જાણો…122 વર્ષ જૂની કોલેજનો ઈતિહાસ
ભારત દેશમાં અનેક એવી ઐતિહાસિક વસ્તુઓ હશે જે આજે પણ જીવંત છે અને તે આપણી સંસ્કૃતિ છે. એવી જ એક ઐતિહાસિક ધરોહરની આજે વાત કરવી છે. 122 વર્ષ જૂની એવી એક કોલેજની વાત કે જેનો ઈતિહાસ તો રોમાંચક છે જ. ત્યાં અનેક મહાનુભાવો અને વિદ્વાન પુરુષોએ પણ અભ્યાસ કર્યો છે.
જુનાગઢના નવાબને વિચાર આવ્યો…
અનેક ધરોહરો સાચવીને બેઠેલા જૂનાગઢની બહાઉદીન કોલેજના નામનો અને આ કોલેજના બિલ્ડીંગનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે. રાજાશાહીના સમયમાં ભાવનગરના નવાબે પોતાના દિવાન શામળદાસ ગાંધીના નામે ભાવનગરમાં કોલેજ બનાવી. એ સમયે જુનાગઢના નવાબને પણ વિચાર આવ્યો કે આપણે પણ જૂનાગઢમાં એક કોલેજ બનાવીએ. નવાબે જુનાગઢમાં પોતાના સાળા બહાઉદીન ભાઇના નામે કોલેજ બનાવવાની વાત કરી. ત્યારે બહાઉદીનભાઈએ નવાબને કહ્યું કે તમો મને માત્ર જમીન પર જ આપો કોલેજનું બિલ્ડીંગ હું મારા ખર્ચે બનાવીશ.
નવાબના સાળાએ 85 હજાર એકત્ર કરી કોલેજ બનાવી
બહાઉદીનભાઈનો જન્મદિવસ હતો અને જન્મદિવસ નિમિત્તે પોતાના મિત્રોને એકઠા કર્યા અને ત્યાં કોલેજના બાંધકામ માટે રકમ એકત્ર કરવા માટેની જાહેરાત કરી તે સમયે એક લાખ 85 હજાર જેવી જંગી રકમ કોલેજ માટે એકઠી થઇ અને બહાઉદીનભાઈએ કોલેજ બનાવવા માટે નો પ્રારંભ કર્યો ત્યારે તેનું ખાતમુર્હુત લોડ હન્ટરે કર્યું હતું.
બિલ્ડીંગનું બાંધકામ થયું ઇન્ડોપોથીક સ્ટાઇલથી
કોલેજ બિલ્ડીંગનું ઈન્ડોપોથીક સ્ટાઈલથી બાંધકામ થયેલું છે. જેમાં સ્ટોન વુડન મેશનરીનો ઉપયોગ થયો છે. કોલેજનું બાંધકામ પૂર્ણ થયું અને લોર્ડ કર્ઝને જયારે તેનું ઉદ્ઘાટન કર્યું ત્યારે તેઓ પણ અચંબિત થઈ ગયા. લંડનના પાર્લામેન્ટ કરતાં પણ સેન્ટ્રલ હોલ મોટો હતો. જેમાં એક પણ પીલોર વગર 56 બારી દરવાજા વાળા સો બાય સાંઈઠ ફૂટના સેન્ટ્રલ હોલથી ખુબ જ પ્રભાવિત થયા હતા. આવો હોલ તો ઇંગ્લેન્ડમાં પણ નહોતો. આ તકે, લોર્ડ કર્ઝને બાંધકામ કરનાર જેઠાભાઈને શાબાશી આપી હતી.
અનેક મહાનુભાવોએ કર્યો અભ્યાસ
બહાઉદીન કોલેજનું બિલ્ડીંગ તો એ ઐતિહાસિક છે જ, સાથે જ અનેક નામાંકિત લોકો પણ અહી અભ્યાસ કરી ચુક્યા છે. કોલેજમાં ભણતરની શરૂઆત 1902 થી થઈ હતી જેની અડધી શતાબ્દી તો અંગ્રેજોના શાસનમાં પસાર થઈ છે. કોલેજની શરૂઆત થઈ ત્યારે ગુજરાતમાથી જ નહીં પણ અનેક દેશોમાંથી લોકો અભ્યાસ માટે બહાઉદીન કોલેજમાં આવતા હતા. એટલું જ નહિ, ભારતના ખ્યાતનામ લોકોમાં જેની ગણના થાય છે તેવા ધૂમકેતુ, ગૌરીશંકર, ઝવેરચંદ મેઘાણી, વિષ્ણુપંડ્યા સહિતના અનેક નામાંકિત લોકો આ કોલેજમાં અભ્યાસ કર્યો છે.
જુઓ આ વિડીયો : એક રંગીન શાળા
2 કરોડથી વધુ રકમ હેરીટેજ રીનોવેશન માટે કરી જાહેર
આમ અનેક ઐતિહાસિક ધરોહર સાચવેલી બાહઉદીન કોલેજને સરકારે બે કરોડથી વધુની રકમ હેરિટેજ રીનોવેશન માટે જાહેર કરી છે. આપણી સંસ્કૃતિની વિશેષતા તો છે પરંતુ લોકો બેજવાબદાર બને ત્યારે સંસ્કૃતિનું ખંડન થતું જાય છે. ત્યારે સંસ્કૃતિને બચાવવા અને ઐતિહાસિક ધરોહર એવી બહાઉદીન કોલેજનું ખરા અર્થમાં હેરિટેજ જેવી કામગીરી થાય અને તેની જાળવણી થાય તે પણ જરૂરી છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4