રાજકોટ જિલ્લાના ઉપલેટા (Upleta)તાલુકામાં પાટણવાવ રોડ પર 12 કે 15 દિવસ પહેલા જન્મેલું બાળક મળી આવ્યું છે. ભાદર પોલીસ (Police)ચોકી પાસે વોકળા નજીક ખુલ્લા મેદાનમાં માલધારી ઢોર ચરાવતા હતા. તે દરમિયાન બાળકના રડવાનો અવાજ સાંભળ્યો હતો. જેથી તેઓ નજીક જતા બાળક મળી આવ્યું હતું.
બાળકને ઉપલેટા (Upleta)સિવિલ ખાતે ખસેડાયું
આ સમગ્ર અંગેની સ્થાનિક પોલીસને જાણ કરાતા ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલમાં આ બાળકને ઉપલેટા સિવિલ હોસ્પિટલ (Civil Hospital)ખાતે ખસેડવામાં આવ્યું છે. ડૉક્ટરોએ બાળકની હાલત સારી હોવાનું જણાવ્યું છે.
આ પણ વાંચો: રાજ્યના આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
માતા-પિતા વિરૂદ્ધ નોંધાઇ ફરિયાદ
તરછોડાયેલા બાળક મામલે પોલીસે બાળકના માતા અને પિતા વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે. હાલ બાળકને ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવ્યું છે. આ ઘટનાની જાણ થતા જ સમગ્ર વિસ્તારના લોકો બાળકના માતા-પિતા સામે ફિટકાર વરસાવી રહ્યાં છે.
ઉપલેટા (Upleta)પોલીસે તપાસ હાથ ધરી
આ અંગે ઉપલેટા સિવિલ હોસ્પિટલના અધિક્ષક રામીબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, અહીં લગભગ 12થી 15 દિવસ પહેલા જન્મેલું તરછોડાયેલુ બાળક લઇ આવવામાં આવ્યું છે. જેની પ્રાથમિક સારવાર કરવામાં આવી છે. હાલ આ અંગે ઉપલેટા પોલીસને જાણ કરતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જૂનાગઢમાં ગુજસીટોકનો પ્રથમ ગુનો નોંધાયો જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4