Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeન્યૂઝતહેવારોની સીઝનમાં છે ઘર ખરીદવાનો પ્લાન ? 10 વર્ષમાં સૌથી ઓછા વ્યાજદર ઓફર કરી રહી છે બેન્ક-NBFCs

તહેવારોની સીઝનમાં છે ઘર ખરીદવાનો પ્લાન ? 10 વર્ષમાં સૌથી ઓછા વ્યાજદર ઓફર કરી રહી છે બેન્ક-NBFCs

Home Loan Offers: Bank-NBFCs are offering cheapest interest rates on home loan in 10 years during festive season 2021
Share Now

અમદાવાદ : તહેવારોની સિઝન આવી રહી છે ત્યારે શ્રાદ્ધ પક્ષના હવે થોડા જ દિવસો બચ્યા છે અને નવરાત્રી અને તે સાથે જ દિવાળીના તહેવારો શરૂ થઈ જશે. સામાન્ય રીતે શુભ મુહુર્તમાં ખરીદેલી વસ્તુઓ વધુ ટકે છે એવી લોકોની વિચારસરણીને જાણતા વેપારીઓ-કંપનીઓ, હવે ઈ-કોમર્સ કંપનીઓ પણ ગ્રાહકો માટે મોટી-મોટી ઓફર્સ લાવે છે જેથી વર્ષભરની કમાણી તહેવારોની સિઝનમાં કરી શકે. આ દિવસોમાં બજારનું ટર્નઓવર વધી જાય છે. હિન્દુ દેશ હોઈ મોટાભાગના લોકો દિવાળીના તહેવારોની ઉજવણી કરતા મોટાભાગની ખરીદી આ સમય દરમિયાન જ કરતા હોય છે. ખાસ કરીને વાહનો અને ઘરની ખરીદી આ સમયગાળામાં વધુ થાય છે તો આવો જાણીએ આ તહેવારોની સીઝનમાં આપના માટે કઈ બેંક કેટલા ટકે કઈ ઓફર સાથે ગ્રાહકોને આપી રહી હોમ લોન(Home Loan Offers)

Home Loan Offers

Home Loan Offers

તહેવારોની મોસમમાં જો તમે પણ ઘર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો તમારા માટે સારી તક(Home Loan Offers) છે. આ દરમિયાન ઘણી બેન્કો સિવાય હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓએ હોમ લોનના દરો ઓછા કરી દીધા છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેન્ક (PNB), બેન્ક ઓફ બરોડા (BoB), કોટક મહિન્દ્રા બેન્ક, HDFC બેન્ક અને LIC હાઉસિંગ ફાઈનાન્સ સૌથી સસ્તી હોમ લોન ઓફર કરી રહી છે. ઘરોની માંગ વધતા અને ફેસ્ટિવલ ટાઈમને કારણે બેન્કોએ હોમ લોનના દરો ઓછા કર્યા છે. આ દરો આગામી 10 વર્ષોમાં સૌથી ઓછા દરો છે.

આ પણ વાંચો  : FDથી વધુ વ્યાજ આપે છે પોસ્ટ ઓફિસની વિવિધ યોજનાઓ

LIC હાઉસિંગ ફાઈનાન્સ

LIC હાઉસિંગ ફાઈનાન્સે તહેવારો પર ઘર ખરીદનાર ગ્રાહકોને ખાસ ભેટ આપી છે. કંપની 2 કરોડ રૂપિયા સુધીની હોમ લોન માટે હોમ લોનના દરો ઘટાડીને 6.66 ટકા કરી દીધા છે. અગાઉ જુલાઈમાં 50 લાખ રૂપિયા સુધીની હોમ લોનના દરો 6.66 ટકા કરી દેવામાં આવ્યા હતા. LIC હાઉસિંગ ફાઈનાન્સે લોનની રકમને 50 લાખ રૂપિયાથી વધારીને 2 કરોડ રૂપિયા કરી દીધા છે. LIC હાઉસિંગ ફાઈનાન્સે જણાવ્યું કે, આ દરો 700 કે તેનાથી વધુના સિબિલ સ્કોરવાળા તમામ લોન લેનાર લોકોને આ 6.66 ટકાના દર પર લોન મળી જશે. આ લોન 22 સપ્ટેમ્બરથી લઈને 30 નવેમ્બર સુધીમાં લેવામાં આવેલ લોન પર જ લાગુ પડશે.

HDFC

દેશની દિગ્ગજ હાઉસિંગ ફાઈનાન્સ કંપની HDFCએ ફેસ્ટિવલ સિઝનને જોતા હોમ લોનના દરોમાં કાપ મુકવાની જાહેરાત કરી છે. જે હેઠળ ગ્રાહક 6.70 ટકા વાર્ષિકની શરૂઆતના વ્યાજ દર પર હોમ લોન લઈ શકશે. ઉલ્લેખનીય છે કે, કંપની તરફથી આપવામાં આવતા આ વ્યાજ દરો 20 સપ્ટેમ્બર 2021થી લાગુ થઈ ગયા છે. આ સ્પેશયલ સ્કીમ 31 ઓક્ટોબર 2021 સુધી ઉપલબ્ધ રહેશે.

SBI vs HDFC vs ICICI vs Axis Bank: Where to get cheapest home loan?

PNB

પલ્બિક સેક્ટરની લીડર બેન્ક પંજાબ નેશનલ બેન્ક (PNB)એ 50 લાખથી વધુની હોમ લોન પર વ્યાજ દરોમાં 0.50 ટકાનો ઘટાડો કરતા તેને 6.60 ટકા કરી દીધા છે. તહેવારોની સિઝન દરમિયાન નેશનલ બેન્ક તરફથી શરૂ કરવામાં આવેલ કેટલીક ઓફર હેઠળ પીએનબીએ 50 લાખ રૂપિયાથી વધુની હોમ લોન પર વ્યાજ દરમાં 50 બેસિસ પોઈન્ટ એટલે કે 0.50 ટકાનો કાપ મુક્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, પીએનબીએ જાહેરાત કરી છે કે હવે ગમે તેટલી રકમની હોમ લોન પર 6.60 ટકા વ્યાજ દર રહેશે.

બેન્ક ઓફ બરોડા

બેંક ઓફ બરોડા (BoB) એ તેના હોમ અને કાર લોનના દરો પર ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે. તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને બેંકે આ જાહેરાત કરી છે. બેંકે જણાવ્યું હતું કે, તે હોમ અને કાર લોનના હાલના વ્યાજ દરો પર 0.25 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. બેંક હોમ લોનની પ્રોસેસિંગ પર ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. બેંક ઓફ બરોડા હોમ લોન રેટ હવે 6.75% અને કાર લોન રેટ 7.00% થી શરૂ થઈ રહ્યા છે.

આ પણ વાંચો  : ઈન્ટરનેટ વિના પણ કરી શકશો G-Mailનો ઉપયોગ, જાણો કેવી રીતે?

SBI

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ હોમ લોન ગ્રાહકો માટે તહેવારોની ઓફર્સ(Home Loan Offers)ની શરૂઆત કરી છે. SBI એ હોમ લોન પરના વ્યાજ દરો ઓછા કર્યા છે. આ સાથે, SBIએ પહેલ કરીને માત્ર 6.70 ટકાના દરે ક્રેડિટ સ્કોર લિંક્ડ હોમ લોન આપવાની ઓફર આપી છે. આમાં લોનની રકમની કોઈ શરત નથી એટલે કે લોનની રકમ ગમે તે હોય પણ વ્યાજદર 6.70 ટકા રહેશે. અગાઉ 75 લાખ રૂપિયાથી વધુની લોન 7.15 ટકાના દરે ચૂકવવા પડતા હતા. ફેસ્ટિવ ઓફર્સની શરૂઆત સાથે જ હવે લોન લેનાર ગ્રાહક 6.70 ટકાના મિનિમમ રેટથી હોમ લોન લઈ શકે છે. કુલ મળીને જો 75 લાખની લોન 30 વર્ષ માટે હોય ત્યારે લગભગ 8 લાખ રૂપિયાથી વધુની બચત થશે.

Opportunity to buy a cheap house before the festival, now the lowest home loan rate in 10 years, 6 banks are offering

કોટક મહિન્દ્રા

પ્રાઈવેટ સેક્ટરની બેન્ક કોટર મહિન્દ્રા બેન્કે તહેવારોની સિઝનમાં તેના ગ્રાહકોને હોમ લોનની ભેટ(Home Loan Offers) આપી છે. બેન્કે હોમ લોનના વ્યાજ દરોને ઘટાડવાની જાહેરાત કરી છે. હવે હોમ લોનના વ્યાજ દરોમાં 15bps એટલે કે 0.15 ટકા ઘટાડીને 6.65 ટકાથી ઘટાડીને 6.50 ટકા કરી દીધા છે. આ નવા દરો 10 સપ્ટેમ્બર 2021થી અમલમાં આવશે અને 8 નવેમ્બર 2021 સુધી રહેશે. ત્યાર પછી લેવામાં આવતી હોમ લોન પર રેગ્યુલર ચાલતા ઈન્ટરેસ્ટ રેટ લાગુ પડશે.

આ પણ વાંચો  : ભારતીય શેરમાર્કેટને કેમ કહેવાય છે દલાલ સ્ટ્રીટ ? આ નામ પાછળ છુપાયેલો છે રોચક ઈતિહાસ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment