ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર હેલિકોપ્ટર (Helicopter) સેવા શરૂ કરાશે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉત્તરાખંડમાં મળેલી હેલી સમિટમાં નવી (Helicopter) હેલિકોપ્ટર નીતિ જાહેર કરી છે. આ પોલિસીમાં ભારતના 10 શહેરોમાં 82 રૂટ પર હેલિકોપ્ટર કોરીડોર વિકસિત કરવાનું આયોજન રજૂ કર્યું. જેમાં ગુજરાતમાં અમદાવાદ- ગાંધીનગર વચ્ચે (Helicopter) હેલિકોપ્ટર સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
8. We have identified 10 cities and 82 routes to develop helicopter corridors across the country, starting with 6 between Juhu—Pune-Juhu; Malakshmi Race Course-Pune; Gandhinagar-Ahemdabad-Gandhinagar
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) October 8, 2021
એક્સપ્રેસ-વે પર હેલિપેડ્સ બનાવશે
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, દેશમાં ત્રણ એક્સપ્રેસ વે ઉપર હેલિપોડ વિકસાવવામાં આવશે. જેમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે, અંબાલા-કોટપુલી અને અંબાલા ભટિંડા અને જામનગર એક્સપ્રેસ વેનો સમાવેશ કરવામાં આવશે. આ ત્રણેય એક્સપ્રેસ-વે ઉપર બનનારા હેલિપેડનો ઉપયોગ મેડિકલ ઈમરજન્સીની સ્થિતિમાં થાશે. તેમજ અકસ્માત સમયે પીડિતોને હેલિકોપ્ટરની મદદથી હોસ્પિટલમાં પહોંચાડવા માટે કરવામાં આવશે.
ગુજરાતમાં છેલ્લા 10 વર્ષથી એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવાની જાહેરાતો, આયોજનો અને ભંડોળની ફાળવણી થતી રહી છે. જો કે, રાજ્ય સરકાર હજી સુધી આ ક્ષેત્રમાં આગળ કંઈ જ કરી શકી નથી. તેવામાં ઉત્તરાખંડમાં મળેલી બેઠક બાદ ભારત સરકાર આ હેલિકોપ્ટર સેવા માટે કદમ આગળ વધારી રહી છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, મુબંઈના જુહૂ- પૂના- જુહૂ, મહાલક્ષ્મી- રેસ કોર્સ- પૂના, ગાંધીનગર- અમદાવાદ- ગાંધીનગર એમ રૂટ શરૂ થશે.
કેટલા સમયમાં હેલિકોપ્ટર સેવા શરૂ થશે તેની કોઈ જ પ્રકારની માહીતી કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીએ આપી નથી. અન્ય માહીતી આપતાં કેન્દ્રીય મંત્રી સિંધિયાએ કહ્યું કે, આ દિશામાં ઝડપથી સેવા શરૂ કરવા ઉડ્ડયન મંત્રાલય એક હેલિકોપ્ટર એક્સેલરેશન સેલ સ્થાપશે.
ત્રણેક વર્ષ અગાઉ અમદાવાદમાં બંધાયેલી નવી SP હોસ્પિટલમાં એર એમ્બ્યુલન્સ લેન્ડ કરવા માટે હેલિપેડ બનાવ્યું હતું. જો કે, તેનો પણ ઉપયોગ થઈ શક્યો નથી. આ વર્ષે કોવિડ-19ની બીજી લહેર વખતે એપ્રિલ- મે મહિનામાં ચેપગ્રસ્ત દર્દીઓને બચાવવા માટે ગુજરાતમાં એર એમ્બ્યુલન્સની અત્યંત આવશ્યકતા ઉભી થઈ હતી.
આ પણ વાંચો: સૌરાષ્ટ્રના લાખો લોકો માટે ગોંડલ ચોકડીનો રોડ બંધ, જાણો કારણ
બીજી લહેર વખતે રાજકોટમાંથી માત્ર થોડા દર્દીઓને એર એમ્બ્યુલન્સ મારફતે અન્ય રાજ્યોમાં શિફ્ટ કરાયા હતા. જેમાંથી દિલ્હી અને ચેન્નઈ પહોંચવા દર્દીઓ પાસેથી અનુક્રમે રૂ.14 લાખ અને રૂ.22 લાખ જેટલી તોંતિગ ફી વસૂલવામાં આવી હતી.
આ પણ વાંચો: ચીન પર ભારતની ચાંપતી નજર, આર્મી ચીફે કહ્યું અમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4