Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeન્યૂઝમધ્ય પ્રદેશમાં ભારે વરસાદે 20 થી વધુ લોકોના જીવ લીધા, 1250 ગામ પ્રભાવિત

મધ્ય પ્રદેશમાં ભારે વરસાદે 20 થી વધુ લોકોના જીવ લીધા, 1250 ગામ પ્રભાવિત

Share Now

મધ્ય પ્રદેશ (Madhya pradesh)માં ભારે વરસાદ (Heavy Rain)ના પગલે આવેલા પૂર (Flood)થી રાજ્યને ભારે માત્રામાં નુકસાન પહોંચ્યું છે. સૂબેમાં પૂર (Flood) અને તે સાથે જોડાયેલા કેટલાક અકસ્માતો (Accident)માં 24 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 1250 ગામ પ્રભાવિત થયા છે. ભારે વરસાદ (Heavy rain)ના પગલે ગ્વાલિયર, શિવપુરી, ગુના, શ્યોપુર, દતિયા, અશોકનગર, ભિંડ અને મુરૈનામાં ભારે માત્રામાં નુકસાન થયુ છે.

8 હજારથી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયુ

પૂર (Flood)માં ફસાયેલા લોકોને બચાવવામાં એનડીઆરએફ (NDRF), એસડીઆરએફ (SDRF), વાયુસેના અને સેના (Army) લાગી છે. અત્યાર સુધીમાં આ તમામ બચાવ દળ દ્વારા 8 હજારથી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયુ છે. સૂબેમાં પૂરના ખતરાને જોતા 20 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવ્યા છે. હાલમાં મુરૈના, શિવપુરી, ભિંડ, શ્યોપુર અને અશોકનગરમાં લોકોને બચાવવા માટે આર્મીનું એક ગૃપ કામ કરી રહ્યુ છે. જ્યારે એનડીઆરએફ (NDRF)ના 8 યુનિટ પણ તૈનાત છે. તદઉપરાંત 3 હેલીકોપ્ટર, એસડીઆરએફ (SDRF)ની 29 ટીમ પણ ખડેપગે તૈનાત છે.

20 હજારથી વધુ મકાન તુટી ગયા

મધ્ય પ્રદેશ (Madhya pradesh)માં ભારે વરસાદ (Heavy Rain)ના પગલે પૂરએ પોતનું રૂદ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ છે. એમપી (MP)માં અત્યાર સુધીમાં 20 હજારથી વધુ મકાન તુટી ગયા છે. તદઉપરાંત નદીમાં ભારે માત્રમાં પાણીના વહેણના પગલે 6 પુલ તુટીને પાણીમાં વહી ગયા છે. જણાવી દઇએ કે મધ્ય પ્રદેશ (Madhya pradesh)ના ગ્વાલિયરમાં ભારે વરસાદ (Heavy Rain)અને ડેમમાંથી છોડવામાં  આવેલા પાણીના પગલે હાલત કાબુ બહાર થઇ ગઇ છે. રાહત બચાવ માટે સેના અને વાયુસેનાની મદદ લેવામાં આવી રહી છે. વાયુસેનાના હેલીકોપ્ટર દ્વારા લોકોને બચાવવામાં આવી રહ્યા છે, પરંતુ ભારે વરસાદ (Heavy Rain)ના પગલે રેસ્ક્યુ કરવામાં પણ સેના અને વાયુસેનાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક ગામની સ્થિત અત્યંત ખરાબ છે. ગામમાં પાણીના ભારે વહેણના પગલે રેસ્ક્યુ ટીમ પણ પહોંચી શકતી નથી. લોકો પહાડ, મંદિર, ખુલ્લા મેદાન અને ટ્રેક્ટરની ટ્રોલીમાં રહીને સમય પસાર કરી રહ્યા છે. 

રાજ્યના ગૃહમંત્રી પણ ફસાયા

ઉલ્લેખનિય છે કે મધ્ય પ્રદેશ (Madhya Pradesh)માં ભારે વરસાદ (Heavy Rain)ના પગલે પૂર (Flood) આવ્યુ છે. જેમાં પ્રભાવિત વિસ્તારની મુલાકાત લેવા માટે ગૃહમંત્રી (Home Minister) હોડીના સહારે ગયા હતા તે દરમિયાન હોડી પર એક વૃક્ષ ધરાશાહી થતા તેમાં ખામી સર્જાઇ હતી. જે બાદ ગૃહમંત્રી ફસાયા હતા. જોકે વાયુસેનાએ તેમનું રેસ્ક્યુ કર્યુ હતું.

વાયુસેનાના હેલિકોપ્ટરે કર્યા રેસ્કયુ

આ સમગ્ર ઘટનાને પગલે એક સ્થાનિક અધિકારીના જણાવ્યાં અનુસાર, બુધવારે ગૃહમંત્રી (Home Minister) દતિયા જિલ્લામાં પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે રાજ્યના ગૃહમંત્રી આવ્યા હતા. તે દરમિયાન ગૃહમંત્રી (Home Minister)ને કેટલાક લોકો એક ઘર ઉપર ફસાયા હોવાની જાણ થતા તે બોટ દ્વારા જે તે સ્થળ પર રેસ્કુયુ કરવા માટે પહોંચ્યાં હતા. તે દરમિયાન એક વૃક્ષ બોટ પર પડ્યુ હતુ અને બોટમાં ખામી સર્જાઇ હતી જેથી બોટ ત્યાં જ ફસાઇ હતી. ત્યારબાદ ગૃહમંત્રી (Home Minister) એ અધિકારીઓને મેસેજ મોકલ્યો હતો. બાદમાં પૂર (Flood)માં ફસાયેલા લોકોને વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરાયુ હતુ. સેનાના હેલિકોપ્ટરે ગૃહમંત્રી (Home Minister) સહિત 9 લોકોને બચાવ્યા હતા. ત્યારબાદ સુરક્ષિત સ્થળ પર જવા માટે હેલિકોપ્ટર રવાના થયુ હતું.

બંગાળમાં પણ ભારે વરસાદથી 3 લાખ લોકો પ્રભાવિત

નોંધનીય છે કે ભારે વરસાદની ઝપેટમાં બંગાળ (Bangal) પણ આવ્યુ છે. પશ્ચિમ બંગાળ (West Bangal)માં ભારે વરસાદ (Heavy Rain)ના પગલે 10 લોકોના મોત નિપજ્યા છે અને 3 લાખથી પણ વધુ લોકો પ્રભાવિત થયા છે. આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે અનેક લોકો ઘર વિહોણા થયા છે. મળતી માહિતી મુજબ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પાણીનો ભરાવો થતા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યુ હતું. જેના પગલે બંગાળ (Bangal)માં પાણી ફરી વળ્યા હોવા અંગેનું માનવામાં આવી રહ્યુ છે.

ઓડિશા અને રાજસ્થાનમાં પણ ખાનાખરાબી

ઓડિશા (Odisha)માં પણ ભારે વરસાદે (Heavy Rain) ખાના ખરાબી કરી છે. વરસાદના પગલે વિજળી પડવાની ઘટના સર્જાઇ હતી. જેમાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યુ છે. તો રાજસ્થાન (Rajasthan)માં પણ વરસાદના પગલે વિજ કરંટ લાગતા 3 બાળકોના મોત નિપજ્યા હતા. બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદ (Heavy Rain) થવાની ચેતવણી આપી છે જેના પગલે તંત્ર પણ દોડતુ થયુ છે.

આ પણ વાંચો: NIA એ આતંકી ફંડિંગ મામલે જમ્મુ-કાશ્મીરમાં અનેક ઠેકાણા પર દરોડા પાડ્યા

Android: http://bit.ly/3ajxBk4

IOShttp://apple.co/2ZeQjTt

  

No comments

leave a comment