ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું (CDS Bipin Rawat) હેલિકોપ્ટર દુર્ઘટનાને કારણે નિધન થયું છે, આ દુર્ઘટનામાં તેમની પત્ની અને અન્ય 11 લોકોના પણ મોત નિપજ્યા છે. Mi-17V5 હેલિકોપ્ટર (Helicopter Mi-17V5)ની દુર્ઘટના બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે, સેનાનું સૌથી સુરક્ષિત ગણાતું હેલિકોપ્ટર કેવી રીતે ક્રેશ થયું, તેમાં સુરક્ષાના માપદંડોમાં કોઈ ખામી છે? આ સવાલોના જવાબ તો તપાસ બાદ જ જાણવા મળશે, પરંતુ હાલમાં એ જાણવું જરૂરી છે કે, આ હેલિકોપ્ટરની ખાસિયત શું છે અને VVIP મુવમેન્ટમાં કયા પ્રોટોકોલનું પાલન કરવું પડે છે. આ અકસ્માત (Accident)નું કારણ હવામાન હોવાનું કહેવાય રહ્યું છે.
હેલિકોપ્ટર Mi-17V5ની વિશેષતાઓ
Mi-17V5 એ કોઇ પણ વાતાવરણમાં ઉડાન ભરી શકતુ મિડિયમ ટ્વીન ટર્બાઇન હેલિકોપ્ટર (Helicopter Mi-17V5) છે. તેનો ઉપયોગ ભારે લિફ્ટ, પરિવહન, વીવીઆઈપી મૂવમેન્ટ અને બચાવ કામગીરીમાં થાય છે. 13 હજાર કિલોની ક્ષમતા સાથે તે 36 સૈનિકોને લઈ જવા સક્ષમ છે. મતલબ કે તેમાં ક્ષમતા કરતા ઓછા માત્ર 14 લોકો જ સવાર હતા. જો કે, વીવીઆઈપીના મામલે તેમાં માત્ર 20 લોકો જ સવાર થઈ શકે છે.
6 હજાર મીટર સુધી ઉડવાની ક્ષમતા ધરાવે છે
હેલીકોપ્ટર 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. આ ઉપરાંત તે વધુમાં વધુ 6 હજાર મીટર સુધી ઉડવા માટે સક્ષમ છે. તો મિસાઈલ અને રોકેટથી પણ સંપૂર્ણ રીતે સજ્જ છે. 2008માં રક્ષા મંત્રાલયે રશિયા સાથે 80 હેલિકોપ્ટર માટે કરાર કર્યો હતો. તેની ડિલિવરી 2011માં શરૂ થઈ હતી. Mi શ્રેણીના હેલિકોપ્ટરને ખૂબ જ અત્યાધુનિક પ્રકારનું માનવામાં આવે છે, આ હેલિકોપ્ટર (Helicopter Mi-17V5)નું વજન લગભગ 7 હજાર 489 કિલોગ્રામ છે.
આ પણ વાંચો: જાણો દેશના પ્રથમ CDS બિપિન રાવતની ભારતીય સૈન્યથી લઇને એવોર્ડ સુધીની સફર
સલામતીના ધોરણોનું ધ્યાન રાખવામાં આવે છે
સામાન્ય રીતે કોઈપણ વીવીઆઈપી (VVIP)ની અવરજવરના સંબંધમાં સુરક્ષાના તમામ માપદંડોનું ધ્યાન રાખવામાં આવે છે. જો સફર બાય રોડ હોય તો પણ સંપૂર્ણ સુરક્ષા હોય છે અને જો હવાઈ માર્ગે હોય તો એરક્રાફ્ટની સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે. અકસ્માત ટાળવા માટે કયો માર્ગ અપનાવવામાં આવશે તેનો પણ વિકલ્પ છે.
VVIP સુરક્ષામાં આ ધોરણોનું ધ્યાન રાખવામાં આવે છે
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતની સુરક્ષા પણ VVIP હતી. ત્રણેય સેનાના વડા (Chief of Army Staff)જનરલ બિપિન રાવત જ્યાં પણ જતા હતા ત્યાં આ માહિતી સૌપ્રથમ સંરક્ષણ મંત્રાલય અથવા પીએમઓને આપવામાં આવતી હતી. હેલિકોપ્ટરથી તેમની સત્તાવાર મુસાફરીમાં, તેમની સાથે બે પાઇલોટ અને સ્ટાફ અધિકારીઓ હતા, જેમણે સલામતીના ધોરણોનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું હતું. ક્રૂ મેમ્બરથી લઈને પાઈલટ સુધી દરેક વ્યક્તિ અનુભવી હોય તેની ખાસ કાળજી લેવામાં આવે છે. હેલિકોપ્ટરમાં ચડતી વખતે અને હેલિકોપ્ટરમાંથી નીચે ઉતરતી વખતે સુરક્ષાકર્મીઓ હંમેશા હાજર રહેતા હતા.
આવી રીતે ક્રેશ થયેલું હેલિકોપ્ટર Helicopter Mi-17V5
જનરલ બિપિન રાવત પત્ની મધુલિકા રાવત સાથે નીલગિરી હિલ્સના વેલિંગ્ટન સ્થિત ડિફેન્સ સર્વિસ સ્ટાફ (Defense service staff)કોલેજના એક કાર્યક્રમ માટે ગયા હતા. પરંતુ તેમનું હેલિકોપ્ટર નીલગીરીની પહાડીઓમાં ક્રેશ થયું હતું. હવે ભારતીય વાયુસેનાએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. બપોરે ધુમાડાના ગોટેગોટા ઉડતા જોઈને કેંટની ગામના લોકોએ આ અંગે જાણ કરી હતી, ત્યારબાદ જિલ્લા વહીવટી તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. હેલિકોપ્ટરે સુલુર આર્મી બેઝ પરથી ઉડાન ભરી હતી.
જણાવવામાં આવી રહ્યું છે કે પ્લેનમાં હાજર બ્લેક બોક્સ સુરક્ષિત રીતે મળી આવ્યું છે, જેની મદદથી દુર્ઘટનાનું કારણ જાણી શકાશે. ટાઇટેનિયમથી બનેલું બ્લેક બોક્સ પાણી, ખડક કે જંગલમાં ગમે ત્યાં સંપૂર્ણપણે સલામત રહે છે, જે પાઇલટની છેલ્લી વાતચીત પણ રેકોર્ડ કરે છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4