Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeન્યૂઝમહાનતાની છબી ઉતારી ચોખાના દાણા પર?

મહાનતાની છબી ઉતારી ચોખાના દાણા પર?

Botad Painting
Share Now

એક કહેવત છે ને કે “કોસિસ કરને વાલો કિ કભી હાર નહી હોતી”, આ કહેવત પ્રમાણે નાનામાં નાન કામ કે મોટામાં મોટુ કામ તમે મહેનત અને લગનથી કરો તો તે શક્ય બને છે, આજે આપણે વાત કરવાના છીએ બોટાદના કેતન હડિયલની જેમણે માત્ર એક નાના એવા ચોખાના દાણા પર પોતાની કલાકારી દર્શાવી છે. હવે આ કલાકારે એવી તે સાની પેઇન્ટીંગ કરી છે, તે વિશે વાત કરીશુ.

ચોખાના દાણા પર શિવાજી મહારાજનું પેન્ટિગ બનાવ્યું

ઝીણામાં ઝીણું કામ કરવાનો રેકોર્ડ ગણાયો કહેવાય 2.mm ની સાઇઝ જેવા ચોખાના એક દાણા ઉપર છત્રપતિ શિવાજી મહારાજ નું આબેહૂબ કલર સાથે પેન્ટિંગ ઓઈલ કલરમાં કરવામાં આવેલું છે ખૂબ જ મહેનતની સાથે ઘણા બધા પ્રયત્નો કર્યા પછી આ સફળતા મળી છે.

Botad

Pc: Social Media

 બોટાદ તાલુકા ના ખસ ગામના વતની હાલ બોટાદના ખસ રોડ પર આવેલ શંકર પરામાં સ્વામિનારાયણ મંદિરની બાજુમાં રહેતા ખેતીવાડી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ઘનશ્યામભાઈ હડિયલ (સતવારા ) તેમનો પુત્ર કેતન હડિયલ દ્રારા ચોખાના દાણા પર છત્રપતિ શિવાજી મહારાજ નું આબેહુબને ઓઈલ કલરમાં પેન્ટિગ બનવવામાં આવ્યું હતું.

rice

Pc: Social Media

આ સિવાય પણ કેતન હડિયલે આ રીતની કલાકારી માટે જાણીતો છે, જેમણે ઘણા બીજા પોઇન્ટીંગ્સ અને કેનવાસ બનાવ્યા છે. જેમાં વાલના દાણા પર બેટી બચાવો નુ પેઈન્ટિંગ , હાથી નું પેઈન્ટિગ વડતાલ ગાદી પતિ નૂગેન્દ્રપ્રસાદજી મહારાજનું પેઈન્ટિગ, કેનવાસ પેઈન્ટિગ, ગ્લાસ પેઈન્ટિગ,  વોલ પેઈન્ટિગ, લેન્ડસ્કેપ પેઈન્ટિગ વગેરે બનાવ્યા છે.

 નાનપણથી જ હતો પેઇન્ટીંગનો શોખ

Shivaji maharaj

Pc: Social media

બોટાદના કેતન હડિયલની વાત કરીએ તો તેમને પેઇન્ટિંગનો શોખ નાનપણથી જ હતો.  નાનપણથી જ આર્ટિસ્ટ બનવાની ઈચ્છા કંઇક અલગ કરવાની ઇચ્છા કોનામાં ના હોય ત્યારે કેતન હડિયલની ઈચ્છા ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવાની છે. આ સાતે જ તેણે ઘણા બધા રેકોર્ડ બનાવવાની ઇચ્છા પણ વ્યક્ત કરી છે.

નિષ્ફળતામાંથી મળી પ્રેરણા

ketan bhai

Pc: Social Media

કોઇ પણ કાય હોય તેની શરુઆત કરતાં થોડી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે, તેજ રીતે કેતને પણ હિંમત ન હારતા ઘણી બધી કલાકોની મહેનત બાદ ઘણા બધા વિચારોના નિર્ણય ઉપર આ કાર્ય કરવામાં સીદ્ધી મેળવી હતી.

આ સિવાય કેતનની આગળની ઇચ્છા કે સપનું કહી શકાય કે, તે પોતાની આ કળાને મ્યુઝિયમમાં મુકવાની ઈચ્છા ધરાવે છે, અને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવાની ઈચ્છા છે.

નાના ગામડાઓમાંથી આવતા આ કલાકારોને જો યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો ગામ અને દેશ બંનેનુ નામ રોશન કરી શકાય.

 

 આ પણ વાંચો: પાણીની સમસ્યા ઉનાળાથી નહી પણ વીજળીથી !

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment