Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeટ્રાવેલહાઇકોર્ટની સરકારને ટકોર: સિંહોને શાંતિથી જીવવા દો; ગીરમાં સફારીની સંખ્યા ઓછી કરો

હાઇકોર્ટની સરકારને ટકોર: સિંહોને શાંતિથી જીવવા દો; ગીરમાં સફારીની સંખ્યા ઓછી કરો

lion
Share Now

ગુજરાત હાઇકોર્ટે ગીરમાં સિંહદર્શન માટેની સફારીની સંખ્યામાં ઘટાડો કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ગીર તલાલામાં આવેલા દેવળિયા પાર્કમાં સિંહણને જોવા માટે 7 જીપ્સી ભરીને પ્રવાસીઓએ ઘેરી લેતા હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. તેમાં એવી રજૂઆત કરાઇ છે કે ટુરિસ્ટને સિંહ-સિંહણ (lion)દર્શન કરાવવા માટે સ્થાનિકો અને સત્તાધીશો દ્વારા જાતજાતના કીમિયા કરવામાં આવે છે. તેના લીધે સિંહોના (lion)અસ્તિત્વ સામે જોખમ ઊભુ થઇ રહ્યુ હોય તેવું જોવા મળી રહ્યું છે.

જેમને સિંહ(lion) જોવા હોય તેઓ ઝૂમાં જઈને જુએ

જીપ્સી ભરીને લોકો સિંહણને(lion) ઘેરી વળતાં હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. કુદરતનો ક્રમ વેરવિખેર થતા જંગલના સિંહ સરકસના સિંહ બની ગયા છે તેવું અરજદાર દ્વારા રજુઆત કરવામાં આવી હતી.તેની સાથે જ ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જે.બી પારડીવાલા અને જસ્ટિસ વૈભવી નાણાવટીની ખંડપીઠે શુક્રવારે સુનાવણી દરમિયાન ટકોર કરી હતી કે, સિંહ-સિંહણને(lion) શાંતિથી જીવવા દો, શા માટે હેરાન કરો છો? કુદરતને હેરાન ન કરો. કુદરતના ક્રમમાં વિક્ષેપ ન કરો. જેમને સિંહો જોવા છે તે ઝૂમાં જઇને જુએ. ખંડપીઠે સરકારને સફારીની સંખ્યા ઓછામાં ઓછી કરવા અને સિંહ સફારી માટે પોલિસી ઘડવા આદેશ કરવામાં આવ્યા છે. આ અંગે વધુ સુનાવણી 3જી ડીસેમ્બરે હાથ ધરવામાં આવશે.

પ્રોટેકશન એન્વાયરમેન્ટ એન્ડ પબ્લિક સર્વિસ કમિટીએ કરેલી અરજીમાં એડવોકેટ હ્દય બુચે રજૂઆત કરી હતી કે, જંગલમાં સિંહ દર્શન માટે વ્હીકલને આપેલી મંજૂરીને લીધે સિંહોનો કુદરતી ક્રમ વેરવિખેર થયો છે. સિંહો(lion) સરકસના સિંહો જેવા થઇ ગયા છે.તેની સાથે જ સિંહો સાથે હેરાન ગતી થતી હોય તેવું જોવા મળી રહ્યું છે. સફારી માટેની એન્ટ્રીને નિયંત્રિત કરવી જોઇએ. અરજદારે દલીલ પણ કરી હતી કે વાહનોને જંગલના કૉર ઝોનમાં જવાની મંજૂરી અપાતા સિંહો તેમની ખાસિયત ગુમાવી રહ્યા છે. સિંહો જંગલમાં માનવ વસ્તીને લીધે કંટાળીને આસપાસનાં ગામડાંઓમાં જોવા મળી રહ્યા છે.lion

આ પણ વાંચો: પાટીદાર પાવર શો: ખોડલધામની 5 વર્ષની ઉજવણી નિમિત્તે PM મોદીની ખાસ હાજરી રહશે

મસાઇમારાનાં જંગલો જેવી સગવડ ઊભી કરવી જોઇએ: બેન્ચ

બેન્ચે એવું અવલોકન કર્યું હતું કે, આપણે ત્યાં મસાઇમારા જેવી સગવડ ઉભી કરવી જોઇએ. એશિયાટિક લાયન આપણું ગૌરવ છે, તેને નહીં સાચવો તો એક દિવસ કંઇ જ બાકી નહીં રહે. જંગલમાં ગેરકાયદેસર લાયન શો થઇ રહ્યા છે,વાહનોના કારણે પરેશાન થઇને સિંહ(lion) હવે ગામ સુધી આવી જાય છે. વિદેશના જંગલો અને તેમની ફોરેસ્ટ પોલિસીનું રીસર્ચ કરો.અમિતાભ બચ્ચનની જાહેરાત છે કે યે નહી દેખા તો કુછ નહી દેખા, પણ યે નહી બચાઓગે તો કુછ નહી દેખોગે જેવો ઘાટ થશે.સિંહોને જો આવી જ રીતે પજવણી કરવામાં આવશે તો આગળ જઇને તે નાશ પણ થઇ શકે છે.

સુનાવણીમાં થઇ રમૂજ

સુનાવણી દરમિયાન બેન્ચે રમૂજ કરતા એવી ટકોર કરી હતી કે સિંહને(lion)જંગલમાં હેરાન કરો છો એટલે સિંહ ગામ સુધી પહોંચી જાય છે. થોડા સમય પહેલા સિંહના ટોળા પબ્લિક ટોઇલેટની બહાર જોવા મળ્યા હતા, એ જોઇને કોઇને ડાયેરિયા થયો હોય તો પણ બંધ થઇ જાય.કેમકે હવે સિંહો(lion)જંગલની સાથે હવે ગામમો પણ ધૂસતા જોવા મળી રહ્યા છે.હાલ સિંહ(lion) દર્શન માટે રોજની 90 પરમિટ આપવામાં આવે છે. 1 પરમિટમાં 6 લોકો જઈ શકે છે. એ રીતે એક દિવસમાં પરમિટ લઈને 540 લોકો સિંહ જોવા જાય છે.તો હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં આ સિંહોની વારે સરકાર આવે છે કે નહી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

 

No comments

leave a comment