આવતીકાલે ૧૫ ઓગસ્ટ હોવાથી આઝાદીના મહાપર્વની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આઝાદીના જશ્નમાં કોઈ ખલેલ ન પડે તેની સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. આવતીકાલે પ્રધાનમંત્રી ઘ્વાજને સલામ કરશે જેના માટે લાલકીલાની જબરદસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજધાની દિલ્હીથી લઈને કાશ્મીર (Delhi to Kashmir) સુધી સુરક્ષા વધારી દેવામાં આવી છે. દિલ્હીમાં દરેક જગ્યાએ સુરક્ષા દળોના જવાન તૈનાત છે. સ્વતંત્રતા દિવસ (Independence Day) સમારોહને ધ્યાનમાં રાખતા અનેક પ્રતિષ્ઠિત માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે અને દિલ્હીની સરહદો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. આ સિવાય એન્ટી ડ્રોન સિસ્ટમ (Anti-drone System) ની પણ તૈનાતી કરવામાં આવી છે.
લાલ કિલ્લાની ચારે તરફ 9 એન્ટ્રી ડ્રોન રડાર તૈયાર કરવામાં આવ્યા છે. ફેસ રિકોગ્નિશનવાળા 300 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા
લાલ કિલ્લાની આસપાસ ખાસ તૈયારી કરવામાં આવી છે. લાલ કિલ્લાની આસપાસ સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. લાલ કિલ્લાની ચારે તરફ 9 એન્ટ્રી ડ્રોન રડાર તૈયાર કરવામાં આવ્યા છે. ફેસ રિકોગ્નિશનવાળા 300 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જેથી દરેક ચહેરાની માહિતી રાખી શકાય. લાલ કિલ્લાના મુખ્ય દ્વારની બહાર મોટા-મોટા કન્ટેનરર લગાવવામાં આવ્યા છે, તેનાથી લાલ કિલ્લાને સામેથી જોઈ શકાશે નહીં. આશરે 15થી 20 કન્ટેનરોનો ઉપયોગ કરવામાં આવ્યા છે. માત્ર લાલ કિલ્લાની સુરક્ષામાં 5 હજાર જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ સિવાય દિલ્હીમાં 40 હજારથી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત છે. સાવચેતીના ભાગ રૂપે દિલ્હીની બધી સરહદોને બંધ કરી દેવામાં આવી છે અથવા સુરક્ષા વધારી દેવામાં આવી છે. દરેક વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તંત્રતા દિવસ પહેલા અને સમારોહ થનારા દિવસે દિલ્હી પર આતંકી હુમલાનો ખતરો છે. ગુપ્ત એજન્સીઓ તરફથી આ વિશે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેને લઈને શુક્રવારે દિલ્હી પોલીસના ઈચ્ચ અધિકારીઓની એક બેઠક યોજાઈ હતી, જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. એલર્ટને ગંભીરતાથી લેતા દિલ્હી પોલીસે મેટ્રો, બજારો, મોલ વગેરેની સુરક્ષા વધારી દીધી છે. આ સિવાય દિલ્હીની સરહદો પર પણ વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પસાર થઈ રહેલા વાહનોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
PAK ના ષડયંત્રનો ખતરો
As per fresh alert, anti-social elements & those with ideological leaning towards Khalistani movement can portray themselves as Delhi Police personnel&try to infiltrate Red Fort security. Attempt can be made to create law&order situation at religious sites in Delhi: Sources (2/2)
— ANI (@ANI) August 13, 2021
જમ્મુ-કાશ્મીર (Jammu & Kashmir) માં પણ સ્વતંત્રતા દિવસને લઈને એલર્ટ છે. રસ્તા પર નિકળતા લોકોની તપાસ કરવામાં આવી રહી છે. હકીકતમાં ભારત સામે સતત પછળાટ ખાધા બાદ પાકિસ્તાનન મૂંઝવણમાં છે. તેવામાં તે કોઈ ષડયંત્રને અંજામ આપવાની યોજના બનાવી શકે છે. આ વાતને ધ્યાનમાં રાખતા સુરક્ષાદળો ઘાટીમાં વિશેષ સાવચેતી રાખી રહ્યાં છે. સંવેદનશીલ વિસ્તારમાં મોટી સંખ્યામાં જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો : બલિદાનની યાદમાં 14 ઓગસ્ટને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ તરીકે મનાવવાનો નિર્ણય
ખાલીસ્તાની પર નજર
તો ખાલિસ્તાની સમર્થકો પણ 15 ઓગસ્ટે કોઈ ગડબડી કરી શકે છે. સુરક્ષા એજન્સીઓને ઈનપુટ મળ્યા છે કે ખાલિસ્તાની દિલ્હી તથા પંજાબમાં ઐતિહાસિક ઇમારતો સહિત અન્ય જગ્યાઓ પર ખાલિસ્તાની ઝંડો ફરકાવી શકે છે. તેને જોતા સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવામાં આવી છે. ઇનપુટમાં તે પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે ખાલિસ્તાની કિસાનોને ભડકાવી ઉગ્ર પ્રદર્શન કરાવી શકે છે. ગુપ્તચર એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે ખાલિસ્તાન સમર્થક 14 ઓગસ્ટની રાત્રે 12 કલાકથી લઈને 15 ઓગસ્ટના સ્વતંત્રતા દિવસ કાર્યક્રમ દરમિયાન કે ત્યારબાદ ગડબડી ફેલાવી શકે છે.
ઐતિહાસિક સ્થળોની સુરક્ષા વધારવામાં આવી
આતંકી હુમલાના ઇનપુટ્સ વચ્ચે ખાલિસ્તાની સમર્થકોને લઈને મળેલા ગુપ્ત એલર્ટથી દિલ્હી પોલીસ સક્રિય થઈ છે. પોલીસે પોતાના ગુપ્ત વિભાગની સ્પેશિયલ યૂનિટને પણ એલર્ટ કરી દીધી છે. જાણકારી પ્રમાણે ઐતિહાસિક તથા ધાર્મિક સ્થળો પર સાદા કપડામાં પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવી રહ્યાં છે. આ સિવાય 15 ઓગસ્ટ પર ફુગ્ગા અને ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. દિલ્હીમાં કલમ 144 પણ લાગૂ કરી દેવામાં આવી છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt