Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeન્યૂઝઅમિત શાહ આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે, આ રહ્યો સમગ્ર કાર્યક્રમ

અમિત શાહ આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે, આ રહ્યો સમગ્ર કાર્યક્રમ

Amit Shah Gujarat Visit
Share Now

નવી દિલ્હી/ગાંધીનગર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પોતાના ગૃહરાજ્ય ગુજરાતની 3 દિવસની મુલાકાતે (Amit Shah Gujarat Visit) આવી રહ્યાં છે. આ દરમિયાન તેઓ વિવિધ યોજનાઓના ઉદ્ઘાટન કરવાની સાથે જ ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા મંગળા આરતીમાં ભાગ લેશે. અમિત શાહ શનિવારે રાત્રે 11 વાગ્યા સુધી અમદાવાદ આવી પહોંચવાની શક્યતા છે.

અમિત શાહના ગુજરાત પ્રવાસનો પળેપળનો કાર્યક્રમ Amit Shah Gujarat Visit 

નવા મંત્રી મંડળના વિસ્તરણ બાદ હવે તમામ મંત્રીઓ પોત-પોતાના કામમાં લાગી ગયા છે. અમિત શાહ પણ મંત્રી મંડળના વિસ્તરણ બાદ પ્રથમ વખત ગુજરાત પ્રવાસ (Amit Shah Gujarat Visit) પર આવશે. આ દરમિયાન 11 જુલાઈએ તેઓ અમદાવાદના બોપલ વિસ્તારમાં જશે, જ્યાં એક લાઈબ્રેરીનું ઉદ્ઘાટન કરશે. આ સિવાય ઘુમામાં નર્મદાનું પાણી પહોંચાડવાની યોજનાનું ખાત મુહુર્ત કરશે. અમદાવાદનો બોપલ વિસ્તાર અમિત શાહના લોકસભા વિસ્તાર ગાંધીનગર હેઠળ આવે છે.

આ દરમિયાન અમિત શાહ અમદાવાદ શહેર અને તેની આસપાસ વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે. જેમાં જળ વિતરણ યોજના, કોમ્યુનિટી હોલ અને સિવિક સેન્ટરના ઉદ્ઘાટન સહિત અન્ય યોજનાઓ સામેલ છે. આ યોજનાઓનું ઓનલાઈન ઉદ્ઘાટન કરવામાં આવશે.

સ્માર્ટ ક્લાસનું પણ કરશે ઉદ્ઘાટન

પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન અમિત શાહ સાણંદ પણ જશે. હકીકતમાં સાણંદ પણ તેમના જ સંસદીય વિસ્તારમાં આવે છે. જ્યાં અમિત શાહ APMC, આંગણવાડી અને સ્માર્ટ ક્લાસ જેવી વિવિધ વિકાસલક્ષી યોજનાઓનું ઉદ્ધાટન કરશે.

આ પણ વાંચો:  હાર્દિક પટેલના ‘ખાસ’ નિખિલ સવાણીના કોંગ્રેસ પર સંગીન આરોપ, પાર્ટી સાથે છેડો ફાડ્યો

ભગવાન જગન્નાથની મંગળા આરતીમાં ભાગ લેશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 12 જુલાઈએ અમદાવાદના પ્રસિદ્ધ ભગવાન જગન્નાથ મંદિરમાં વાર્ષિક રથયાત્રા શરૂ થયા પહેલા મંગળા આરતીમાં ભાગ લેશે. આ રથયાત્રા દર વર્ષે શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરથી નીકળે છે.

નારદીપુરમાં તળાળનું કરશે લોકાર્પણ

મંગળા આરતીમાં ભાગ લીધા બાદ અમિત શાહ ગાંધીનગર જિલ્લાના નારદીપુર જશે, જ્યાં 72 હેક્ટરમાં ફેલાયેલા એક તળાવનું લોકાર્પણ કરશે. અહીં જ તેઓ પોતાના સંસદીય ક્ષેત્રની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનું ઓનલાઈન ઉદ્ઘાટન કરશે.

ઑનલાઈન બેઠકમાં ભાગ લેશે

ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) કેમ્પસમાં નાર્કોટિક્સ લેબનું લોકાર્પણ કરશે. વાસ્તવમાં દેશભરમાંથી જપ્ત કરવામાં આવતા ગેરકાયદેસર માદક પદાર્થોના એનાલિસીસ અને આવા નશીલા પદાર્થોની ઉત્પત્તિ ક્યા દેશમાં થઈ? તેની તપાસ કરવા માટે તેને અહીં લેબમાં મોકલવામાં આવશે. આટલું જ નહીં, આ દરમિયાન અમિત શાહ NFSUમાં ગૃહ મંત્રાલયના અધિકારીઓ અને રાજ્યના અન્ય અગ્રણીઓ સાથે ઓનલાઈન બેઠક કરશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment