નર્મદા (Narmada)જિલ્લામાં ગઇકાલે બુધવારના રોજ ભારે વરસાદને પગલે ભારે ખાના ખરાબી સર્જાઈ છે. જેમાં રસ્તાઓ, નાળાઓ પાણી ફરી વળતા અનેક ગામોનો સંપર્ક વ્યવહાર કપાઈ ગયો હતો. દર વર્ષે રોડ રસ્તા નાળાના વિકાસના કરોડોના આયોજન થતાં હોવા છતાં નર્મદામાં ચોમાસામાં મોટા રસ્તાઓ, નાળાઓ તૂટી જવાને કારણે આમ જનતાને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. વરસાદે આ વખતે પણ રસ્તા નાળાના તકલાદી કામોની પોલ ખોલી નાખી છે.
નર્મદા (Narmada) જિલ્લાના આ ડેમમાંથી પાણી છોડાયુ
જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ જિલ્લામાં નાંદોદ તાલુકાના જીતગઢ ગામ નજીક આવેલા કરજણ ડેમના ઉપરવાસમાં આવેલા સ્ત્રાવ વિસ્તાર સાગબારા અને દેડિયાપાડા તાલુકામાં ભારેથી અતિભારે થયેલા વરસાદ (Heavy Rainfall)ના પગલે ગઇકાલે બુધવારના રોજ સવારે કરજણ જળાશયમાંથી અંદાજિત કુલ-૧.૬૧ લાખ ક્યુસેક પાણીના ઇન્ફલો સામે ૯ ગેટ ૩ મીટર ઉચા ખોલીને ૧.૫૪ લાખ ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી છે. કરજણ બંધમાંથી છોડવામાં આવેલા આ પાણીના પ્રવાહના લીધે નિચવાસમાં કરજણ નદીના કાંઠાના રાજપીપલા શહેર સહિતના સંબંધિત ગામો ભદામ, ભચરવાડા, હજરપુરા, ધાનપોર અને ધમણાચાના લોકોને નદી કિનારાથી દૂર રહેવા અને પશુધનને પણ દૂર રાખવા માટે સાવચેત કરવામાં આવ્યાં છે.
આ રસ્તાઓ થયા પુર્વવત
ભારે વરસાદને કારણે નાંદોદ તાલુકાના ગાગર, મોજી અને નામલગઢ ગામના બંધ થયેલા રસ્તાઓ વરસાદી પાણી ઓસરી જવાથી ઉક્ત રસ્તાઓ પુન: ચાલુ થયેલા છે. જ્યારે રામગઢથી રાજપીપલા બ્રિજના ધોવાણ થયેલા રસ્તા બાબતે જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના તરફથી કોઇ અકસ્માત ન થાય તે માટે ત્યાં બેરીકેટીંગ કરવામાં આવેલુ છે અને વરસાદી પાણી ઓસર્યેથી દૂરસ્તી કાર્યવાહી સત્વરે હાથ ધરાશે, જેથી આ બ્રિજના રસ્તાના વિકલ્પરૂપે હાલમાં રામગઢ અને તેની આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારના લોકો-ગ્રામજનો લીમટવાડા-રાજપીપલા હાઇવે થઇને રાજપીપલા મુખ્ય મથકે અવર-જવર કરી શકશે.
આ પણ વાંચો: રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, ગુલાબ વાવાઝોડું છેલ્લા 24 કલાકમાં શાહીન બને તેવી આગાહી
નર્મદા (Narmada)જિલ્લા સહિત અનેક રસ્તાઓ ફરી કાર્યરત
તદ્ઉપરાંત, દેડિયાપાડા તાલુકામાં ગઢ અને ફાટુક ફળીયા વચ્ચેના નાળાના એપ્રોચનું, ફુલસરથી બેબાર જવાના રસ્તા ઉપરના ત્રણ નાળાના એપ્રોચના ધોવાણથી બંધ થયેલા ઉક્ત રસ્તાઓ આજે બપોરે જ પુન: કાર્યરત થયેલ છે. માર્ગ મકાન વિભાગ દ્વારા ત્રણ જે.સી.બી મશીનથી તાત્કાલિક આ ત્રણેય નાળાઓની દૂરસ્તી કામગીરી પણ પૂર્ણ કરી દેવાઇ છે. તદ્ઉપરાંત, ડુમખલથી કણજી-વાંદરી, વાળા કોઝવે ઉપર ફરી વળેલું નદીના પાણીનો પ્રવાહ આગામી ૨૪ કલાકમાં ઘટ્યેથી તુરત જ આ રસ્તો વાહન વ્યવહાર માટે પુન: કાર્યરત બનશે અને તુરત જ તેની દૂરસ્તી કાર્યવાહી હાથ ધરાશે. જ્યારે સાગબારા તાલુકાના પાટ ગામથી કેલ ગામને જોડતા કોઝવે ઉપરથી પાણી આવી જવાના કારણે બંધ થયેલો રસ્તો આગામી ૨૪ કલાકમાં વરસાદી (Rain)પાણીનો પ્રવાહ ઘટ્યેથી અવર-જવર માટે પુન: કાર્યરત થશે.
નર્મદા જિલ્લો પાણી પાણી જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4