Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 27.
Homeનેચર & વાઈલ્ડ લાઈફજળવાયુ પરિવર્તનથી હિમાચલના બૂરા હાલ, ચોમાસામાં જ 470 લોકોએ ગુમાવ્યો જીવ

જળવાયુ પરિવર્તનથી હિમાચલના બૂરા હાલ, ચોમાસામાં જ 470 લોકોએ ગુમાવ્યો જીવ

Himachal Pradesh
Share Now

(Himachal Pradesh) હિમાચલ પ્રદેશમાં ચોમાસાએ 8 ઓક્ટોબરના રોજ વિદાય લીધી છે. જોકે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વખતે રાજ્યમાં વરસાદ સામાન્ય કરતાં 10 ટકા ઓછો વરસાદ વરસાવ્યો છે.

પરંતુ કુદરતી આફતો અને અકસ્માતોને કારણે (Himachal Pradesh) હિમાચલના લોકોને ઘણું સહન કરવાનો વારો આવ્યો છે. આ વર્ષે 1 જૂનથી 8 ઓક્ટોબર સુધી ચાલેલી ચોમાસાની સીઝનમાં 470 લોકોએ જીવ ગુમાવ્યા અને 627 ઘાયલ થયા અને 12 લોકો ગુમ થયા.

ઉપરાંત, ભારે વરસાદ, પૂર, વાદળ ફાટવા, ભૂસ્ખલન અને લેન્ડસ્લાઈડના કારણે રાજ્ય અને ખાનગી ક્ષેત્રમાં રૂપિયા 1140 કરોડની સંપત્તિને નુકસાન થયું છે. મહેસૂલ વિભાગના ડેટા મુજબ, આ વખતે એકલા કિન્નૌર જિલ્લામાં ચોમાસામાં કુદરતી આફતો અને અકસ્માતોને કારણે 57 લોકોએ જીવ ગુમાવ્યા છે.

Himachal Pradesh

જો ગયા વર્ષની આફતો સાથે સરખામણી કરવામાં આવે તો ગત વર્ષે હિમાચલમાં 25 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને કુદરતી આફતોમાં 615 કરોડ રૂપિયાની સંપત્તિને નુકસાન થયું હતું. પરંતુ આ વખતે કુદરતી આફતોમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા, તેમજ હિમાચલ પ્રદેશને ગયા વર્ષની સરખામણીમાં બમણી સંપત્તિનું નુકસાન થયું છે.

ઉપરાંત, ભારે વરસાદ, પૂર, વાદળ ફાટવા, ભૂસ્ખલન અને ખડકોના કારણે રાજ્ય અને ખાનગી ક્ષેત્રમાં રૂ. 1140 કરોડની સંપત્તિને નુકસાન થયું છે. મહેસૂલ વિભાગના ડેટા મુજબ, આ વખતે એકલા કિન્નૌર જિલ્લામાં  કુદરતી આફતો અને અકસ્માતોને કારણે 57 લોકોએ જીવ ગુમાવ્યા છે.

જો ગયા વર્ષની આફતો સાથે સરખામણી કરવામાં આવે તો ગત વર્ષે હિમાચલમાં 25 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને કુદરતી આફતોમાં 615 કરોડ રૂપિયાની સંપત્તિને નુકસાન થયું હતું. (Himachal Pradesh) હિમાચલના રેવન્યુ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે આ વખતે વધુ કુદરતી આફતો જોવા મળી હતી. જેમાં રાજ્યને ઘણું નુકસાન થયું છે.

ચોમાસા દરમિયાન જાનમાલની નુકસાની માટે 18 કરોડ રૂપિયાની રાહત રકમ વહેંચવામાં આવી છે. આ સિવાય ચોમાસાની સિઝનમાં નુકસાનીનો અહેવાલ તૈયાર કરીને કેન્દ્ર સરકાર પાસેથી રાહતની રકમ માંગવામાં આવશે.

છેલ્લા 17 વર્ષમાં ચોમાસાની બીજી લાંબી સીઝન

હિમાચલમાં છેલ્લા 17 વર્ષમાં બીજી વખત આટલી લાંબા ચોમાસાની ઋતુ જોવા મળી છે. લાંબી ચોમાસાની ઋતુ હોવા છતાં, રાજ્યના 12 માંથી 8 જિલ્લાઓમાં સામાન્યથી ઓછો વરસાદ નોંધાયો છે.

છેલ્લા કેટલાક વર્ષોથી હિમાચલમાં જળવાયુ પરિવર્તન  જોવા મળી રહ્યું છે. હિમાચલ પ્રદેશમાં કુદરતી આફતોની સંખ્યા દરરોજ વધી રહી છે. જો છેલ્લા 17 વર્ષમાં ચોમાસા પર નજર કરીએ તો 2012માં માત્ર 15 ટકા અને 2018માં 12 ટકા વધુ વરસાદ જોવા મળ્યો છે. જ્યારે બાકીના વર્ષોમાં વરસાદમાં ભારે કમી જોવા મળી છે.

આ પણ વાંચો : પાતાળમાંથી નીકળે છે પાતાળિયા દેડકા,આ પીળા રંગના દેડકા પાછળ કારણ શું ?

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment