કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરકારી ન્યૂઝ ચેનલ સંસદ ટીવીને એક ખાસ ઇન્ટરવ્યૂ આપ્યો હતો. વડાપ્રધાન મોદીના સત્તામાં 20 વર્ષ પૂર્ણ થવા પર તેમણે આ ઇંટરવ્યૂ આપ્યું છે. આ દરમિયાન તેમણે કહ્યું કે પીએમ મોદીનું જીવન સાર્વજનિક રહ્યું છે. તેમણે કહ્યું કે પીએમ મોદીએ ઝીણવટભરી રીતે વહીવટ કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે ગુજરાતમાં ભાજપની હાલત ખરાબ હતી, ત્યારે પીએમ મોદીએ જ ભાજપને ગુજરાતમાં ઊભું લરયુ હતું.
પીએમ મોદીના જાહેર જીવનને ત્રણ ભાગમાં વહેચી શકાય
વડા પ્રધાન મોદીના જીવનમાં પડકારો વિશે પૂછવામાં આવતા શાહે કહ્યું કે, તેમના જાહેર જીવનને ત્રણ ભાગમાં વહેંચી શકાય છે. એક, ભાજપમાં જોડાયા પછી તેમનો પ્રથમ સમયગાળો સંગઠનાત્મક કાર્યનો હતો. બીજો સમયગાળો તેમનો મુખ્યમંત્રી હતો અને ત્રીજો રાષ્ટ્રીય રાજકારણમાં આવ્યા બાદ વડાપ્રધાન બન્યા. તેમનું જાહેર જીવન આ ત્રણ ભાગોમાં વહેચી શકાય છે.
આ પણ વાંચો:જમ્મુ કાશ્મીરમાં 570 લોકોની અટાકાયત, આતંકીઓનો સામનો કરવા કેન્દ્ર સરકારે મોકલી નિષ્ણાતોની ટીમ
મોદીએ ગુજરાતમાં ભાજપનો ઉછેર કર્યો: શાહ
તેમણે કહ્યું, ‘જ્યારે પીએમ મોદીને જ્યારે ભાજપમાં મોકલવામાં આવ્યા, ત્યારે તેમને સંગઠન મંત્રી બનાવવામાં આવ્યા હતા. તે સમયે ગુજરાતમાં ભાજપની હાલત ખરાબ હતી અને સમગ્ર દેશમાં માત્ર બે જ બેઠકો હતી. 1987 થી તેમણે સંગઠન સાંભળ્યું હતું. 1987 પછીની પ્રથમ ચૂંટણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવી. અને પહેલીવાર ભાજપ પોતાના દમ પર કોર્પોરેશનમાં સત્તા પર કબજો કર્યો હતો.જે પછી ભાજપની યાત્રા શરૂ થઈ. 1990 માં અમે ગાંઠબંધનથી સરકારમાં આવ્યા. 1995 માં પૂર્ણ બહુમતી સાથે આવ્યા અને ત્યાંથી ભાજપે આજ સુધી પાછું વળીને જોયું નથી.
તેમણે કહ્યું, ‘બીજો મોટો પડકાર ત્યારે આવ્યો જ્યારે તેઓ મુખ્યમંત્રી બન્યા. હું સાબરમતી વિધાનસભાથી આવું છું. ત્યાંથી હું પણ હારી ગયો હતો. ગુજરાતમાં મોટો ભૂકંપ આવ્યો હતો. કોંગ્રેસે તમામ ચૂંટણીઓ જીતી હતી. 70 ના દાયકા પછી પ્રથમ વખત રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપ હારી ગયું અને 1987 પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમે પહેલી વખત હાર્યા હતા.
તેમણે કહ્યું કે, ‘પીએમ મોદીને વહીવટનો કોઈ અનુભવ નહોતો, પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ તેઓ વહીવટનએ ઝીણવટથી સમજી ગયા હતા. તેમણે યોજનાઓ બનાવી અને યોજનાઓ લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું. એવું લાગતું હતું કે ગુજરાતમાં આવેલ ભૂકંપ ભાજપ માટે કલંક બની જશે, તે જ ભૂકંપમાંઆ થયેલ કામને લઈને સમગ્ર વિશ્વમાં ભાજપને પ્રશંસા મળી હતી. શાહે કહ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસે આદિવાસીઓનો વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો હતો. યોજનાઓ તેમને પહોંચાડવામાં આવી ન હતી. મોદીએ તમામ વેરવિખેર યોજનાઓને એક કરી અને તેમને બંધારણ મુજબ તેમની વસ્તી પ્રમાણે અધિકારો આપ્યા. વનબંધુ કલ્યાણ યોજનાનો લાભ આદિવાસીઓને મળ્યો.
તેમણે કહ્યું કે, ‘યુપીએ સરકારમાં દેશ દરેક ક્ષેત્રમાં નીચે જઈ રહ્યો હતો. વિશ્વમાં ભારત માટે કોઈ સન્માન નહોતું, મહિનાઓ સુધી નીતિવિષયક નિર્ણયો સરકારના આંતરિક સંઘર્ષમાં ફસાયેલા રહેતા હતા. એક મંત્રી તો 5 વર્ષ સુધી કેબિનેટમાં આવ્યા જ નહિ. આવા વાતાવરણમાં, તેમણે દેશના વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો, આજે તમામ વ્યવસ્થાઓ તેમની જગ્યાએ યોગ્ય રીતે કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું, ‘મોદી જી જોખમ લઈને નિર્ણય લે છે.અમારો ઉદ્દેશ દેશમાં પરિવર્તન લાવવાનો છે. 130 કરોડની વસ્તી ધરાવનાર વિશ્વની સૌથી મોટી લોકશાહીને વિશ્વમાં સન્માનીય સ્થાન પર લઈ જવાનું છે.
શાહે કહ્યું, ‘મજબૂત રાજકીય ઈચ્છાશક્તિને કારણે દેશની સુરક્ષા પણ વધારી દેવામાં આવી હતી. ભારત ક્યારેય એર સ્ટ્રાઈક કે સર્જિકલ સ્ટ્રાઈક કરી શકે તેવી કોઈને કલ્પના પણ ન હતી. ક્યારેય કલ્પના પણ કરી ન હતી કે કોઈ પ્રધાનમંત્રી કહેશે કે ભારત 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાની ક્ષમતા ધરાવે છે. આપણે દુનિયામાં અર્થવ્યાવસ્થામાં 11 નંબરથી નંબર 6 પર આવી ગયા છીએ. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીએ આ ત્રણેય પડકારોનો સામનો કર્યો છે અને આ તેમના નેતૃત્વનો મોટો ગુણ છે.
મોદી સરમુખત્યારશાહીમાં માને છે?
આ સવાલ પર અમિત શાહે કહ્યું, ‘મેં તેમને નજીકથી કામ કરતા જોયા છે. આ તમામ લોકો જે આક્ષેપ કરે છે તે સંપૂર્ણપણે પાયાવિહોણા આરોપો છે. મેં મોદી જેવો પ્રેક્ષક ક્યારેય જોયો નથી. બેઠક ગમે તે હોય તે બધાને ધ્યાનથી સાંભળે છે. અને સૌથી ઓછું અને ખૂબ જ ધીરજથી બોલે છે. અને પછી યોગ્ય નિર્ણય લે છે. તેઓ દરેકને સાંભળે છે અને ગુણવત્તાના આધારે સૌથી નાની વ્યક્તિના સૂચનને મહત્વ આપે છે. તેથી એમ કહેવું કે તે નિર્ણયો થોપી ડે છે તે વાત સદંતર પાયાવિહોણી છે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આ કોન્સેપ્ટ કેમ રચાયો? તો તેણે કહ્યું, ‘આ એક ઇરાદાપૂર્વકની ધારણા છે. હવે ફોરમમાં થયેલી ચર્ચા બહાર આવતી નથી. તેથી લોકોને લાગે છે કે મોદીજીએ નિર્ણય લીધો છે. પ્રજા કે પત્રકારો પણ જાણતા નથી કે આ નિર્ણય સામૂહિક ચિંતન દ્વારા લેવામાં આવ્યો છે. અને સ્વાભાવિક છે કે નિર્ણયો તો માત્ર તેજ લેશે, લોકોએ તેમને અધિકાર આપ્યો છે. પરંતુ દરેક સાથે ચર્ચા કર્યા પછી, દરેકને બોલવાની તક આપવી, દરેકના માઇનસ-પ્લસ પોઇન્ટ સાંભળ્યા પછી, આ નિર્ણયો લેવામાં આવે છે.
તેમણે કહ્યું, ‘કેટલાક લોકો જે આપણા વૈચારિક વિરોધી છે. સત્ય ભલે ગમે તે હોય, પણ સત્યને કેવી રીતે ટ્વિસ્ટ કરીને લોકો સામે રાખવું, તે પણ તેઓ અજમાવે છે. અને ઇમેજને બગાડવાનો પણ પ્રયાસ કરે છે.
મોદી જોખમ લઈને નિર્ણય કેમ લે છે?
શાહે કહ્યું, એ વાત સાચી છે કે પીએમ મોદી જોખમ લઈને નિર્ણય લે . કારણ કે તે માને છે અને તેમણે આ વાત કહી છે કે અમે દેશ બદલવા માટે સરકારમાં આવ્યા છીએ. સરકાર ચલાવવા નહિ. અમારો ઉદ્દેશ દેશની અંદર પરિવર્તન લાવવાનો છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીને વિશ્વમાં સન્માનીય સ્થાન પર લઈ જવાનું છે. તેઓ ડરતા નથી કારણ કે સત્તામાં રહેવું એ માત્ર તેમનું ધ્યેય નથી. તેમનું એકમાત્ર લક્ષ્ય ઇન્ડિયા ફર્સ્ટ છે. તેથી જ્યારે તમે મજબૂત રાજકીય ઈચ્છા સાથે દેશને આગળ લઈ જવા ઈચ્છો છો, ત્યારે તમે જોખમ સાથે નિર્ણયો લેશો.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4