Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 27.
Homeન્યૂઝAmit Jethwa murder case: હાઇકોર્ટે BJPના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીને જામીન પર છોડવા હુકમ કર્યો

Amit Jethwa murder case: હાઇકોર્ટે BJPના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીને જામીન પર છોડવા હુકમ કર્યો

Amit Jethwa
Share Now

RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા (Amit Jethwa)મર્ડર કેસ મામલે કોડીનારના પૂર્વ ધારાસભ્ય (Former MLA)અને પૂર્વ સંસદ સભ્ય દિનુ બોઘા સોલંકીએ સીબીઆઇ (CBI) કોર્ટ મારફતે ફટકારવામાં આવેલી સજા બાબતે હાઈકોર્ટ (High court)માં કરેલી અપીલને લઈને આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે બંન્ને પક્ષ તરફથી દલીલો સાંભળી હતી. દિનુ બોઘા સોલંકીની આ કેસમાં રાજકીય કારણોસર સંડોવણી કરાઈ હોવાની રજુઆત હાઈકોર્ટે પ્રાથમિક રીતે સ્વીકારી હતી. કોર્ટે દિનુ બોઘા સોલંકીને મંજૂરી વગર દેશ નહીં છોડવા આદેશ કર્યો છે. જ્યારે એક લાખ રૂપિયાના જામીન પર તેમને મુક્ત કરવાનો હૂકમ કર્યો છે.

અમિત જેઠવા (Amit Jethwa)ની હત્યા ક્યારે થઈ

અમિત જેઠવાની હત્યા બાદ તપાસ હાથ ધરતા સામે આવ્યું હતું કે, અમિત જેઠવાની હત્યા થઇ તે જ દિવસે હાઇકોર્ટમાં જૂનાગઢના ગીરના જંગલોમાં ચાલી રહેલા ગેરકાયદે ખનન અંગે પીઆઇએલ કરી હતી. અમિત જેઠવાની હત્યા પાછળ, દિનુ બોઘા સોલંકીનો હાથ છે તેવો અમિતના પિતા ભીખાભાઇએ આક્ષેપ કર્યો હતો. આ સમગ્ર ઘટનામાં પોલીસે ભાજપના તત્કાલિન સાંસદ દિનુ બોઘા સોલંકી અને તેના ભત્રીજા શિવા સોલંકીની ધરપકડ કરી હતી. પરંતુ ક્રાઇમ બ્રાન્ચે દિનુ બોઘા (Dinu Bogha)સોલંકીને ક્લિન ચીટ આપી દેતા, આ તપાસ સુરેન્દ્રનગરના એસપીને સોંપવામાં આવી હતી. એસપીએ દિનુ બોઘા સોલંકી (Dinu Bogha Solanki)ને ક્લિન ચીટ આપતા 2012માં તેને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. કોર્ટે ત્યારબાદ સીબીઆઇ (CBI)ને કેસ સુપરત કરવાનો હુકમ કર્યો હતો. 2013માં સીબીઆઇએ તપાસ કરી દિનુ સોલંકીની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: AHEMADABAD: BJP ના 1500 કાર્યકરો ઇશુદાન ગઢવીની હાજરીમાં AAPમાં જોડાયા

2010માં અમિત જેઠવાએ ગિર અભ્યારણ્ય વિસ્તારમાં ચાલતા ગેરકાયદે ખનન વિરુદ્ધ જાહેર હિતની અરજી (PIL)કરી હતી. આ અરજી પર સુનાવણી ચાલી રહી હતી તે દિવસોમાં જ તેમની હત્યા કરાઈ હતી. અગાઉ આ કેસની તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Ahmadabad Crime Branch)દિનુ બોઘા સોલંકીને ક્લિનચીટ આપી હતી. બાદમાં 2013માં હાઇકોર્ટે કેસની તપાસ સીબીઆઇને સોંપી હતી. સીબીઆઇએ નવેમ્બર 2013માં દિનુ સોલંકી સહિત છ આરોપીઓ સામે ચાર્જશીટ ફાઇલ કરી હતી. હાઇકોર્ટે 2017માં નવેસરથી ટ્રાયલનો આદેશ આપ્યો હતો.

અમિત જેઠવા (Amit Jethwa)મર્ડર કેસ મામલે આજીવનકેદની સજા થઇ હતી

અમદાવાદ ખાતે 20 જુલાઈ 2010ના રોજ હાઇકોર્ટ નજીક અમિત જેઠવાની હત્યા (Murder)કરવામાં આવી હતી. ગીર વિસ્તારમાં ગેરકાયદે ખનન વિરુદ્ધના અભિયાન બદલ અમિત જેઠવાની હત્યા થઈ હતી. જેમાં દિનુ બોઘા સોલંકીની સંડોવણી હોવાનુ સામે આવ્યુ હતુ. જણાવી દઇએ કે દિનુ બોઘા સોલંકી વર્ષ 2009થી 2014 સુધી જૂનાગઢના સાંસદ હતા. કોર્ટે દિનુ બોઘા સોંલકીને આઇપીસીની કલમ-302 અને 120-બી હેઠળ પૂર્વ આયોજીત કાવતરૂ ઘડવાના આરોપમાં આજીવનકેદની સજા અને 15 લાખનો દંડ ફટકાર્યો છે.

રાજકોટમાં ખાડા બુરતી કોંગ્રેસ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment