Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeન્યૂઝદેશમાં વધુ એક નવા વાયરસની એન્ટ્રી, ગાઝિયાબાદમાં નોંધાયો પ્રથમ કેસ

દેશમાં વધુ એક નવા વાયરસની એન્ટ્રી, ગાઝિયાબાદમાં નોંધાયો પ્રથમ કેસ

Herpes Virus
Share Now

કોરોનાની મહામારીથી દેશ ઝુઝી રહ્યો છે, ક્યારેક હવે કોરોના પોતાની સાથે અનેક બીમારીઓ પણ લાવતો હોય તેવુ લાગી રહ્યું છે, બ્લેક ફંગસ, વ્હાઇટ ફંદસ બાદ હવે જે વ્યક્તિને કોરોના થાય ચે તેનામાં બીજો એક વાયરસનું નામ સામે આવી રહ્યું છે. કોરોના વાયરસની સામે હવે કોરોનાનો ડેલ્ટા વાયરસ વેરિએન્ટ સામે આવ્યો છે. જેણે દેશને ભયભીત કરી મુક્યો છે.

ગાઝીયાબાદમાં નોંધાયો પ્રથમ કેસ

Coronavirus

Pc: google Image

Herpes Simplex Virus નામનો આ વાયરસ ગાઝિયાબાદના એક દર્દીમાં જોવા મળ્યો છે. દર્દીની સારવાર કરી રહેલા ડૉક્ટરે દાવો કર્યો છે કે આ વાયરસ પહેલીવાર જોવા મળ્યો છે, તેમજ ડૉકટરનું કહેવુ છે કે આ પ્રકારનો વાયરસ દર્દીના નાકમાંથી મળ્યો હતો, અને આ ખુબ જ ખતરનાક છે. આ પ્રકારનો વાયરસ જલ્દી કંટ્રોલમાં પણ નથી કરી શકાતો.

દર્દીના નાકમાંથી મળ્યો ખતરનાક વાયરસ

ગાઝીયાબાદના એક હોસ્પિટલમાંથી જે દર્દી કોરોનાની સારવાર લઇને કોરોનાને માત આપી ચુક્યો હતો તેનામાં જ આ વાયરસ જોવા મળ્યો હતો. ડૉક્ટર બીપી ત્યાગીનું કહેવુ છે કે આ વાયરસની સારવાર કરવી પણ મોંઘી પડશે.

કોને છે આ વાયરસથી ખતરો?

corona

Pc: File Photo

કોરોના થયેલા દર્દીની ઇમ્યુનિટી સિસ્ટમ લો થઇ ગઇ હોય છે, તેને સારવાર દરમિયાન પણ તે વીક હોય છે, શરીર કોઇ વાયરસ સામે લડવા તૈયાર હોતુ નથી ત્યારે Herpes Simplex Virus નો વાયરસ કોરોનાના દર્દીઓ અને કોરોનામાંથી સાજા થયેલા લોકો માટે ખતરો સાબિત થઇ શકે છે.

શું છે ઉપાય?

Herpes Simplex

PC: Goole Image

કોરોનામાંથી સાજા થયેલા લોકો હેલ્થને લઇને ઘણી બધી પ્રોબ્લોમ્સનો સામનો કરી રહ્યાં હોય છે, જેથી તેમને પણ (Herpes Simplex Virus)વાયરસથી ખતરો હોઇ શકે.

પોતાના ઇમ્યુનિટી સિસ્ટમ પર ધ્યાન આપો

ડોક્ટરોનું કહેવુ છે કે, કોરોનાના કારણે ઇન્યુનિટી સિસ્ટમ ડલ થતા જે તેમનું શરીર અને રોગપ્રતિકારક શક્તિ ઓછી થઇ ગઇ હોય છે, જેથી તેમનુ શરીર વાયરસ સામે રક્ષણ આપવા તૈયાર હોતો નથી. પહેલાથી તે એક બીમારીને લઇને લડી રહ્યો છે, જેથી તેનામાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. જેથી બને એટલુ પોતાનું ઇમ્યુનિટી સિસ્ટમ પર ધ્યાન આપો અને હેલ્થી રહો. બને એટલી સ્વચ્છતા જાણવો અને બહારનું ખાવાનુ ટાળો, લોકો સાથે દુરથી સંપર્ક સાધો તેમજ માસ્ક પહેરો અને હાથ વાંરવાર ધોતા રહો. 

કોરોનાની મહામારીએ દેશને હલાવી દીધો છે, જેની અસર રોજગારી અને લોકોના જીવન ધોરણ પર પણ પડી રહી છે, હાલ દેશમાં વેક્સિનેશનનની પ્રક્રિયા પણ ચાલુ છે, જેથી બને એટલુ લોકોમાં જાગૃરતતા ફેલાવો અને વેક્સિન લગાવો.  

આ પણ વાંચો: ઘરોમાં વગર માસ્કે વાત કરવાથી કોરોના ફેલાવાનું જોખમ વધારે : અમેરિકી શોધ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment