દેશમાં હાલમાં કોરોનાનું સંક્રમણ સ્થિર ચાલી રહ્યું છે. પરંતુ આ તમામ વચ્ચે રાજ્યમાં કોરોના સંક્રમણ કાબુ પર છે. તો બીજી તરફ તહેવારોના દિવસો પણ નજીક આવી રહ્યા છે. ત્યારે આજે બુધવારે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક યોજાઇ હતી. જેમાં ગૃહ મંત્રી (Home Minister)એ નવરાત્રીમાં છૂટછાટ અંગે ચર્ચા કરી હતી. તો જાણો શું નવા નિયમ અંગેની ચર્ચા થઇ છે.
ગૃહ મંત્રી (Home Minister)એ શું જાહેરાત કરી?
રાજ્યમાં કોરોનાનો કહેર કાબુમાં આવ્યો છે. આ તમામ વચ્ચે આજે બુધવારે આગામી તહેવારોને ધ્યાને લઇને કેબિનેટ બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ ગૃહરાજ્ય મંત્રીએ કેટલાક નિયમો અંગે જાહેરાત કરી છે. નવરાત્રી મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાતી માટે નવરાત્રી આસ્થાનો તહેવાર છે. કોરોનાના કારણે બે વર્ષથી નવરાત્રીનું આયોજન થઇ શકતું નથી. આ વખતે CMએ તમામ વિભાગ સાથે ચર્ચા કરી નિર્ણય કર્યો છે. આ વર્ષે કોરોનાની ગાઈડલાઇન સાથે ગરબા રમાશે.
શેરી ગરબામાં કેટલા લોકોને આપી મંજૂરી
હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે, શેરી ગરબાનું આયોજન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. શેરી ગરબામાં 400 લોકો સુધીની છૂટ આપવામાં આવી છે. જોકે કોરોનાના નિયમોનું પાલન કરવુ પડશે. કોમર્શિયલ ગરબાની છૂટ આપવામાં આવી નથી. મહાનગરોમાં 12 વાગ્યા સુધી કરર્ફ્યૂમાં રાહત આપવામાં આવી છે. આવનાર દિવસોમાં સારી છૂટછાટ સાથે તહેવાર ઉજવી શકીએ માટે કોરોનાના પ્રોટોકોલ સાથે ઉજવણી કરીએ.
આ પણ વાંચો: ખેલૈયાઓ માટે આનંદના સમાચાર, જાણો રાજ્યમાંથી ચોમાસુ ક્યારે વિદાય લેશે?
રાજ્યમાં કેટલા વાગ્યા સુધી ગરબા રમી શકાશે
ગૃહરાજ્ય મંત્રી સંઘવીએ વધુમાં જણાવ્યું હતુ કે, વેક્સિન લીધી હોય તેવા લોકો જ ગરબા રમવા આવી શકશે. નિયમનો ભંગ કરનાર વિરૂદ્ધ કાર્યવાહી થશે. તો 12 વાગ્યા સુધી જ ગરમા રમી શકાશે. આ ઉપરાંત અન્ય તહેવારો પણ સારી રીતે ઉજવી શકાય તે અંગે શુભકામના પાઠવી હતી. જણાવી દઇએ કે અનેક મહાનગરોમાં 100 ટકા વેક્સિનેશન થયું છે. તો બીજા ડોઝ માટે પણ કામગીરી કરવામાં આવી રહી છે. આસ્થા જળવાઈ રહે તેવી કામગીરી કરવામાં આવી છે. ગુજરાતના લોકો સાથે મળીને કામગીરી કરી રહ્યા છે. ગરબા એ ખૂબ મહત્વનો તહેવાર છે. જેથી ગુજરાતના હિતમાં નિણર્ય લેવામાં આવ્યો છે.
GMDC ગ્રાઉન્ડ પર યોજાતા ગરબાને લઇને ગૃહ મંત્રી (Home Minister)એ શું કહ્યું?
તેમણે વધુમાં કહ્યું હતુ કે, ગુજરાત સરકાર દ્વારા યોજાતો નવરાત્રિ મહોત્સવ પણ આ વર્ષે નહીં યોજાય. અમદાવાદ GMDC ગ્રાઉન્ડ પર ગરબાનું આયોજન નહીં કરવામાં આવે. નિયમોનુસાર ગરબાના આયોજન પર પોલીસ કોઈને પરેશાન નહીં કરે. મને ગુજરાતના લોકો પર વિશ્વાસ છે કે તેઓ કોઈ નિયમ તોડશે નહીં. નિયમ આપણા માટે છે. નિયમ તોડશે નહીં માટે પગલાં લેવાનો પ્રશ્ન નથી આવતો.
ગરબા શીખવા એકદમ સરળ જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4