Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / July 2.
Homeન્યૂઝહોમ લોન માટે કરી રહ્યાં છો Apply ? તો આ બાબતોની અચૂક ધ્યાન રાખો

હોમ લોન માટે કરી રહ્યાં છો Apply ? તો આ બાબતોની અચૂક ધ્યાન રાખો

Home Loan : Keep this in mind when applying for a home loan
Share Now

મુંબઈ : કોરોનાકાળમાં અર્થતંત્રને ધબકતું રાખવા આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં એકાએક કાપ મુકવામાં આવ્યો હતો અને કોરોનાની શરૂઆતથી અત્યાર સુધી હોમ લોનના વ્યાજ દર ૧૦ વર્ષના તળિયે જ છે. અનેક બેંકો ૭ ટકાથી પણ ઓછા દરે વ્યાજ આપી રહી છે. ત્યારે તમે પણ હોમ લોન (Home Loan) લઈને ઘર ખરીદવા યોજના બનાવી રહ્યા હોય તો લોન લેવા અને અરજી(Home Loan Application) વખતે અનેક વાતોને તમારે ધ્યાનમાં રાખવી જરૂરી છે. તો જાણો કઈ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.

Home Loan Application માટે જરૂરી મુદ્દાઓ

CIBIL સ્કોર

લોન માટે અરજી કરતા પહેલા પોતાના સિબિલ સ્કોરને જરૂરથી ચેક કરી લો. જો તમે ખરાબ સિબિલ સ્કોર સાથે લોન માટે અરજી કરો છો તો તમને લોન મળવામાં મુશ્કેલી થઇ શકે છે. આ ઉપરાંત જો લોન મળી પણ જાય તો તમારે વધારે વ્યાજ ચુકવવું પડી શકે છે. જેથી જો તમારો સિબિલ સ્કોર સારો નથી તો લોન લેવા માટે અરજી કરતા પહેલા તેને સારો બનાવો.

Home Loan

EMI

જ્યાં સુધી શક્ય હોય તો નાની મુદતની હોમ લોન ના પસંદ કરો. કારણ કે લોન મુદત  જેટલી ઓછી હશે એટલી જ લોનની રકમ ઓછી જ હશે. આ ઉપરાંત જયારે તમે ઓછી મુદત માટે લોન (Short Term Loan) લો છો તો તમારા EMIની રકમ વધી જાય છે. જેથી તેની ચુકવણીમાં ચૂંકનું પણ જોખમ વધી જશે. લોનની લાંબી મુદતની લોન (Long Term Loan) ટેન્યોરને સરળ કરશે અને તમે લોનની ચુકવણીની  સાથે સાથે બચત (Saving) પર પણ ધ્યાન આપી શકશો.

આ પણ વાંચો :  પૃથ્વી થિયેટરને સંકટથી બહાર લાવવા આગળ આવ્યા રાકેશ ઝુનઝુનવાલા

શરતો, વિગતો અને દંડ

બેંકો સમયથી પહેલા લોન ચુકવવા પર પેનલ્ટી (Penalty) વસુલે છે. જેથી તમે બેંકોથી તમે પૂરી વિગતો લઇ લો કારણ કે સમય પહેલા લોન ચુકવણી કરવા પર બેન્કોને અપેક્ષાથી વિપરીત ઓછુ વ્યાજ (Interest) મળે છે. જેથી બેંકો દ્વારા અમુક શરતો લગાવવામાં આવે છે. જેથી હોમલોન (Home Loan) લેતી વખતે સમગ્ર વિગતો જાણી લો.

Home Loan : Keep this in mind when applying for a home loan

ટર્મ ઇન્શ્યોરન્સ કવર

હોમ લોન લેતી વખતે તમારે પોતાના માટે ટર્મ ઇન્શ્યોરન્સ કવર (Term Insurance Cover) પણ લેવું જોઈએ. જે પરિવારમાં કમાણી કરનાર માત્ર એક જ વ્યકિત હોય તે પરિવાર માટે હોમ લોન કોઈ ભારથી ઓછુ નથી. કારણ કે તે વ્યક્તિની આકસ્મિક મૃત્યુ થવા પર હોમ લોનની ચુકવણીનું ટેન્શન વધી જાય છે. ત્યારે પોતાના પરિવારને ફાયનાન્સીયલ સિક્યુરીટી (Financial Security) આપવા માટે ટર્મ ઇન્શ્યોરન્સ જરૂર લો.

અહિંથી લોન લેવાથી રહેશે સરળતા

જો તમે લોન લેવાનું વિચારી રહ્યા હોય તો એ બેંકથી લોન લો જ્યાં તમારું એકાઉન્ટ, ફિક્સ ડીપોઝીટ અથવા ક્રેડીટ કાર્ડ સેવા (Credit Card Service) ચાલુ હોય. કારણ કે બેંક પોતાના નિયમિત ખાતેદાર (Bank Account Holder)ને સરળતાથી અને યોગ્ય વ્યાજ દર પણ લોન આપી શકે.

Home Loan : Keep this in mind when applying for a home loan

મેળવો પૂરતી જાણકારી

બેંક સમય સમય પર લોન લેવા વાળા ગ્રાહકોને સારી ઓફર પૂરી પાડતા હોય છે. ત્યારે તમે લોન લેતા પહેલા તમામ બેંકોની ઓફર અંગે જાણકારી એકત્ર કરો. કારણ કે ઉતાવળમાં લોન (Home Loan) લેવી તમારા માટે ખોટનો સોદો પુરવાર થઇ શકે છે. આ ઉપરાંત લોન લેતા પહેલા બેંક ગ્રાહક પાસેથી પ્રોસેસિંગ ફી (Processing Fees) અને દસ્તાવેજ ચાર્જ (Document Charges) પણ વસુલે છે તો તેના વિશે પણ પૂરી જાણકારી લઇ લો.

આ પણ વાંચો : Sarva Pitru Amas નિમિતે આ રીતે કરો શ્રાદ્ધ તર્પણ અને દાન-પુણ્ય

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment