ગુજરાત(Gujarat) કોંગ્રેસને ટૂંક સમયમાં પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષના નેતા મળી શકે છે. ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં પ્રદેશ અધ્યક્ષ માટે ત્રણ નેતાઓએ પોતાની દાવેદારી નોંધાવી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ અમિત ચાવડાએ પ્રદેશ અધ્યક્ષ અને પરેશ ધાનાણીએ વિપક્ષના નેતાના પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે ગુજરાતનાં પ્રભારી રઘુ શર્માએ આ ખાલી પડેલ પદને ભરવા માટે કોંગ્રેસના નેતાઓના સેન્સ લીધા હતા. જેમાં કનુ કલસરિયા, મનહર પટેલ અને નરેશ રાવલે પ્રદેશ અધ્યક્ષ પદને લઈને દાવેદારી નોંધાવી છે. આમ ગુજરાત કોંગ્રેસની કમાન કોના હાથમાં સોંપવી તેને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે.
એક અઠવાડિયામાં નામ જાહેર થવાની શક્યતાઓ
ગુજરાત(Gujarat) કોંગ્રેસમાં(Congress) પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષના ખાલી પડી રહેલ પદને લઈને ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ આ ખાલી પડેલ પદને ભરવા માટે કોંગ્રેસના નેતાઓના સેન્સ લીધા હતા. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે આવ્યા છે. ત્યારે તેમણે ગાંધીનગર વિધાનસભા હોલમાં કોંગ્રેસી ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. જેમાં કયા મુદ્દાઓને લઈને પ્રજાની વચ્ચે જવું તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આવતા એક સપ્તાહમાં જ ગુજરાત કોંગ્રેસને વિરોધ પક્ષના નેતા અને પ્રદેશ અધ્યક્ષ મળી શકે છે.
આ પણ વાંચો:લાલુ યાદવના બંને પુત્રો વચ્ચેનો આંતરિક વિખવાદ ચરમસીમાએ, તેજ પ્રતાપ યાદવે કર્યું શક્તિ પ્રદર્શન
હાઇકમાન્ડ કરશે પસંદગી
ગઈ કાલે રાત્રે વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગાંધીનગર(Gandhinagar) ખાતે નિવાસસ્થાને ગુજરાતનાં પ્રભારી રઘુ શર્માએ(Raghu Sharma) ગુજરાત કોંગ્રેસમાં વિપક્ષના નેતા અને પ્રદેશ અધ્યક્ષ કોને બનાવવા તે અંગે કોંગ્રેસના તમામ ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠક યોજી હતી. અને તેમાં દરેક લોકોના મંતવ્યો જાણ્યા હતા. રઘુ શર્માએ ગઈ કાલે મોડી રાત સુધી તમામ ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. અને તમામ ધારાસભ્યોના અભિપ્રાય લીધા હતા. ત્યારે આ તમામ ધારાસભ્યો સાથે થયેલ વન ટુ વન બેઠકનો રિપોર્ટ રઘુ શર્મા પાર્ટી હાઇકમાન્ડ સમક્ષ રજૂ કરશે. અને ત્યારબાદ પાર્ટીહાઇકમાન્ડ વિપક્ષના નેતા અને પ્રદેશ અધ્યક્ષની પસંદગી કરશે. હાલ ગુજરાત કોંગ્રેસમાં વિપક્ષના નેતા માટેની રેસમાં શૈલેષ પરમાર, વિરજી ઠુમ્મર, અશ્વિન કોટવાલ અને હાલમાંજ પાર્ટીના વિચાર સાથે જોડાયેલ અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનું નામ ટોપ પર ચાલી રહ્યા છે.
યુવા ચહેરાની શોધમાં કોંગ્રેસ
આગામી વર્ષ 2022 માં ગજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election) યોજવાની છે. ત્યારે ગુજરાત કોંગ્રેસની કમાન કોને સોંપવી તેનએ લઈને કોંગ્રેસે બેઠકો શરૂ કરી છે. અને તમામ કોંગ્રેસી નેતાઓનો અભિપ્રાય પણ લેવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષના નેતાના ખાલી પડેલ પદની જવાબદારી માટે પાર્ટી હાઇકમાન્ડ યુવા ચહેરાની શોધમાં છે. ગુજરાતમાં થોડા સમય પહેલા જ યોજાયેલ ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ હતી. તેમજ ગાંધીનગર મનપાની ચૂંટણીમાં પણ કોંગ્રેસની ખરાબ રીતે હાર થઈ હતી. ત્યારે પાર્ટી વિધાનસભાની ચૂંટણીને સહેજ ઢીલાશ મૂકવા માંગતી નથી. ત્યારે કોંગ્રેસના સિનિયર નેતાઓના ચાલી રહેલ આંતરિક જૂથવાદને જોતાં પાર્ટી હાઇકમાન્ડ યુવા ચહેરાની શોધમાં છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસને ટૂંક સમયમાં પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષના નેતા મળી શકે છે. ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં પ્રદેશ અધ્યક્ષ માટે ત્રણ નેતાઓએ પોતાની દાવેદારી નોંધાવી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ અમિત ચાવડાએ પ્રદેશ અધ્યક્ષ અને પરેશ ધાનાણીએ વિપક્ષના નેતાના પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે ગુજરાતનાં પ્રભારી રઘુ શર્માએ આ ખાલી પડેલ પદને ભરવા માટે કોંગ્રેસના નેતાઓના સેન્સ લીધા હતા. જેમાં કનુ આમ ગુજરાત કોંગ્રેસની કમાન કોના હાથમાં સોંપવી તેને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4