Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeન્યૂઝ“દરેક ભારતીય એક હિન્દુ છે ” – મોહન ભાગવતનું મહત્વનું નિવેદન

“દરેક ભારતીય એક હિન્દુ છે ” – મોહન ભાગવતનું મહત્વનું નિવેદન

MOHAN BHAGAVAT ON HINDU MUSLIM
Share Now

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે હિન્દુ અને મુસલમાનોને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હિન્દુઓ અને મુસલમાનોના પૂર્વજો એક જ હતા અને દરેક ભારતીય નાગરિક હિન્દુ છે. તેમણે પુણેમાં ગ્લોબલ સ્ટ્રેટેજિક પોલીસી ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે સમજદાર મુસ્લિમ નેતાઓએ કટ્ટરપંથીઓ વિરુદ્ધ દૃઢતાથી ઊભા રહેવું જોઈએ. મોહન ભાગવત સોમવારે ગ્લોબલ સ્ટ્રેટેજિક પોલિસી ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘રાષ્ટ્ર પ્રથમ-રાષ્ટ્ર સર્વોપરિ’ પરના સેમિનારમાં ભાગ લેવા માટે મુંબઈ પહોંચ્યા હતા, જ્યાં તેમણે મુસ્લિમ વિદ્વાનો સાથે મુલાકાત કરી હતી.

હિન્દુ કોઈની સાથે દુશ્મની રાખતા નથી-ભાગવત

મોહન ભાગવતે કહ્યું કે ભારતમાં અલ્પસંખ્યક સમુદાયે કોઈ પણ ચીજથી ડરવાની જરૂર નથી કારણ કે હિન્દુ કોઈની સાથે દુશ્મની રાખતા નથી. તેમણે કહ્યું કે હિન્દુ શબ્દ માતૃભૂમિ, પૂર્વજ અને ભારતીય સંસ્કૃતિ બરાબર છે. આ અન્ય વિચારોનું અસન્માન નથી. આપણે મુસ્લિમ વર્ચસ્વ અંગે નહીં પણ ભારતીય વર્ચસ્વ અંગે વિચારવાનું છે. ભારતના સર્વાંગી વિકાસ માટે બધાએ મળીને કામ કરવું જોઈએ.

આપણે એક રાષ્ટ્ર તરીકે સંગઠિત રહેવું પડશે

કાર્યક્રમમાં તેમણે વધુમાં કહ્યું હતું કે આપણી એકતાનો આધાર આપણી માતૃભૂમિ અને ગૌરવશાળી ઇતિહાસ છે. આપણે એક રાષ્ટ્ર તરીકે સંગઠિત રહેવું પડશે. આરએસએસ પણ એવું જ વિચારે છે અને અમે તમને આ કહેવા માટે જ અહીં આવ્યા છીએ. આરએસએસના વડાએ કહ્યું હતું કે મહાસત્તા તરીકે ભારત કોઈને ડરાવશે નહીં.સમજદાર મુસ્લિમ નેતાઓએ બિનજરૂરી મુદ્દાઓનો વિરોધ કરવો જોઈએ અને કટ્ટરપંથીઓ તથા ચરમપંથીઓ વિરુદ્ધ દૃઢતાથી ઊભા રહેવું જોઈએ. જેટલું બને તેટલું જલદી આપણે તે કરીશું, તેનાથી સમાજને એટલું જ ઓછું નુકસાન થશે.

આ પણ વાંચો : સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,17% થી વધીને હવે 28% મોંઘવારી ભથ્થુ મળશે

અમારા માટે દરેક ભારતીય હિન્દુ છે

આરએસએસ પ્રમુખે કહ્યું કે ભારત એક મહાશક્તિ તરીકે કોઈને ડરાવશે નહીં. તેમણે રાષ્ટ્ર પ્રથમ તથા રાષ્ટ્ર સર્વોચ્ચ વિષયક ચર્ચામાં કહ્યું કે હિન્દુ શબ્દ આપણી માતૃભૂમિ, પૂર્વજ અને સંસ્કૃતિની સમૃદ્ધ ધરોહરનો સમાનાર્થી છે. આ સંદર્ભમાં અમારા માટે દરેક ભારતીય હિન્દુ છે પછી ભલે તેનો ધાર્મિક, ભાષાકીય અને નસ્લીય અભિવિન્યાસ ગમે તે હોય. તેમણે કહ્યું કે ભારતીય સંસ્કૃતિ વિવિધ વિચારોને સમાયોજિત કરે છે અને અન્ય ધર્મોનું સન્માન કરે છે.

ભારતીય સંસ્કૃતિ બધાને સમાન સમજે છે- કેરળના રાજ્યપાલ

આ ચર્ચામાં કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને કાશ્મીર કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના ચાન્સેલર લેફ્ટેનન્ટ જનરલ (સેવાનિવૃત્ત) સૈયદ અતા હસનૈન પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન આરિફ મોહમ્મદ ખાને કહ્યું કે વધુ વિવિધતાથી સમૃદ્ધ સમાજનું નિર્માણ થાય છે અને ભારતીય સંસ્કૃતી બધાને સમાન સમજે છે. હસનૈને કહ્યું કે મુસ્લિમ બુદ્ધિજીવીઓએ ભારતીય મુસલમાનોને નિશાન બનાવવાની પાકિસ્તાનની કોશિશને નિષ્ફળ બનાવવી જોઈએ.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment