલમાં જનજીવન ઠપ્પ થયું છે. શહેરમાં સૌથી વધુ ભરૂચમાં 5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, તો અંકલેશ્વરમાં પણ 5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં ઘર અને ઝુંપડપટ્ટી વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. આ તમામ સ્થિતિને પગલે સ્થાનિકવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યોં છે.
ભરૂચ (Bharuch)ના રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા
મહત્વનું છે કે, મોડી રાતથી મેઘરાજાએ ભરૂચમાં ધમાકેદાર બેટિંગ કરી હતી. ભારે વરસાદ (Heavy Rain)ના પગલે ભરૂચ-અંકલેશ્વરના રસ્તાઓ સહિત સ્થાનિકોના ઘરમાં પાણી ભરાતાં લોકોની હાલત કકોડી બની છે. ભરૂચ જિલ્લામાં મોડી રાતથી વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ નદીઓમાં ફેરવાયા છે, તો કેટલીક જગ્યાએ ખાડા અને ભુવાઓ પડતાં વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
બપોર સુધીમાં શહેર પાણી પાણી
હવામાન વિભાગ (Meteorological Department)ની આગાહીને પગલે રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. જ્યારે ભરૂચમાં મેઘાએ સતત વિસ્ફોટક બેટિંગ કરી છે. ભારે વરસાદને પગલે સ્ટેટ હાઇવે પર પાણી ભરાતાં વાહનવ્યવહારને અસર પહોંચી છે. ભરૂચમાં સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં બે કલાકમાં 85 મિ.મી જ્યારે 8થી 2 વાગ્યા સુધીમાં 17 મિ.મી. વરસાદ પડ્યો છે.
190 તાલુકાઓમાં વરસાદ નોંધાયો
રાજ્યમાં 190 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં પોરબંદર, અમદાવાદ, જૂનાગઢ, સાબકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જ્યારે આજે મંગળવારે સવારે 6 વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં 30 તાલુકાઓમાં મેઘો મહેરબાન થયો છે. રાજ્યમાં સૌથી વધુ ડાંગ, સોજિત્રા, વડોદરા, તારાપુર, આંકલાવ અને ધોળકામાં 10 મિમી કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. જેના પગલે હવે રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 28.24 ઈંચ વરસાદ થયો છે. આ તમામમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત (South Gujarat)માં થયો છે. જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાત (North Gujarat)ના કેટલાક વિસ્તારો હજુ રણ કોરા કટ છે.
20 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
રાજ્યમાં ગત્ત બે દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે. ગત્ત સોમવારે પણ રાજ્યના અનેક શહેરમાં વરસાદ વરસ્યો હતો. જેના પગલે ડેમમાં નવા નીરની આવક સર્જાઇ છે. આ તમામ વચ્ચે હવામાન વિભાગની અપડેટ અનુસાર આગામી પાંચ દિવસ ભારે વરસાદ (Heavy rainfall)ની આગાહી પણ કરવામાં આવી છે. તો રાજ્યના 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. ચક્રવાતીના આજે સવારથી અમદાવાદ શહેરમાં પણ ભારે પવન ફુંકાવવાનો શરૂ થયો હતો. હાલમાં ચક્રવાતને પગલે તમામ વહીવટી તંત્રને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો: સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર-1 ડેમ ફરી ઓવરફલો, 22 ગામોને કરાયા એલર્ટ
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ (Heavy rainfall)પડી શકે છે
આજે બુધવારે દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તો આવતીકાલે ગુરૂવારે દક્ષિણ ગુજરાતના ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ, ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં આણંદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરુચ અને તાપીમાં મધ્યમથી ભારે વરસાદ (Heavy rain)ની શક્યતા છે.
ગજરાત પર ‘ગુલાબ’ નો કહેર જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4