Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝઅકસ્માત કઈ રીતે બન્યો એ સાંભળીને તમારી અંદરનો આક્રોશ બહાર આવી જશે…

અકસ્માત કઈ રીતે બન્યો એ સાંભળીને તમારી અંદરનો આક્રોશ બહાર આવી જશે…

Share Now

અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે ગઈ કાલે મોડી રાત્રે, એક કારચાલકે ફૂટપાથ પર સુતેલા લોકોને અડફેટે લીધા હતા. (hit and run accident) જે દરમિયાન એક મહિલાનું મોત થયું છે. ત્યારે ૩ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

 તમારી ઝડપની મજા, કોઈ બીજ વ્યક્તિ માટે કેટલી મોટી સજા બની શકે છે, એ ક્યારેય વિચાર્યું તમે? અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પર થયેલ આ અકસ્માત (hit and run accident) કઈ રીતે બન્યો છે, એ સાંભળીને તમારી અંદરનો આક્રોશ બહાર આવી જશે…અમદાવાદમાં શિવરંજની ચાર રસ્તા પાસે આવેલા, બીમાનગર નજીક ફૂટપાથ પર લોકો સૂઈ રહ્યા હતા.  વરસાદથી બચવા પ્રયત્ન કરી રહેલા આ નિરાધાર લોકોને, જરા પણ ખબર ન હતી કે કોઈની રમત, એમના મોતનો ખેલ બનશે.

કારરેસની લ્હાયમાં, નિર્દોષનો જીવ લીધો!

ત્યારે એ સમયે જ બે મિત્રો પોતાની ધૂનમાં કારની રેસ (car racing) લગાવી રહ્યા હતા. પોતાની ઝડપની સાજા માણતા આ બે આરોપીઓ જાણે મોતને સામેથી આમંત્રણ આપવા માટે જ કાર ચાલવતા હતા. મોડી રાત્રે કાળ બનીને આવેલી i20 કાર આ ફૂટપાથ પર સુતેલા માસુમ લોકો પર ફરી વળી હતી. (hit and run accident) અડફેટે આવેલા લોકોમાંથી જમવાનું બનાવી રહેલી સંતુબેન નામની એક મહિલાનું મોત નીપજ્યું છે. તો બીજા ૩ લોકો જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. અકસ્માત (hit and run accident) બાદ કારચાલક સહિત અન્ય 4 લોકો પણ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

આ પણ જુઓ : કાતિલ કાર રેસિંગ નબીરા

અકસ્માતમાં (hit and run accident) ઈજાગ્રસ્ત થયેલા લોકો

  •  બાબુભાઇ
  • જેતન (બાળક)
  • સુરેખા (બાળક)
  • વિક્રમ (બાળક)

કાર પર 9 ઈ-મેમો ભરવાના બાકી છે…

જ્યારે ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. i20 કાર મીઠાખળીના શૈલેશ શાહ (Shailesh shah) નામની વ્યક્તિની છે. તેમજ કાર પર 9 ઈ-મેમો (E-memo) ભરવાના બાકી છે. ત્યારે સવાલ તો ઘણા બધા ઉભા થાય છે.. ટ્રાફિકના 9 મેમો (E-memo) ભરવાના બાકી હોય, તેવો વાહનચાલક મસ્ત પોતાની ધૂનમાં ગાડી ચલાવે છે, અને એક વ્યક્તિનો જીવ લઇ લે છે. ત્યાં સુધી પોલીસ (police) શું કરતી હતી?

રસ્તા પર સરકાર દ્વારા વાહન ચાલકો(driver) ની ઝડપ નિયત્રણ, મોટા મોટા બોર્ડ લાગવવામાં આવ્યા છે. તો શું આ પ્રકારના બોર્ડ (Hoardings) લગવવાથી વાહન ચાલકોની ઝડપ નિયંત્રણમાં આવી જશે? કે પછી પ્રેક્ટીકલ રીતે પણ કઈ વિચારવું પડશે સરકારને…રાત્રે પોલીસ પેટ્રોલીંગના (Police Petroling) મોટા મોટા દાવા કરતી સરકાર, આ સમયે ક્યાં હતી? રાત્રે આ પ્રકારના કેટલાય અસામાજિક તત્વો મારી અને તમારી નજરે તમે જોયા હશે… તો શું આ અસામાજિક તત્વો પોલીસને નથી દેખાઈ રહ્યા? કે પછી પોલીસ આંખ આડા કાન કરી રહી છે?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment