Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝખુશાલો….!!!! દેશભરમાં Hiring Activity(ભરતી) કોરોના પૂર્વેના સ્તરે

ખુશાલો….!!!! દેશભરમાં Hiring Activity(ભરતી) કોરોના પૂર્વેના સ્તરે

Hiring activity in India touches pre-pandemic level, says Indeed India Report
Share Now

નવી દિલ્હી : કોરોના મહામારીને કારણે સમગ્ર દેશમાં અંદાજે 5 કરોડ નોકરી છુટી હોવાનું અનુમાન અનેક સર્વેમાં કરવામાં આવ્યું હતુ. જોકે હવે આ નોકરી ગુમાવનાર અને નવી તક શોધનાર લોકો માટે એક સારા સમાચાર આવ્યાં છે. ખુશીની વાત એ છે કે દેશભરમાં ભરતી(Hiring activity in India) પ્રક્રિયા કોરોના પૂર્વેના સ્તરે પહોંચી છે.

Hiring activity in IndiaHiring activity in India

કોરોના મહામારીના કપરા કાળ અને પ્રથમ બાદ બીજી તરંગને કારણે પણ દેશના અર્થતંત્રને મસમોટો ફટકો પડ્યો છે. કોરોના મહામારીને સર્જાયેલ કપરી પરિસ્થિતિ બાદ હવે સ્થિતિ સુધરી રહી હોવાના અનેક સંકેતો મળી રહ્યાં છે. આજ યાદીમાં હવે વધુ એક આંકડો જોડાઈ રહ્યો છે.

સોમવારે જોબસાઇટ Indeedના એક અહેવાલમાં જણાવ્યાયું છે કે ગત મહિને મહિને કોરોનાકાળ બાદ પ્રથમ વખત હાયરિંગ એક્ટિવિટી એટલેકે ભરતી(Hiring activity in India) પ્રક્રિયા કોવિડપૂર્વેના સ્તરે પહોંચી છે.

આ પણ વાંચો  : જન્માષ્ટમી: દ્વારિકાથી ડાકોર આવ્યા રણછોડજી, શું છે એ કહાની?

IT સેક્ટરે લીધી લીડ

અહેવાલ અનુસાર સૌથી વધુ નોકરી આપતા આઇટી ટેક સોફ્ટવેર સેક્ટરમાં જોબ પોસ્ટિંગમાં જુલાઇ,2020 અને જુલાઇ,2021ની વચ્ચે 19 ટકાનો વધારો થયો છે,જે કોરોના મહામારીને કારણે ડિજિટાઇઝેશન જોરના કારણે સર્જાયો હોવાનું અનુમાન છે.

અન્ય આઇટી જોબ જેવી કે પ્રોજેક્ટ હેડ, એન્જિનિયર વગેરે માટે જોબ પોસ્ટિંગમાં પણ 8-16 ટકાનો વધારો જોવા મળ્યો છે.

સ્વચ્છતા પર ફોકસ

લોકડાઉન પ્રતિબંધોમાં હળવાશ અને છૂટછાટને પગલે ઓફિસો-કામના સ્થળો ખુલતા સ્વચ્છતા પર ધ્યાન કેન્દ્રિત થયું, ઘરની સંભાળ રાખનારાઓ, કેર ટેકર્સ, હાઉસકીપિંગ મેનેજરો, કસ્ટોડિયન, એક્ઝિક્યુટિવ હાઉસકીપર્સ અને ક્લીનર્સની માંગ પણ જોરદાર વધી છે. આ નોકરીઓમાં જુલાઈ 2020 અને જુલાઈ 2021ની વચ્ચે 60 ટકા વૃદ્ધિ જોવા મળી હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

Office Sanitization Services

ખાદ્ય અને રીટેલ સેગમેન્ટમાં બમ્પર નોકરીઓ નીકળી છે. બંને સેગમેન્ટમાં અનુક્રમે 52 ટકા અને 39 ટકાનો વધારો વાર્ષિક જોવા મળ્યો છે. HR અને ફાઇનાન્સમાં ભરતી 27-27 ટકા વધી છે.

Indeed Indiaના સેલ્સ હેડ શશી કુમારે એક નિવેદનમાં જણાવ્યું છે કે નોંધપાત્ર સેગમેન્ટમાં ભરતી થઈ રહી છે. ભારતમાં હાયરિંગ એક્ટિવિટી(Hiring activity in India) પ્રી-કોવિડ લેવલે પહોંચ્યું છે.

આ પણ વાંચો  : SBIમાંથી ઓનલાઈન સોનું ખરીદો મેળવો 500 રૂપિયાનું Flat ડિસ્કાઉન્ટ

રસપ્રદ આંકડા :

કોરોના મહામારીને કારણે થેરાપી જોબ્સમાં Indeed પર ક્લિક જુલાઈ 2020થી જુલાઈ 2021ની વચ્ચે 89 ટકાનો વધારો થયો છે.

કયા સેક્ટરમાં સૌથી વધુ ભરતી ?

રસપ્રદ વાત એ છે કે પશુ ચિકિત્સા નોકરીઓ માટે ક્લિક્સની સંખ્યામાં પણ આ એક વર્ષના ગાળામાં 216 ટકાનો મોટો વધારો થયો છે, ત્યારબાદ પર્સનલ કેર(155 ટકા), બાળ સંભાળ (115 ટકા) અને ડેન્ટલ (108 ટકા)માં નોકરીઓની ભરતી ક્લિક થઈ છે.

Job postings for IT tech software roles saw a 19% increase between July 2020 and July 2021 as an expected outcome of the pandemic-induced digitisation.

કયા સેગમેન્ટમાં ભરતી ઘટી ?

ઈન્ડસ્ટ્રી અથવા ફંક્શન્સ જેવા કે ઉડ્ડયનમાં 25 ટકા નોકરી માંગ ઘટી છે. મીડિયામાં પણ 19% માંગ ઘટી છે. એકાઉન્ટિંગ (-8 ટકા), ગ્રાહક સંબંધો (-7 ટકા) જેવા નોકરીઓ શોધનારાઓની રૂચિમાં ઘટાડો થયો છે.

આ પણ વાંચો  : મોંઘી થવા જઈ રહી છે મારૂતિની કાર, આ વર્ષનો ત્રીજો ભાવવધારો મંજૂર

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment