Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝઘર ખરીદવાનો પ્લાન છે? RBI વ્યાજદરમાં ફેરફાર કરે તે પહેલાં ચેક કરો ક્યાં મળી રહી છે સસ્તી લોન

ઘર ખરીદવાનો પ્લાન છે? RBI વ્યાજદરમાં ફેરફાર કરે તે પહેલાં ચેક કરો ક્યાં મળી રહી છે સસ્તી લોન

Home Loan Planning ? Know Here Lowest Bank Loan Rate Before RBI Hikes in Monetary Policy
Share Now

નવી દિલ્હી : તમે ચોક્કસ સાંભળ્યું હશે કે રોટી, કપડાં ઓર મકાન એ પ્રાથમિક જરૂરિયાત છે. તેમાં પણ ખાસ કરીને ઘરનું ઘર હોવાનું સપનું પણ દરેક ઘર વિહોણા લોકો જોતા હોય છે. મોંઘવારીના આ સમયમાં ઘરનું ઘર લેવું એટલું સરળ નથી. ત્યારે હોમ લોન(Home Loan) લઈને આ સપનાને નવી દિશા ચોક્કસથી આપી શકાય છે. જો તમે પણ ઘર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ રિપોર્ટ વિગતવાર વાંચો. અહીં બેંકોના વ્યાજદરથી લઈને ઇએમઆઇ (EMI) સહિતની માહિતી તમારા માટે પ્રસ્તુત છે.

Home Loanના વ્યાજ દર

Home Loanના વ્યાજ દર

માર્કેટમાં એવી ઘણી બેંકો છે જે તમને ઓછા વ્યાજ દરે હોમ લોન આપે છે. બેંકબજાર ડોટ કોમના ડેટા અનુસાર ઓછામાં ઓછી 16 બેંકો અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ 7 ટકાથી નીચેના વ્યાજ દરે 75 લાખ રૂપિયા સુધીની Home Loan આપે છે. સસ્તી લોન મળતી હોવાથી લોકો હોમ લોન લઈને પોતાના ઘરનું સાંપનું પૂરું કરી શકે છે. આ ધિરનારમાં ખાનગી ક્ષેત્રની બેંક કોટક મહિન્દ્રા બેંક અને રાજ્યની માલિકીની પંજાબ અને સિંધ બેન્ક 6.65 ટકાનો વ્યાજ દર સાથે સૌથી સસ્તી હોમ લોન(Home Loan) આપે છે.

આ પણ વાંચો : કરસનભાઈનું કમબેક: નિરમા ગૃપ આ કંપનીના IPO સાથે ફરી શેરબજારમાં પદાર્પણ કરશે

6.49-6.95 ટકાની રેન્જમાં હોમ લોનના દર

બેંકબજાર ના જણાવ્યા મુજબ, સપ્ટેમ્બર 2019 માં હોમ લોન દર(Home Loan) સૌથી ઓછો 8.40 ટકા હતો. હવે, જુલાઈ 2021 માં સૌથી નીચો હોમ લોન દર 6.49-6.95 ટકાની રેન્જમાં છે. આરબીએલઆર (RBLR)ની રજૂઆત તેમજ માર્ચ અને મે 2020 માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા એકંદરે 115 બેસિસ પોઇન્ટ રેટની શરૂઆતને કારણે દર ઘટાડવામાં આવ્યા છે.

Home Loan EMI Calculator

હકીકતમાં, ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટને એક વર્ષ કરતા વધુ સમય માટે 4 ટકાના નીચા સ્તરે યથાવત્ રાખવાના નિર્ણયને લીધે ઘણી બેંકોએ તેમના નિશ્ચિત થાપણના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે, જેનાથી રોકાણકારો નિરાશ થઈ ગયા છે. જો કે, આ નીચા રેપો વલણને કારણે ઘણી બેંકોને તેમના ફ્લોટિંગ હોમ લોનના વ્યાજ દરને એક દાયકાના નીચા સ્તરે લાવવા માટે પ્રોત્સાહન આપ્યું છે, ખાસ કરીને ઓક્ટોબર 2019 થી જ્યારે કેન્દ્રીય બેંકે તમામ બેંકોને તેમની લોનને બાહ્ય રીતે બેંચમાર્ક બનાવવાની સૂચના આપવામાં આવ હતી.

ધંધા રોજગારીના અપ્સ -ડાઉન તેમજ બેરોજગારી અને મોંઘવારીના સમયમાં ભાડાના મકાનમાં રહેતા લોકોને મહિને ભાડું ચૂકવવું અઘરું થઇ પડતું હોય છે. ત્યારે મોટા ભાગના લોકો આ ભાડાના પૈસા હોમ લોન પેટે ચૂકવી પોતાનું ઘરનું ઘર ખરીદવાનું વિચારતા હોય છે.

આ પણ વાંચો : સેન્સેકસમાં 873 અંકોનો હનુમાન કૂદકો, નિફટી પ્રથમ વખત 16,000ને પાર: રોકાણકારોની સંપત્તિ 2.40 લાખ કરોડ વધી

Home Loanમહત્વની વાત એ છે કે આ સપ્તાહે જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મુદ્રાનીતિ એટલેકે વ્યાજદર નિર્ધારણ અંગેની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં સેન્ટ્રલ બેંક વ્યાજદરમાં વધારા ઘટાડા અંગેનો નિર્ણય કરી શકે છે. કોરોનાકાળમાં રેકોર્ડ નીચલા લેવલે વ્યાજદર રાખ્યા બાદ હવે આરબીઆઈ રેપો રેટમાં વધારો કરશે અને આગામી સમયમાં બેંકો પણ આ વ્યાજદર વધારો ગ્રાહકોને પાસ-ઓન કરશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment