Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / May 16.
Homeન્યૂઝલેડી વિથ લેમ્પના નામથી ઓળખાતી ફ્લોરેન્સ નાઈટિંગેલ છે કોણ?

લેડી વિથ લેમ્પના નામથી ઓળખાતી ફ્લોરેન્સ નાઈટિંગેલ છે કોણ?

International Nurses Day
Share Now

આપણે માનવજાત જ્યારે આપદા આવે ત્યારે જ હોસ્પિટલના પગથિયા ચઢીએ છીએ અને ત્યારે જ આપણને આપણા સ્વાસ્થ્યની ચિંતા થાય છે, આપણી હેલ્થ માટે કામ કરતા લોકોના સેવાકાર્યનો અનુભવ થાય છે પણ છેલ્લા દોઢ વર્ષમાં આપણે સૌએ આપણા સાચા હિરોને ઓળખ્યા છે, એવુ કહી શકાય તો ખોટુ નહી. કોરોનાકાળમાં રાત દિવસ સેવા કાર્ય કરતા ડોક્ટર્સ, નર્સ સહિતના સ્ટાફની દિવસ-રાતની મહેનત જોઈને આજે સૌ કોઈ ડોક્ટરને પૃથ્વી પરનું જીવતું જાગતું ભગવાનનું રૂપ માનવા લાગ્યા છે.

કોરોના(Corona)કાળે આપણને સમજાવી દીધું છે કે હેલ્થ કેટલી જરૂરી છે અને સાચો સગો કોણ છે. કોણ આપણો સાથ આપે છે, પૈસા આ કપરા સમયમાં કામ આવે છે કે પછી દુઆ કે પછી કોઈનો અથાગ પરીશ્રમ. ડોક્ટરોને આપણે ભગવાનનું રૂપ તો આપી દીધું પણ આ સમયગાળામાં આપણને અન્ય હેલ્થ વર્કર્સ જેવા કે નર્સ, સ્ટાફ બોય, એમ્બયુલન્સ ડ્રાઈવર કે પછી મેડિકલ-ફાર્મસીના માણસોની પણ અહેમિયત સમજાવી દીધી છે.

આ તમામ ફ્રન્ટલાઈન વોરિયર્સમાં સૌથી વધુ મહત્વનું સ્થાન ધરાવતા અને સૌથી વધુ પરિશ્રમ કરતા વર્ગને સૌથી ઓછું પ્રાધાન્ય મળે છે અને તે છે નર્સિંગ સ્ટાફ. સામાન્ય રીતે વિચારીએ તો જો આપણે દર્દી હોઈએ તો આપણી સૌથી વધુ સારસંભાળ કોણ કરે છે? આપણા સગા-વ્હાલાં? ડોક્ટર? કે પછી નર્સિંગ સ્ટાફ? જાત અનુભવવાળા વ્યક્તિઓ તો સમજી જ ગયા હશે કે સૌથી મહત્વની કડી આપણી હેલ્થ સિસ્ટમમાં છે નર્સિંગ સ્ટાફ.

sad doctor

Source: Ingimage

જે નથી સમજી શકતા તેમના માટેના સવાલો- તમે દાખલ થાઓ તો તમારી બધી જ તપાસ કોણ કરે છે ? ડોક્ટર દિવસમાં કેટલી વાર તમારી તપાસ કરવા આવશે ? તમારી દવા-ઈન્જેકશન-ગ્લુકોઝ સહિતની બોટલનું ધ્યાન કોણ રાખે છે ? તમારા રીપોર્ટસ કરાવવા, કઈ દવા બદલવાની કહી છે, ડાયેટમાં શું આપવું, તમારા રીપોર્ટસ અને રેકોર્ડ ડોક્ટરને કહેવા-આપવાની જવાબદારી કોના શિરે હોય છે?  તમારા મનમાં આવતો જવાબ જ આજના વિશેષ દિવસનું મહત્વ ધરાવે છે.

આજે આપણે નર્સિંગ સ્ટાફની જ વાત કેમ કરીએ છીએ તે પણ એક મહત્વનો સવાલ થાય, કારણ છે 12મી મેનો દિવસ. આ દિવસને આંતરરાષ્ટ્રીય સ્તરે નર્સ દિવસ તરીકે મનાવવામાં આવે છે. હેવે તમને મનમાં બીજા ઘણા સવાલો થશે કે આજનો દિવસ જ કેમ ? તેમજ શા માટે ઉજવવામાં આવે છે ? બધા દિવસની પોતાનો એક ઇતિહાસ(History) હોય છે.

ફ્લોરેન્સ(Florence Nightingale)નાઈટિંગેલ છે કોણ?

Florence Nightingale

Florence Nightingale photographed by Millbourn in c. 1890. Wellcome Collection, London

ફ્લોરેન્સને આધુનિકને આધુનિક નર્સિંગ જગતની જનેતા માનવામાં આવે છે. તેમને કરેલા સેવાકાર્યને આજે સમગ્ર વિશ્વ યાદ કરી રહ્યું છે અને તેને કારણે જ તેમના જન્મદિવસને વિશ્વ નર્સ દિવસ તરીકે ઉજવીને સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. તમને મનમાં સવાલ થતા હશે કે કોણ છે આ વ્યક્તિ ? અને કેમ તેમની યાદ માંજ આ દિવસની ઉજવણી શરુ થઇ તો જાણીએ આજે થોડુ ફ્લોરેન્સ નાઈટિંગેલ વિશે…

આ પણ વાંચો: શું છે થૈલેસીમિયા નામની બીમારી?

ફ્લોરેન્સ નાઈટિંગેલ સાથે જોડાયેલો છે ઈન્ટરનેશનલ નર્સ ડે નો દિવસ

12મી મે, 1820ના રોજ વિલિયમ નાઈટિંગેલ અને ફેનીના ઘરે જન્મ થયો એક છોકરીનો. નામ રાખવામાં આવ્યું ફ્લોરેન્સ. ઉચ્ચ પરિવરમાં પેદા થયેલ ફ્લોરેન્સે ભણતર ઈગ્લેન્ડમાં જ પૂર્ણ કર્યું. સેવાકાર્યની ઈચ્છાશક્તિ ધરાવતી ફ્લોરેન્સે નર્સિંગનો કોર્ષ કરવાનું નક્કી કર્યું. તે સમયે હોસ્પિટલોની ખરાબ અને ગંદી સ્થિતિને કારણે નર્સિંગના ભણતરને કોઈ ખાસ માન સન્માન આપવામાં નહોતું આવતું. સારા ઈજ્જતદાર, પૈસાવાળા ઘરની છોકરી થઈને ફ્લોરેન્સ નર્સ બને તે પિતાને ગ્રાહ્ય નહોતું. વિરોધ છતા 1951માં ફ્લોરેન્સે નર્સિંગનું ભણતર શરૂ કર્યું અને 1953માં જ તેમણે લંડનમાં મહિલાઓ માટે હોસ્પિટલની શરૂઆત કરી.

Florence help

Wikipedia image

સેવાકાર્યમાં અગ્રેસર

1954માં જ્યારે બ્રિટન, ફ્રાંસ અને તુર્કીએ રશિયા સામે મોરચો માંડ્યો હતો અને આ યુદ્ધમાં બ્રિટિશ સૈનિકોને રશિયાના દક્ષિણ છેવાડે આવેલા ક્રીમિયામાં યુદ્ધ માટે મોકલવામાં આવ્યા હતા. આ યુદ્ધમાં બ્રિટિશ સૈનિકોના ઈજાગ્રસ્ત અને મોતના સમાચાર આવ્યા કે તરત જ ફ્લોરેન્સ નર્સોની ટુકડી લઈને યુદ્ધસ્થળે સારવાર માટે પહોંચી ગઈ. માત્ર ઘાયલ સૈનિકો જ નહિ અન્ય બિમારીઓએ પણ ત્યાં માથું ઉંચક્યું અને તે સ્થળે રહીને ફ્લોરેન્સ અને ટીમે યથાયોગ્ય તમામ મદદો કરી. ફ્લોરેન્સ અડધી રાત્રે પણ લાલટેન લઈને સૈનિકોની સારસંભાળ લેવા પહોંચતી, આ જોઈને ફ્લોરેન્સને ત્યાં નામ મળ્યું લેડી વિથ લેમ્પ. તે સમયના અનેક ફોટા પણ ખૂબ પ્રસિદ્ધ થયા છે.

માત્ર સૈનિકો(Army)ના સ્વાથ્ય જ નહિ હોસ્પિટલની સ્થિતિ, સ્વચ્છતા, નાહવાની સુવિધા, આહારની રીત-ભાત, ડ્રેસિંગની રીત વગેરે તમામ જરૂરી બાબતોમાં ઘરમૂળથી ફેરફાર કરીને એક નવી શરૂઆત કરી.

મારી સફળતાની વાત એ જ છે કે મેં ક્યારેય કોઇ બહાનાનો સહારો નથી લીધો: ફ્લોરેન્સ નાઈટિંગેલ

Florence

Wikipedia image

ખાસ વાતો

  • ક્રીમિયાના આ યુદ્ધ બાદ ફ્લોરેન્સનું નામ દ લેડી વિથ લેમ્પ પડી ગયુ
  • નર્સના આ ઉમદા સેવાકાર્ય બદલ રાણી વિક્ટોરિયાએ તેમને પત્ર લખીને આભાર વ્યકત કર્યો હતો
  • 1960 માં લંડનમાં નર્સિંગ સ્કુલની સ્થાપના કરી
  • દર વર્ષે રાષ્ટ્રપતિ સારુ કામ કરનારી નર્સને નેશનલ ફ્લોરેંસ નાઇટિંગેલ અવોર્ડથી સમ્માનિત કરે છે.
  • ફ્લોરેન્સના જન્મદિવસ એટલે કે 12 મેને વિશ્વ નર્સ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત થઈ.

ક્રીમિયાના આ યુદ્ધ બાદ 1856માં ઈંગ્લેન્ડ પરત ફરેલ ફ્લોરેન્સ નાઈટિંગેલને સમગ્ર વિશ્વએ લેડી વિથ લેમ્પના નામે જ ઓળખી. તેમના ઉમદા સેવાકાર્ય બદલ રાણી વિક્ટોરિયાએ તેમને પત્ર લખીને આભાર વ્યકત કર્યો અને 1856માં જ તેમણે ફ્લોરેન્સ સાથે મુલાકાત પણ કરી. આ મુલાકાત બાદ એક નવી સવાર થઈ. સૈન્ય બેડામાં ડોક્ટર અને નર્સનું સ્થાન મહત્વનું બન્યું અને સમગ્ર પ્રણાલી બદલાઈ. રહેવા-ખાવા-પીવા, કપડા, સફાઈ-સ્વચ્છતાની કાયાપલટ થઈ.

Hospital

Wikipedia image

1860માં તેમણે લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાં નાઈટિંગેલ ટ્રેનિંગ સ્કૂલની શરૂઆત કરી,જેમાં નર્સોને પ્રશિક્ષણ આપવામાં આવતું. આ સંસ્થાનો ઉદ્દેશ્ય નર્સિંગ ક્ષેત્રને પણ વિશ્વફલક પર એક સન્માનજનક કરિયર અને કામની નામના અપાવવાનો હતો.

ભારત(India)માં પણ પાણીની સપ્લાઇ

ફ્લોરેન્સ નાઇટેંગિલ ભારતમાં પણ બ્રિટિશ સૈનિકોના સ્વાસ્થ્યને સારા કરવા માટેના મિશન સાતે જોડાયેલી હતી. તેમણે આ માટે પણ પોતાના તુર્કીના અનુભવને યુઝ કર્યો હતો, તે બાદ વર્ષ 1880 માં વિજ્ઞાને તરક્કી કરી લીધી હતી.

St_Margarets_FN_grave

Wikipedia image

ડોક્ટરો(Doctors)ની સાથે સાથે ફ્લોરેન્સે પણ આ બાબતનો ભરોસો કરવાનું શરુ કરી લીધુ હતુ કે, કિટાણુઓથી બીમારી ફેલાય છે. જે બાદ ફ્લોરેન્સ પોતાનું બધુ જ ધ્યાન ભારતમાં ક્લિન પાણીની સપ્લાઇમાં આપી દીધુ. ફ્લોરેન્સનો ગોલ મુખ્યત્વે વધુમાં વધુ લોકોનો જીવ બચાવવાનો હતો. ફ્લોરેન્સને લાગવા લાગ્યુ હતુ કે, ભારતની આ સ્થિતિ તુર્કીના સ્કુતારી જેવી જ છે. હાલાત એવા થઇ ગયા હતા કે, 1906 સુધી ભારતની સ્થિતિ વિશેની માહિતી ફલ્રોરેન્સને મોકલવામાં આવતી હતી.

લાંબી સેવા આપ્યા બાદ ફલ્રેન્સનું 13 ઓગષ્ટ, 1919ના રોજ નિધન થયું અને બાદમાં તેમના જન્મદિવસ એટલે કે 12 મેને વિશ્વ નર્સ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત થઈ. આ દિવસે ઉત્તમ સેવાકાર્ય કરનાર નર્સને ફ્લોરેન્સ નાઈટિંગેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. નર્સ એક મા, બહેનના રુપમાં દર્દીઓની સેવા પણ કરતી હોય છે, પોતાના પરિવારથી દુર રહીને બીજાના પરિવારની સાર-સંભલ રાખવી એ કોઇ સામાન્ય વાત નથી. નર્સને આ કોરોનાકાળ સિવાય પણ ઘણા પડકારોનો સામનો પણ કરવો પડતો હોય છે.

મારી વાત

કોરોનાકાળમાં નર્સનું અને હેલ્થ વર્કરોનું મહત્વ તેમજ આપણા શરીરનું મહત્વ પણ આપણને સમજાય છે, ત્યારે Ottindia આજે દેશના એ તમામ ડૉક્ટરોને અને નર્સિંગ સ્ટાફને International Nurses Day ની શુભકામનાઓ આપી રહ્યું છે.

 

 આ પણ વાંચો: શું તમે પણ પેરાસીટામોલનો ઉપયોગ કરો છો? તો આ જાણી લો

વધારે માહિતી માટે ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment